વ્યક્તિઓ અને પરિવારોને સહાય | Support for individuals and families

કોવિડ-19 રોગચાળા દરમિયાન નાણાકીય અને સુખાકારી સંબંધિત સહાય અંગેની માહિતી મેળવો.

આપની માનસિક સુખાકારીની કાળજી કેવી રીતે લેવી

આપણી અને આપણા પ્રિયજનોની માનસિક સુખાકારીને સુધારવા માટે આપણે ઘણી બધી ચીજો કરી શકીએ છીએઃ

  • મિત્રો અને પરિવારની સાથે જોડાયેલા રહો — તે આપણી સુખાકારી માટે મહત્વનું છે અને તે આપણને સલામતીનો અનુભવ કરાવવામાં તથા તણાવ અને બેચેની ઘટાડવામાં મદદરૂપ થાય છે.
  • પોતાની લાગણીઓને સ્વીકારો — વ્યાકુળતા, તણાવ, બેચેની, ચિંતા અને ભય જેવી લાગણીઓ અનુભવવી એ સંપૂર્ણપણે સામાન્ય બાબત છે. આપ શું અનુભવી રહ્યાં છો તેની પર ધ્યાન આપવા પોતાના માટે થોડો સમય કાઢો અને આપની અનુભૂતિને અભિવ્યક્ત કરો.
  • જ્યારે પણ શક્ય હોય ત્યારે દિનચર્યાને વળગેલા રહો — આપના જીવનમાં થોડી નિયમિતતા લાવવાનો પ્રયત્ન કરો અનેઅયોગ્ય આહાર, પીણા આરોગવા, ધૂમ્રપાન કે વેપિંગ જેવી બિનઆરોગ્યપ્રદ ટેવોમાં વધારો ન થાય તેવો પ્રયત્નકરો.
  • જેમને જરૂર હોય તેવા અન્ય લોકોની તપાસ કરો — જે લોકો તણાવ કે ચિંતા અનુભવી રહ્યાં હોય તેમને સહાયરૂપ થવાથી તમને અને જે વ્યક્તિ સહાય મેળવી રહી છે, તે બંનેને લાભ થઈ શકે છે.
  • ઓનલાઇન રહેવાનો સમય ઘટાડી દો — દિવસમાં કોઈ નિશ્ચિત સમયે એકાદ-બે વખત જ મીડિયા અને સોશિયલ મીડિયા ચેક કરો.

આપ કોની સાથે વાત કરી શકો છો

એવી ઘણી હેલ્પલાઇન ઉપલબ્ધ છે, જે સહાય, માહિતી પૂરી પાડે છે અને માનસિક સુખાકારીની સમસ્યા અનુભવી રહેલા કોઇને પણ મદદરૂપ થાય છે. તમામ સેવાઓ દિવસના ચોવીસે કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ છે.

માનસિક સુખાકારીની હેલ્પલાઇન શોધો

સેવાઓ અને સપોર્ટ

મદદ માગવી તે બિલકુલ ઠીક છે. આમાં અમે સફળતાપૂર્વક કામ કરીએ છીએ તેથી જ લોકો અને સંસ્થાઓ તમને સહાય કરવા સમર્થ બને છે. જો તમારે જરૂર હોય તો આ રહી સલાહ, મદદ કે સપોર્ટનીની યાદી. જો તમે અંગ્રેજી ન બોલતા હોવ તો, મોટાભાગના સરકારી વિભાગોને કૉલ કરતા સમયે તમે દુભાષિયા માટે માંગણી કરી શકો છો.

Last updated: