ગુજરાતી | Gujarati

ન્યુઝીલેન્ડના કોવિડ-19 (COVID-19)પ્રતિભાવ અંગેની માહિતી

તમારે શું જાણવાની અને કરવાની જરૂર છે | What you need to know and do

તમારે શું જાણવાની અને કરવાની જરૂર છે

જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ તો ઘરે રહો. જો તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ નીચેનામાંથી 1 અથવા વધુ લક્ષણો વિકસાવે છે, તો તમારે રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) કરાવવો જોઈએ:

  • વહેતું નાક
  • ગળું છોલાવું
  • ઉધરસ
  • તાવ
  • ઉલટી
  • ઝાડા
  • માથુ દુખવું
  • ગંધ અથવા સ્વાદ ગુમાવવો
  • શ્વાસ ચડવો.

જો ઘરના કોઈપણ વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય અને તેને પરીક્ષણ કરવાની જરૂર હોય તો તમારી પાસે ઘરમાં પૂરતા રેપિડ એન્ટિજેન ટેસ્ટ છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. 2023 દરમિયાન દરેક માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ મફત રહેશે. તમે હેલ્થપોઇન્ટ વેબસાઇટ પર રેપિડ એન્ટિજેન ટેસ્ટ અને ફેસ કવરિંગ માટે ભાગ લેનારા પિક-અપ પોઇન્ટ્સ શોધી શકો છો, અથવા 0800 222 478 પર કોલ કરીને અને વિકલ્પ 1 પસંદ કરીને શોધી શકો છો.

કોવિડ-19 (COVID-19) પરીક્ષણ

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) પર તમારા રેપિડ એન્ટિજેન ટેસ્ટ પરિણામની જાણ કરવાનું યાદ રાખો અથવા 0800 222 478 પર હેલ્પલાઇન પર કોલ કરો અને વિકલ્પ 1 પસંદ કરો, જેથી તમે તમને જોઈતી કોઈપણ મદદ અને સહાય સાથે કનેક્ટ થઈ શકો.

મારો કોવિડ રેકોર્ડ | My Covid Record (external link)

આઇસોલેશન

વાઇરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે આઇસોલેશન એક મહત્વપૂર્ણ રીત છે.

જો તમને કોવિડ-19 (COVID-19) માટે પોઝિટીવ પરીક્ષણ થયું હોય, તો અમે તમને 5 દિવસો માટે આઇસોલેશનમાં રાખવાની ભલામણ કરીએ છીએ, પછી ભલે જો તમને માત્ર હળવા લક્ષણો હોય. તમારા લક્ષણો શરૂ થયા તે દિવસથી અથવા જ્યારે તમને પોઝિટીવ પરીક્ષણ થયું હોય, જેમાંથી જે પણ પ્રથમ આવે ત્યારથી તમારા આઇસોલેશનની શરૂઆત કરો. આનો અર્થ છે કે તમારે કામ પર અથવા શાળાએ જવું જોઈએ નહીં.

કેવી રીતે સેલ્ફ-આઇસોલેશન થવું

જો તમારે 5 દિવસો દરમિયાન તમારું ઘર છોડવાની જરૂર હોય, તો તે ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે અન્ય લોકોમાં કોવિડ-19 (COVID-19) ફેલાવતા અટકાવવા સાવચેતી રાખો. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારે ફેસ કવરિંગ પહેરવું જોઈએ. તમારે કરવું જોઈએ:

  • આરોગ્ય સુવિધાની મુલાકાત લેવી (તબીબી સંભાળ મેળવવા સિવાય)
  • વૃદ્ધ નિવાસી સંભાળ સુવિધાની મુલાકાત લેવી
  • કોવિડ-19 (COVID-19) થી ગંભીર રીતે અસ્વસ્થ થવાનું જોખમ ધરાવતા કોઈપણ સાથે સંપર્ક કરવો.

તમારે તમારા એમ્પ્લોયર સાથે કામ પર પાછા ફરવા અથવા તમારા બાળકના તેમના શાળાના આચાર્ય સાથે શાળાએ પાછા ફરવાની ચર્ચા કરવી જોઈએ. તમારા એમ્પ્લોયર અથવા શાળાને વધારાની સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે.

જો તમારા લક્ષણો દૂર થઈ ગયા છે અને તમને સારું લાગે છે, તો તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં પાછા આવી શકો છો. કારણ કે તમે 10 દિવસો સુધી ચેપી રહી શકો છો, જો તમારે મુલાકાત લેવાની જરૂર હોય તો અમે તમને ફેસ કવરિંગ પહેરવાની ભલામણ કરીએ છીએ:

  • આરોગ્યસંભાળ સુવિધા (તબીબી સંભાળ મેળવવા સિવાય)
  • વૃદ્ધ નિવાસી સંભાળ સુવિધા
  • કોવિડ-19 (COVID-19) થી ગંભીર રીતે અસ્વસ્થ થવાનું જોખમ ધરાવતા કોઈપણ.

ચહેરાના ફેસ કવરિંગ

ફેસ કવરિંગ પહેરવું એક મહત્વપૂર્ણ રીત છે જે આપણે કોવિડ-19 (COVID-19) સહિત શ્વસન બિમારીઓના ફેલાવાને અટકાવી શકીએ છીએ, ખાસ કરીને આરોગ્ય અને વિકલાંગતા સંભાળ સેટિંગ્સમાં.

એવી ભલામણ કરવામાં આવે છે કે આરોગ્યસંભાળ સેવાઓની મુલાકાત લેતી વખતે તમે ચહેરાનો ફેસ કવરિંગ પહેરો.

કૃપા કરીને મુલાકાત લેતી વેળાએ ફેસ કવરિંગ પહેરવા અંગેની આરોગ્ય સુવિધા/હોસ્પિટલની નીતિનો આદર કરો, તમને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થવા માટે ચોક્કસ પરિસ્થિતિઓમાં અથવા આરોગ્યસંભાળ સુવિધાની અંદરના સ્થળોએ ફેસ કવરિંગ પહેરવાનું કહેવામાં આવી શકે છે.

ફેસ કવરિંગ પહેરવું

ભાગ લેતી સંગ્રહ સાઇટ્સમાંથી નિ:શુલ્ક ફેસ કવરિંગ અને નિ:શુલ્ક રેપિડ એન્ટિજેન ટેસ્ટ્સ ઉપલબ્ધ છે.

તમારી નજીકનું સંગ્રહ કેન્દ્ર શોધો | Healthpoint (external link)

ઘરેલુ સંપર્કો

જો તમે, અથવા ઘરના કોઈ સભ્ય, કોવિડ-19 (COVID-19) માટે પોઝિટીવ પરીક્ષણ કરો છો, તો તમારી સાથે રહેતા અન્ય લોકોને પણ ચેપ લાગવાનું જોખમ વધારે છે. અમે ભલામણ કરીએ છીએ કે કોવિડ -19 (COVID-19) થી પીડિત વ્યક્તિ નું પોઝિટીવ પરીક્ષણ કરવામાં આવે તે દિવસથી તમામ ઘરેલુ સંપર્કો રેપિડ એન્ટિજેન ટેસ્ટ સાથે પરીક્ષણ કરવાનું ચાલુ રાખે.

જો તમે કોવિડ-19 (COVID-19) ધરાવતા કોઈની સાથે રહેતા હોવ, અથવા ઓછામાં ઓછી 1 રાત અથવા દિવસ (8 કલાકથી વધુ) વિતાવ્યો હોય તો તમને ઘરેલું સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. ઘરેલું સંપર્કોએ રેપિડ એન્ટીજેન ટેસ્ટ નો ઉપયોગ કરીને દિવસ સુધી દૈનિક પરીક્ષણ કરાવવું જોઈએ.

ઘરેલુ સંપર્કો

Last updated: at