ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ | Quarantine-Free Travel

ક્વૉરેન્ટાઇનથી મુક્ત મુસાફરીઃ

ઓસ્ટ્રેલિયા (Australia) → ન્યૂઝીલેન્ડ સ્થગિત કરેલું (Suspended) છે

સૌથી અદ્યતન માહિતી માટે કૃપા કરીને યુનાઇટ એગેઇન્સ્ટ કોવિડ-19ની વેબસાઇટ પર ક્વૉરેન્ટાઇનથી મુક્ત મુસાફરીના પેજ ને નિયમિત ચકાસતા રહો.

જો આપની મુસાફરીની વ્યવસ્થા પ્રભાવિત થઈ હોય તો, આપ આપની એરલાઇન, ટ્રાવેલ એજન્ટ અને ટ્રાવેલ વીમા કંપનીનો સંપર્ક કરી શકો છો.

હાલમાં ન્યુઝીલેન્ડ ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસની વ્યવસ્થાઓ નીચેના દેશો સાથે ધરાવે છેઃ

 • ઓસ્ટ્રેલિયા
 • કુક આઇલેન્ડ્સ
 • નિઉઇ (પરંતુ માત્ર નિઉઇથી ન્યુઝીલેન્ડમાં)

ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ એ છે જેમાં તમે પહોંચો ત્યારે સંચાલિત આઇસોલેશન કે સેલ્ફ-આઇસોલેશનમાં રહ્યા વિના દેશો વચ્ચે અવરજવર કરી શકો છો. તમે નેગેટિવ પ્રિ-ડિપાર્ચર ટેસ્ટ ધરાવતા હોય તે જરૂરી નથી

જો કોઇ વ્યક્તિ ગંતવ્ય દેશના યોગ્યતાના માપદંડો અને ઇમિગ્રેશનની આવશ્યકત પૂર્ણ કરતા હોય તો તેઓ ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરી શકે છે.

આ તબક્કે ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ માત્ર ન્યુઝીલેન્ડ અને અન્ય વ્યક્તિગત દેશ વચ્ચે થાય છે. ઉદાહરણ તરીકે તમે કુક આઇલેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરી શકો છો, પરંતુ તમારે ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરતા પહેલા ન્યુઝીલેન્ડમાં 14 દિવસ પસાર કરવાના રહેશે.

જો તમને મુક્ત રાખવામાં ન આવ્યા હોય તો ન્યુઝીલેન્ડ સુધી અથવા ત્યાંથી પ્રવાસ કરો ત્યારે તમારે ફેસ માસ્ક અથવા ચહેવાનું આવરણ પહેરવું પડશે. તમારે ન્યુઝીલેન્ડમાં તમામ જાહેર પરિવહન પર પણ ફેસ માસ્ક પહેવું પડશે. કેટલાક લોકોએ ચહેરાનું આવરણ પહેરવાની જરૂર નથી

જો ન્યુઝીલેન્ડમાં એલર્ટ લેવલ બદલાય અથવા ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસના દેશમાં પરિસ્થિતિ બદલાય તો Covid19.govt.nz (આ વેબસાઇટ) અને ન્યુઝ વેબસાઇટ્સ તેની જાહેરાત કરશે.

જો ન્યુઝીલેન્ડમાં અથવા ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસના દેશમાં સમુદાય કેસ આવે તો સરકાર જોખમનું આકલન કરવા માટે ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસને રોકી શકે છે અથવા લાંબા સમય સુધી પ્રવાસને સસ્પેન્ડ કરી શકે છે. પ્રવાસીઓ યોજના ધરાવતા હોવા જોઇએ અને પ્રવાસની યોજનાઓમાં વિક્ષેપ પડે તો તે માટે તૈયારી ધરાવતા હોવા જોઇએ.

ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ અંગે તાજેતરની માહિતી મેળવો

ન્યુઝીલેન્ડમાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરવો

ન્યુઝીલેન્ડમાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરવા માટે તમારે નીચેની બાબતો કરવાની રહેશેઃ

 • ઇમિગ્રેશનની તમામ જરૂરિયાતો પૂરી કરો
 • જો તમે ઑસ્ટ્રેલિયાથી પ્રવાસ કરી રહ્યાં હોવ તો પ્રસ્થાન અગાઉના 72 કલાકમાં પ્રસ્થાન અગાઉનું નેગેટિવ પરીક્ષણ મેળવો.
 • ન્યુઝીલેન્ડમાં અથવા તમે પ્રવાસ કરી રહ્યા છો તે દેશમાં 14 સંપૂર્ણ દિવસ પસાર કરવાના રહેશે ઉદાહરણ તરીકે તમે ઓસ્ટ્રેલિયામાંથી પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે તમે ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ માટે લાયક ઠરો તે માટે તમારે ઓસ્ટ્રેલિયા અથવા ન્યુઝીલેન્ડમાં છેલ્લા 14 દિવસ પસાર કરેલા હોવા જોઇએ. તમે 15માં દિવસથી પ્રવાસ કરી શકો છો
 • તમે પ્રસ્થાન કરો તેના 14 દિવસ પહેલા કોવિડ-19નું પરીક્ષણ પોઝિટિવ હોવું ન જોઇએ. જો તમને એવું હોય તો હવે તમે કોઇ ચેપ ધરાવતા નથી એવી હેલ્થ પ્રેક્ટિશનર પાસેથી લેખિતમાં સલાહ ધરાવતા હોવા જોઇએ
 • કોવિડ-19 પરીક્ષણનાં પરિણામની રાહ જોતા ન હોવા જોઇએ
 • પ્રવાસની ઘોષણા પૂર્ણ કરો (external link) — જો તમે તેને પૂર્ણ નહીં કર્યું હોય તો તમે પ્લેનમાં બેસી શકશો નહીં
 • રવાના થતી વખતે તમારા સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના ઉત્તર આપો. તમને લક્ષણો હોઇ શકે છે એવું જણાવતી જો તમને કોઇ તબીબી સ્થિતિ હોય તો બોર્ડિંગનો ઇન્કાર ટાળવા માટે મેડિકલ સર્ટિફિકેટ લાવો.

પ્રસ્થાન અગાઉના પરીક્ષણ વિશે વધુ જાણો

તમે ન્યુઝીલેન્ડમાં પહોંચો ત્યાર પછી

તમે જે સ્થળે ગયા હોય તેનો ટ્રેક રાખો

ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપ ડાઉનલોડ અને ઉપયોગ કરો. ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર ડાઉનલોડ કરવા માટે તમારે ન્યુઝીલેન્ડ ફોન કે ન્યુઝીલેન્ડ એપલ કે ગુગલ એકાઉન્ટની જરૂર નથી.

એપ સ્ટોર પર ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપ ડાઉનલોડ કરો (external link)

ગુગલ પ્લે પર ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપ ડાઉનલોડ કરો (external link)

જો તમે બીમાર હોય તો ઘરે રહો

જો તમને શરદી, ફ્લુય અથવા કોવિડ-19 લક્ષણો હોય તો ઘરે રહો અને ફોન કરોઃ

 • 0800 358 5453 પર ફ્રી હેલ્થલાઇન
 • તમારા ડોક્ટર અથવા
 • તમારા ઇવી સ્વાસ્થ્ય સેવા આપનાર

હેલ્થ પ્રોફેશનલ તમે પરીક્ષણ (ટેસ્ટ) માટે માપદંડ પ્રમાણે છો કે નહીં તે અંગે સલાહ આપશે. જો તમને કોઇ લક્ષણો હોય તો પ્રવાસ કરતા પહેલા તમારા ડોક્ટરને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરવો

ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરવા માટે તમારે નીચેની બાબતો કરવાની રહેશેઃ

 • ઇમિગ્રેશનની આવશ્યકતાઓ પૂરી કરવાની રહેશે
 • તમે દેશ છોડો તે પહેલા - ન્યુઝીલેન્ડમાં અથવા કુક આઇલેન્ડ્સમાં 14 સંપૂર્ણ દિવસ પસાર કરવા – આનો અર્થ એ થાય છે કે તમે 15માં દિવસથી પ્રવાસ કરી શકો છો
 • ન્યુઝીલેન્ડ છોડો તેના ઓછામાં ઓછા 72 કલાક પહેલા પ્રવાસની ઘોષણા પૂર્ણ કરો (https://covid19.homeaffairs.gov.au/australia-travel-declaration (external link))
 • કોવિડ-19ના લક્ષણો કોઇ લક્ષણો નથી
 • કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસની સાથે સંપર્કમાં આવ્યા નથી
 • રાજ્ય કે ટેરિટરીને સુનિશ્ચિત કરો છો કે તમે જ્યાં પ્રવાસ કરી રહ્યા છો ત્યાં ક્વોરન્ટિન-ફ્રી ફ્લાઇટ્સ સ્વીકારવામાં આવી રહી છે.

તમે ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા પછી

તમે ઓસ્ટ્રેલિયામાં હોય તે દરમિયાન તમારે પોતાને, તમારા વ્હાનાઉ અને સમુદાયોને કોવિડ-19થી સુરક્ષિત રાખવા માટે તમારે કેટલીક બાબતો કરવાની જરૂર છે, જેમાં સારી સ્વસ્છતાની પદ્ધત્તિઓ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનો સમાવેશ થાય છે.

કોવિડ-19 અંગેની માહિતી, રસ હોય એવા સ્થળો, પ્રવાસની શરતો (સ્થાનિક પ્રવાસ સહિત) અને પરીક્ષણો મેળવવા માટે તમે જે રાજ્યમાં હોય તેની વેબસાઇટ જુઓ. રાજ્ય અથવા ટેરિટરી દ્વારા કોવિડ-19 અંગે માહિતીઃ

તમે જે સ્થળે ગયા હોય તેનો ટ્રેક રાખો

સમગ્ર ઓસ્ટ્રેલિયાની એક કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ છે, પરંતુ મોટા ભાગના રાજ્યો અને ટેરિટરિઝ તેમની પોતાની એપ્સનો ઉપયોગ કરે છે. તમે ન્યુઝીલેન્ડ સિમ કાર્ડથી આ મોટા ભાગની એપ્સને ડાઉનલોડ અને ઉપયોગ કરી શકો છો. તમારે આમાંથી કેટલીક એપ્સનો ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયન સિમ કાર્ડની અથવા ઓસ્ટ્રેલિયન સંપર્ક વિગતોની જરૂર પડી શકે છે.

અમે તમને તમારા ફોન પર એપ્સને 1 મહિના સુધી રાખવાની ભલામણ કરીએ છીએ, તમે કદાચ રાજ્ય છોડો ત્યાર પછી તમને એલર્ટ મળી શકે છે.

જો તમે એપનો ઉપયોગ કરી ન શકો અથવા કરવાનું પસંદ ન કરો તો સુનિશ્ચિત કરો કે તમે વૈકલ્પિક કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રણાલીથી કારોબારો અને સ્થળોમાં સાઇન કરો. 

રાજ્ય વિશિષ્ટ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્સ ડાઉનલોડ કરોઃ

જો તમે બીમાર હોય તો ઘરે રહો

જો તમે અસ્વસ્થ હોય તો તમારા રહેઠાણ સ્થળે રહો અને સલાહ માટે ડોક્ટરને ફોન કરો.

નેશનલ કોરોનાવાઇરસ અને કોવિડ-19 વેક્સિન હેલ્પલાઇનને 1800 020 080 પર ફોન કરો. ઓસ્ટ્રેલિયામાંથી ફોન વિના મૂલ્યે થાય છે. તમે દિવસમાં 24 કલાક, સપ્તાહમાં 7  દિવસ કોલ કરી શકો છો.

કુક આઇલેન્ડ્સમાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરવો

કુક આઇલેન્ડ્સમાં ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસ કરવા માટે તમારે નીચેની બાબતો કરવાની રહેશેઃ

 • ઇમિગ્રેશનની આવશ્યકતાઓ પૂરી કરવાની રહેશે
 • તમે દેશ છોડો તે પહેલા - ન્યુઝીલેન્ડમાં અથવા કુક આઇલેન્ડ્સમાં 14 સંપૂર્ણ દિવસ પસાર કરવા – તેનો અર્થ એ થાય છે કે તમે 15માં દિવસથી પ્રવાસ કરી શકો છો
 • તમે પ્રસ્થાન કરો તેના 14 દિવસ પહેલા કોવિડ-19નું પરીક્ષણ પોઝિટિવ હોવું ન જોઇએ. જો તમને એવું હોય તો હવે તમે કોઇ ચેપ ધરાવતા નથી એવી હેલ્થ પ્રેક્ટિશનર પાસેથી લેખિતમાં સલાહ ધરાવતા હોવા જોઇએ
 • કોવિડ-19 પરીક્ષણનાં પરિણામની રાહ જોતા ન હોવા જોઇએ.

તમે કુક આઇલેન્ડ્સમાં પહોંચો ત્યાર પછી

તમે કુક આઇલેન્ડ્સમાં હોય તે દરમિયાન તમારે પોતાને, તમારા વ્હાનાઉ અને સમુદાયોને કોવિડ-19થી સુરક્ષિત રાખવા માટે તમારે કેટલીક બાબતો કરવાની જરૂર છે, જેમાં સારી સ્વસ્છતાની પદ્ધત્તિ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનો સમાવેશ થાય છે.

કુક આઇલેન્ડ્સ સરકારની વેબસાઇટ પર વધુ માહિતી મેળવો (external link)

તમે જે સ્થળે ગયા હોય તેનો ટ્રેક રાખો

કુક આઇલેન્ડ્સ ન્યુઝીલેન્ડની પ્રણાલી કરતા અલગ પ્રણાલીનો ઉપયોગ કરે છે. તમારે નીચેની બાબતો કરવાની રહેશેઃ

 • કુકસેફ ક્યુઆર કાર્ડ માટે નોંધણી કરવાની અને તમે મુલાકાત લો એવા સ્થળોમાં તેને સ્કેન કરવા માટે તમારી સાથે તેને રાખવાનું રહેશે
 • કુકસેફ+ એપમાં બ્લ્યુટુથ ટ્રેસિંગ ચાલુ કરવાનું રહેશે.

કુકસેફ+ એપ અને ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપ એક સાથે કાર્ય કરે છે. એક એપનો ઉપયોગ કરીને તમારા ફોનમાંથી મોકલવામાં આવેલા અથવા લેવામાં આવેલા કોઇ બ્લ્યુટુથ કોડ્સ (અથવા ‘કી’) અન્યથી એક્સેસ થઈ શકે છે. એપ્સ એ સુનિશ્ચિત કરવા માટે એક સાથે કાર્ય કરે છે કે જો તમે કોવિડ-19નાં પરીક્ષણ પોઝિટિવ ધરાવતા અન્ય એપ વપરાશકારની નજીક આવ્યા હોય તો તમે એલર્ટ મેળવી શકો છો.

કુકસેફ ક્યુઆર કોડ અંગેની વધુ માહિતી (external link)

એપ સ્ટોર પર કુકસેફ+ એપ ડાઉનલોડ કરો (external link)

ગુગલ પ્લે પર કુકસેફ+ એપ ડાઉનલોડ કરો (external link)

જો તમે બીમાર હોય તો ઘરે રહો

કુક આઇલેન્ડ્સમાં હોવ ત્યારે જો તમે અસ્વસ્થ હોય તો તમારા રહેઠાણ સ્થળે રહો અને જો તમારી પાસે હોય તો ચહેરાનું આવરણ પહેરો. ઘરે જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરશો નહીં.

સલાહ માટે કુક આઇલેન્ડ્સનો 29667 પર હેલ્થલાઇનને ફોન કરો.

Last updated: