તમારા તમારિકીને કોવિડ-19થી રક્ષણ આપવું | Protecting your tamariki from COVID-19

5થી 11 વર્ષની વયના માટે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ.

માતા-પિતા તથા વાલીઓ સમક્ષ તેમના 5થી 11 વર્ષની વયના તમારિકીને કોવિડ-19 સામે રક્ષણ આપવાની તક છે, જે માટે તેમણે ફાઈઝર રસીના (પિડિયાટ્રિક) ફોમ્યુલેશન વડે તેમના બાળકને રસી અપાવવાની રહેશે.

તમારિકી માટે ઉપયોગમાં લેવાતી આ વેક્સિન એ ફાઈઝર રસીનું બાળકો માટેનું વર્ઝન છે, જેમાં હળવો ડોઝ અને એટલો જ જથ્થો હોય છે.

તમારિકીને સંપૂર્ણ રક્ષણ માટે બે ડોઝની જરૂર રહે છે. અમે બે ડોઝ વચ્ચે 8 સપ્તાહનું અંતર રાખવાની ભલામણ કરીએ છીએ. જરૂર પડ્યે આ અંતરને ઘટાડીને ઓછામાં ઓછા 21 દિવસનું કરી શકાય છે, ઉદાહરણ તરીકે તમારા બાળકનો ઈમ્યુનોસપ્રેસરન્ટ વડે ઉપચાર શરૂ કરાય તો.

રસીકરણના લાભો

રસીકરણ તમારિકીને સુરક્ષિત રાખવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમકે સૂર્ય સામે ચશ્મા પહેરવા અથવા સીટબેલ્ટ પહેરવો. આ રીતે તમારા તમારિકીને ઘણા ગંભીર રોગો સામે રક્ષણ મળે છે અને તમારા વનાઉ અને સમુદાયમાં રોગચાળો ફેલાતો અટકે છે.

ઓટેરોઆમાં, બાળકોને 12 રોગ સામેની રસી વિના મૂલ્યે મળે છે, જેમાં ઊંટાટિયા (પર્ટુસિસ), ઓરી અને પોલિયોનો પણ સમાવેશ થાય છે.

કોવિડ-19 સામેના રસીકરણના લાભો

5થી 11 વર્ષના તમારિકીના રસીકરણથી વનાઉ સભ્યોને સુરક્ષા મેળવવામાં મદદ મળે છે જેમનું આરોગ્ય તેમને કોવિડ-19નો ભોગ બનવા માટે જોખમી બનાવે છે.

કોવિડ-19 વાઈરસ અણધાર્યો બની શકે છે. કોવિડ-19ની સામાન્ય રીતે બાળકોમાં હળવી અસર જોવા મળે છે, પરંતુ તેના લક્ષણો શરદી જેવા જ હોવાને કારણે, અમુક બાળકો ગંભીર બિમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડી શકે છે. તમારિકીમાં મલ્ટિસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) જેવી જવલ્લે જોવા મળતી જટિલતા પણ હોઈ શકે છે જેની સાવચેતીપૂર્વકની સારવારની જરૂર પડી શકે છે. તમારિકીને કોવિડ-19ના હળવા કેસ બાદ પણ (લાંબા કોવિડ તરીકે ઓળખાતી) લાંબાગાળાની અસરો થઈ શકે છે.

પુખ્તોની જેમ જ, તમારા તમારિકીને કોવિડ-19 વાઈરસનું સંક્રમણ થાય તો તેમનામાંથી પણ અન્ય લોકોમાં તેના ચેપનો ફેલાવો થઈ શકે છે.

ફાઈઝર રસીની સુરક્ષા

5થી 11 વર્ષની વયના માટે ફાઈઝર રસી આ વય જૂથના બાળકોના ક્લિનિકલ પરીક્ષણમાંથી પસાર થઈ ચૂકી છે. સામાન્ય રીતે, નોંધાયેલી આડઅસરો હળવી, ખૂબ ઓછો સમય રહેનારી નોંધાઈ છે, અને આ આડઅસરો અન્ય સામાન્ય રસીથી જોવા મળે છે તેના જેવી જ હોય છે.

ફૂડ એલર્જી ધરાવનારા તમારિકી માટે પણ આ રસીની ભલામણ કરાય છે. અન્ય કેટલીક રસીઓથી વિપરીત, ફાઈઝર વેક્સિનમાં કોઈ ખાદ્યપદાર્થ, જીલેટિન અથવા લેટેક્સનો ઉપયોગ કરાતો નથી.

એલર્જીને કારણે આ રસી લેવા કોઈ વ્યક્તિ સક્ષમ ન હોય તો તે ફક્ત એવી જ વ્યક્તિ હોઈ શકે કે જેને ફાઈઝર રસીના અગાઉના ડોઝ અથવા આ રસીના કોઈ ઘટકને કારણે ગંભીર એલર્જીક રિએક્શન (એનાફિલેક્સિસ) આવ્યું હોય. બાળકો માટેની (પિડિયાટ્રિક) ફાઈઝર રસી અન્ય બાળપણની રસીઓની માફક જ સઘન મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકી છે. કોઈ ક્લિનિકલ પરીક્ષણને ટાળવામાં આવ્યું નથી અથવા તેની સુરક્ષાની ચકાસણીમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

તમારા તમારિકીને રસીકરણ માટે તૈયાર કરવું

 1. તમારું તમારિકી હળવાશ અનુભવે તે માટે તેને પ્રોત્સાહન આપો.
 2. સુનિશ્ચિત કરો કે તેઓ પાસે શું ખાવા અને પીવા માટે છે.
 3. એ ચકાસણી કરો કે તેઓ એવા કપડાં પહેરે છે જેથી તેમના હાથના કોણીથી ઉપરના ભાગને સરળતાથી જોઈ અને સ્પર્શી શકાય છે.

તેઓ કોઈ ખચકાટ અનુભવતા હોય, તો તેઓ એપોઈન્ટમેન્ટના સમયે કોઈ સામાન્ય રમકડાં અથવા ફોન જેવી વસ્તુ સાથે લઈ આવી શકે છે જેથી તેમનું ધ્યાન બીજે વાળી શકાય.

તમારા તમારિકીને અગાઉ કોઈ રસીકરણનું રિએક્શન આવ્યું હોય, તો તમારા રસી આપનારને આ અંગે જાણ કરો, તમારા વનાઉ ડોક્ટરની એપોઈન્ટમેન્ટ પહેલાં તેના વિશે વાકેફ કરો અથવા કોવિડ વેક્સિનેશન હેલ્થલાઈન - 0800 28 29 26 પર તાલીમ પામેલા સલાહકાર સાથે વાત કરો.

સંમતિ

માતાપિતા, વાલી અથવા કાનૂની વાલીએ એક જવાબદાર પુખ્ત વ્યક્તિ તરીકે તમારા બાળકની સાથે તેમની એપોઈન્ટમેન્ટ સમયે હાજર રહેવું તેમજ રસીકરણ માટે તેમની સંમતિ આપવી જરૂરી છે.

એપોઈન્ટમેન્ટ સમયે, બંને પુખ્તો અને બાળક ઈચ્છા મુજબ ગમે એટલા પ્રશ્નો કરી શકે છે.

આડઅસરો

કોઈ પણ રસીકરણની જેમ, તમારા બાળકને આ વેક્સિનમાં પણ ઈન્જેક્શનની જગ્યાએ સોજો આવીને ચકામું પડી શકે છે, પીડા થઈ શકે છે અથવા સોજો આવી શકે છે. અન્ય રિએક્શન પણ આવી શકે છે, જે સામાન્ય રીતે એક અથવા બે દિવસ રહે છે:

 • માથુ દુખવું
 • તાવ આવવો (શરીર ગરમ લાગવું)
 • ઉબકા (બિમાર હોવાની અનુભૂતિ), ઊલટી, ડાયેરિયા (ઝાડા) 
 • થાક
 • સામાન્ય બેચેની (ઠીક ન લાગવું, ચૂંક આવવી અને દુખાવો થવો).

આ બધું સામાન્ય છે અને આ દર્શાવે છે કે રસી કામ કરી રહી છે. આરામ કરવા પ્રોત્સાહન આપવું અને વિપુલ પ્રમાણમાં પ્રવાહી આપવાથી મદદ મળશે.

ફાઈઝર કોવિડ-19 રસીનું ગંભીર રિએક્શન ભાગ્યે જ જોવા મળે છે અને સામાન્ય રીતે રસીકરણની થોડીક મિનિટોમાં જ આવી જાય છે. આ કારણથી, ક્લિનિકલ સ્ટાફ દ્વારા નિરીક્ષણ માટે તમને અને તમારા બાળકને ઓબ્ઝર્વેશન વિસ્તારમાં રાખવામાં આવે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે આવી સ્થિતિમાં તેમને તબીબી સારવાર મળે.

ગંભીર એલર્જીક રિએક્શનના ચિહ્નોમાં સમાવેશ થાય છે:

 • શ્વાસ લેવામાં તકલીફ
 • ચહેરા અને ગળાના ભાગે સોજો 
 • ધબકારા વધી જવા 
 • આખા શરીર પર ચકામા પડી જવા 
 • મૂર્છા આવવી અને નબળાઈ લાગવી.

તમારા બાળકને આ પૈકી કોઈપણ ચિહ્નનો અનુભવ થતો હોવાનું તમારી જાણમાં આવે તો તાત્કાલિક ક્લિનિકલ સ્ટાફને આ અંગે જાણ કરશો. તમે રસીકરણના સ્થળ પર નથી, તો 111 પર કોલ કરો.

માયઓકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસ ભાગ્યે જ થાય છે પરંતુ તે ફાઈઝર રસીની અતિગંભીર આડઅસરો છે. ક્લિનિકલ પરીક્ષણમાં 5થી 11 વર્ષની વય વચ્ચેના બાળકોમાં આ પ્રકારના કોઈ કેસ જોવા નથી મળ્યા, પરંતુ રસીકરણ કરાવનારા તમામ વયના લોકોમાં જોવા મળતા ચિહ્નો વિશે વાકેફ હોવું મહત્ત્વપૂર્ણ છે. તમારા બાળકમાં રસીકરણના દિવસો અથવા સપ્તાહોમાં નીચેના ચિહ્નોમાંથી કોઈ પણ જોવા મળે, તો તાત્કાલિક જ તબીબી સહાયતા મેળવશો.

માયઓકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસના લક્ષણોઃ

 • અસુવિધા, શરીર ભારે લાગવું, તણાવ વધવો, અથવા છાતીમાં પીડા 
 • શ્વાસ લેવામાં તકલીફ 
 • ધબકારા વધી જવા, ગભરામણ અથવા હ્રદય ધક-ધક થવું
 • મૂર્છા આવવી, માથું ભમવું અથવા ધૂંધળું લાગવું.

બુક અથવા વોક ઈન

કોવિડ-19 રસીકરણ એ દરેક માટે નિઃશુલ્ક છે. 17 જાન્યુઆરીથી, માતાપિતા અથવા વાલીઓ તેમના તમારિકી સાથે વોક-ઈન ક્લિનિકમાં આવી શકે છે અથવા BookMyVaccine.nz (external link) નો ઉપયોગ કરીને તેમના સામાન્ય આરોગ્ય સેવા પૂરી પાડનારા, હોઉરા અથવા જનરલ પ્રેક્ટિસ પાસેથી રસીકરણ મેળવી શકે છે. સુનિશ્ચિત કરો કે તમે યોગ્ય વયમર્યાદાને પસંદ કરો છો.

તમે એક કરતા વધુ બાળક માટે બુક કરવા માગતા હોય અથવા તમે ઓનલાઈન બુક કરાવી શકતા ન હોય, તો તમે કોવિડ વેક્સિનેશન હેલ્થલાઈનને 0800 28 29 26 પર (સવારે 8-સાંજે 8, સપ્તાહના 7 દિવસ) કોલ કરી શકો છો અને અમે તમારા માટે બુકિંગ કરીશું અને કોઈ પણ પ્રશ્ન હશે તો તેનો જવાબ આપીશું.

દુભાષિયા ઉપલ્બ્ધ છે.

વિકલાંગતા ધરાવનારા તમારિકી

વિકલાંગતા ટીમ સોમવારથી શુક્રવાર, સવારે 8થી સાંજે 8 સુધી ઉપલબ્ધ છે. તેઓ તમારા વનાઉને સહાયતા કરશે અને તમારા માટે રસીકરણની એપોઈન્ટમેન્ટ બુક કરશે. તમારા બાળકને સેન્ટર સુધી પહોંચ, નિઃશુલ્ક પરિવહન વિકલ્પ, અથવા તમારા બાળક પર રસીની કોઈ આડઅસર હોવા સહિતની કોઈ પણ જરૂરિયાત વિશે તમને જે પણ પ્રશ્ન હશે તેના તેઓ જવાબ આપશે.

વધુ માહિતી માટે

વધુ માહિતી તેમજ સંશોધન માટેની લિંક માટે, મુલાકાત લો:

રસી વિશે કોઈ પ્રશ્ન છે?

કોવિડ વેક્સિનેશન હેલ્થલાઈન અંગે તાલીમ પામેલા સલાહકાર સાથે વાત કરો– 0800 28 29 26 સવારે 8-સાંજે 8, સપ્તાહના 7 દિવસ.

તમારા તમારિકીને કોવિડ-19થી રક્ષણ આપવું | Protecting your tamariki from COVID-19 [PDF, 1.4 MB]

Last updated: at