તમારા બાળકનું ફાઇઝર વેક્સિનેશન કરાવ્યા પછી | After your child’s Pfizer vaccination

બધી દવાની જેમ, ફાઇઝર વેક્સિનના કારણે અમુક બાળકોમાં આડઅસર થઇ શકે છે. આ શરીરનો સામાન્ય પ્રતિભાવ છે અને દર્શાવે છે કે વેક્સિન કામ કરી રહી છે.

રસીકરણ તમારિકીને સુરક્ષિત રાખવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જેમકે સૂર્ય સામે ચશ્મા પહેરવા અથવા સીટબેલ્ટ પહેરવો. તે ઘણી ગંભીર બીમારીથી બાળકોનું રક્ષણ કરે છે અને તમારા પરિવાર તેમજ સમુદાયમાં બીમારીને ફેલાતી અટકાવે છે.

કોવિડ-19 સામે સંપૂર્ણ રોગપ્રતિકારકતા માટે બાળકને ચાઇલ્ડ ફાઇઝર વેક્સિનના બે ડોઝ લેવાની જરૂર પડે છે. બે ડોઝ 8 અઠવાડિયામાં આપવામાં આવે છે. બે ડોઝ વચ્ચેનો અંતરાલ જો જરૂર હોય તો ઓછામાં ઓછા 21 દિવસ સુધી ટુંકાવી શકાય છે, જેમકે, જો તમારું બાળક મહત્વપૂર્ણ ઇમ્યુનો સપ્રેશન સારવાર શરૂ કરવાનું હોય.

5 થી11 વર્ષના બાળકો માટેની ફાઇઝર વેક્સિન આ વયજૂથના બાળકોમાં કરવામાં આવેલા ક્લિનિકલ પરીક્ષણોમાંથી પસાર થયેલી છે અને સામાન્યપણે, તેના કારણે નોંધાયેલી આડઅસરો ખૂબ જ હળવી છે અને તે લાંબો સમય રહેતી નથી તેમજ અન્ય નિયમિત વેક્સિનની માફક જ આડઅસરો ધરાવે છે.

સંભવિત આડઅસરો

બધી દવાની જેમ, તમારા બાળકને ફાઇઝર વેક્સિનેશન કરાવ્યા પછી 1-2 દિવસ સુધી હળવી આડઅસરોનો અનુભવ થઇ શકે છે. આ સામાન્ય છે અને તેમનું શરીર વાઇરસ સામે લડવાનું શીખતું હોય છે.

મોટાભાગની આડઅસરો લાંબા સમય સુધી રહેતી નથી અને તેનાથી દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડતી નથી. જો તમારા બાળકને કોઇ આડઅસર ના થાય તો એ પણ સારું જ છે, આવી સ્થિતિમાં પણ વેક્સિન કામ કરે જ છે.

સર્વસામાન્ય રીતે નોંધાયેલા રીએક્શનો આ મુજબ છેઃ

 • ઇન્જેશનની જગ્યાએ દુખાવો અથવા સોજો/લાલાશ
 • થાક કે સુસ્તી લાગવી
 • માથુ દુખવું
 • સ્નાયુઓમાં દુખાવો અને/અથવા સાંધામાં દુખાવો
 • ઠંડી/તાવ
 • ઉબકા

જો તમારા બાળકને અસ્વસ્થતા લાગતી હોય તો તમે:

 • થોડા સમય માટે ઇન્જેક્શનની જગ્યાએ ઠંડું, ભીનું કપડું અથવા આઇસ પૅક મૂકો.
 • ખાતરી કરો કે તે આરામ કરે અને ખૂબ માત્રામાં પ્રવાહી લે
 • પ્રથમ સહાય તરીકે પેરાસિટામોલ આપો અથવા જો લક્ષણો એકધારા ચાલુ રહે તો આઈબુપ્રોફેન આપો
 • જો તમારા બાળકના લક્ષણો વધારે ખરાબ થઇ રહ્યા છે કે નહીં તે અંગે તમને ખાતરી ન હોય તો તમારા હેલ્થકેર પ્રોફેશનલની સલાહ માંગો અથવા 0800 358 5453 પર હેલ્થલાઇનનો સંપર્ક કરો

એલર્જીક પ્રતિક્રિયાઓ

ગંભીર એલર્જિક રિએક્શન કે પ્રતિક્રિયા જોવા મળી શકે છે પરંતુ તે ભાગ્યે જ હોય છે. ન્યૂ ઝીલેન્ડના વેક્સિનેટર્સ તેનું સંચાલન કરવા તાલિમબદ્ધ હોય છે. જો તમારા બાળકને અસ્વસ્થતા લાગતી હોય અથવા તમને કોઇ ચિંતા હોય તો તમારા વેક્સિનેટરને જાણ કરો, કારણ કે વેક્સિનેશન પછી ગંભીર એલર્જિક રીએક્શન ઝડપથી જોવા મળી શકે છે. આ રીતે તમારા બાળકનું વેક્સિનેશન કરાવ્યા પછી 15 મિનિટ સુધી તેને દેખરેખમાં રાખો.

મેડિકલ સહાયતા માંગો

કેટલીક આડઅસરો વધારે ગંભીર છે પરંતુ તે ભાગ્યે જ જોવા મળે છે, જેમ કે ગંભીર એલર્જિક રીએક્શન અથવા હ્રદયમાં બળતરા (માયોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ)

માયઓકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસ ભાગ્યેજ થાય છે પરંતુ તે ફાઈઝર રસીની અતિગંભીર આડઅસરો છે. ક્લિનિકલ પરીક્ષણમાં 5થી 11 વર્ષની વય વચ્ચેના બાળકોમાં આ પ્રકારના કોઈ કેસ જોવા મળ્યા નથી, પરંતુ રસીકરણ કરાવનારા તમામ વયના લોકોમાં જોવા મળતા ચિહ્નો વિશે વાકેફ હોવું મહત્ત્વપૂર્ણ છે.

જો તમારા બાળકમાં આવા નવા લક્ષણો જોવા મળે છે તો, તમે મેડિકલ સલાહ માંગી શકો છો, ખાસ કરીને આ લક્ષણો જો જતા ન હોય તો:

 • તમારી છાતી અથવા ગરદનમાં તણાવ, ભારે લાગવું, અસ્વસ્થતા લાગવી અથવા દુખાવો થવો
 • શ્વાસોચ્છવાસમાં તકલીફ અથવા તમારો શ્વાસ ના લઇ શકો
 • ચક્કર આવવા અથવા બધુ ભમતુ હોય તેવું લાગવું અથવા માથુ હળવું જવું
 • હ્રદય ફફડવું, ઝડપથી ચાલવું અથવા ધબકવું અથવા ‘ધબકારા છુટી જાય’ એવું લાગવું. 

રીએક્શનની જાણ કરવી

તમારા બાળકને કોવિડ-19નું વેક્સિનેશન કરાવ્યા પછી કોઇપણ રીએક્શન થાય તો તમે અમને જાણ કરો તે મહત્વપૂર્ણ છે જેથી અમે રસીની સલામતી ટ્રેક કરી શકીએ.

તમારા બાળકને થતી કોઇપણ આડઅસર અંગે તમે report.vaccine.covid19.govt.nz (external link) પર જાણ કરી શકો છો અથવા તમારા હેલ્થકેર પ્રોવાઈડર સાથે તમે આડઅસરો અંગે ચર્ચા કરવા માંગતા હોવ તો તેમને જણાવી શકો છો. અહેવાલ રજૂ કરવા માટે તમારે એ ચોક્કસ હોવાની જરૂર નથી કે વેક્સિનના કારણે જ રીએક્શન થયું છે.

તમારા બાળકની કોવિડ-19 વેક્સિનેશનની એપોઇન્ટમેન્ટ પછી તમને ટેક્સ્ટ મેસેજ આવી શકે છે જેમાં તમને કોઇપણ રીએક્શન અંગે ટૂંકો સરવે પૂરો કરવાનું કહેવામાં આવશે. સરવેમાં ભાગ લેવાથી ન્યૂઝીલેન્ડમાં વેક્સિન વિશે વધુ જાણવામાં અમને મદદ મળી રહેશે. સરવે વૈકલ્પિક છે અને તમે કોઇપણ સમયે તેમાંથી બહાર નીકળી શકો છો. તમે વિનામૂલ્યે ટેક્સ્ટનો જવાબ આપી શકો છો. સરવે વિશેની વધુ માહિતી Medsafe.govt.nz/COVID-safety-reporting/ (external link)

પર મળી શકે છે. જો તમારા બાળકના લક્ષણો અંગે તમને ખાતરી ના હોય તો 0800 358 5453 પર હેલ્થલાઇનને કૉલ કરો.

જો તમને તમારા બાળકની સલામતી અંગે તાત્કાલિક કોઇ ચિંતા હોય તો 111 પર કૉલ કરો અને ખાતરીપૂર્વક તેમને જાણ કરો કે તમારા બાળકે કોવિડ-19 વેક્સિનેશન કરાવ્યું છે જેથી તેઓ યોગ્ય રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકે છે.

વેક્સિન આપણને સુરક્ષિત રાખે છે

વેક્સિન તમામ ઉંમરના લોકોને ઓરી અને તાવ જેવી ચેપી બીમારી સામે રક્ષણમાં મદદ કરે છે. તમારા હેલ્થકેર સેવા આપનાર સાથે ચર્ચા કરીને ચકાસો કે તમે અને તમારો પરિવાર તમારા વેક્સિનેશનથી અપ ટુ ડેટ છો કે નહીં.

બિન-કોવિડ-19 વેક્સિન જેમકે ઓરી, ગાલપચોળા, રુબેલાના ટાઇમિંગ અંગે ચિંતા નથી; તમારે આ વેક્સિનેશનમાં વિલંબ કરવાની જરૂર નથી.

વધુ માહિતી માટે health.govt.nz/immunisation  (external link)ની મુલાકાત લો.

Last updated: at