એનઝેડ પાસ વેરીફાયર (ખરાઇ કરવાની) એપ | NZ Pass Verifier app

એનઝેડ પાસ વેરીફાયર એ નિ:શુલ્ક એપ છે, જેનો ધંધાઓ, કાર્યક્રમો અને મેળાવડાઓ રસીનો પાસ સ્કેન કરવા ઉપયોગ કરી શકે છે.

એનઝેડ પાસ વેરીફાયર એપ વિષે

એનઝેડ પાસ વેરીફાયર એપનો ઉપયોગ લોકોની રસીકરણ સ્થિતિ તપાસવા કરી શકાય છે.

શરૂઆતમાં એપ ડાઉનલોડ કરવા અને પહેલું સ્કેન કરવા ઇન્ટરનેટની જરૂર છે. ત્યાર પછી એનઝેડ પાસ વેરીફાયર એપ રસીનો પાસ ઇન્ટરનેટ જોડાણ વગર સ્કેન કરી શકશે, પરંતુ તે બધા જ પ્રમાણિત રસીના પાસ પુષ્ટી કરી શકે છે તે સુનિશ્ચિત કરવા, તેને નિયમિતરૂપે ઇન્ટરનેટથી જોડવી જોઇએ.

તમે એનઝેડ પાસ વેરીફાયરનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્રો સ્કેન કરવા કરી શકો નહિં.

COVID-19 પ્રોટેક્શન ફ્રેમવર્ક વિષે માહિતી મેળવો

My Vaccine Pass (મારો રસીનો પાસ) વિષે જાણો

એપ સ્ટોર દ્વારા એપ ડાઉનલોડ કરો (external link)

ગુગલ પે દ્વારા એપ ડાઉનલોડ કરો (external link)

NZ Pass Verifier (એનઝેડ પાસ વેરીફાયર) એપનો ઉપયોગ કરવો

એકવાર તમે એપ ડાઉનલોડ કરી દો અને ઉપયોગની શરતો સ્વીકારી લો પછી તમારે:

1. કેમેરાના ઉપયોગને મંજૂરી આપવી પડશે

NZ Pass Verifier (એનઝેડ પાસ વેરીફાયર)એપને કેમેરાના ઉપયોગની મંજૂરીની જરૂર છે, જેથી તે મારો રસીનો પાસ ક્યુઆર કોડ સ્કેન કરી શકે. તમે સ્કેન કરવાનું શરૂ કરશો ત્યારે એપ આ પરવાનગી માટે વિનંતી કરશે.

2. મારો રસીનો પાસ સ્કેન કરવા

પાસ સ્કેન કરવા, મોટું ‘Scan’ (સ્કેન) બટન દબાવો. આમ કરવાથી સ્કેનનું પૃષ્ઠ ખૂલશે.

તમારો ફોન પાસના ક્યુઆર કોડ પર ધરો જેથી તે તમારા ફોનના સ્ક્રીનના લક્ષ્યાંક વિસ્તારમાં આવે.

સ્કેન કરેલ પ્રમાણભૂત પાસ, લીલા ખરાના નિશાન અને શબ્દ ‘valid’ (પ્રમાણભૂત) સાથે જે તે વ્યક્તિનું નામ અને જન્મ તારીખ (રસીના પાસ પર દર્શાવ્યા મુજબ) દર્શાવશે.

જો એનઝેડ વેક્સીન પાસ પ્રમાણભૂત નહિં હોય તો, એપ તમને કહેશે કેમ નથી. તેનું કારણ નીચેનામાંથી હોય શકે છે:

  • પાસ રદબાતલ થયેલ છે, અથવા
  • ક્યુઆર કોડની પુષ્ટિ શક્ય નથી.

બીજો પાસ સ્કેન કરવા, ‘Scan again’ (ફરીથી સ્કેન કરો) બટન દબાવો અથવા પરિણામના પૃષ્ઠને કાઢી નાંખવા નીચેની તરફ ઝડપથી સરકાવો.

પાસ સ્કેન કરવાથી જે તે વ્યક્તિનું સંપૂર્ણ રસીકરણ થયેલ છે કે નહિં તે તમને જણાશે નહિં - તે ફક્ત તમને એટલું જ જણાવશે કે, તેઓ રસીકરણની જરૂરિયાતો પૂરી કરે છે કે નહિં તે કહેશે. આનાથી જે લોકો તબીબી કારણોસર રસી લઇ શકે તેમ નથી, તેમની ગોપનીયતા જળવાશે. વ્યક્તિ ક્યાં તો સંપૂર્ણ રસીકરણ પામેલ હોય શકે છે અથવા તબીબી રીતે મુક્ત હોય શકે છે (ન્યુઝીલેન્ડના અત્યંત ઓછા લોકોને મુક્તિ મળશે).

તકનીકી સહાય

જો તમને એપ વિષે મદદની જરૂર હોય તો, તમે આરોગ્ય ખાતામાં તેની ખાસ ટુકડીને સંપર્ક કરી શકો છો.

ઇમેલ: VerifierTechHelp@mycovidrecord.min.health.nz

ફોન 0800 800 606

Last updated: at