મારો રસીનો પાસ | My Vaccine Pass

My Vaccine Pass (મારો રસીનો પાસ) એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં દેશની અંદર ઉપયોગમાં લેવા માટેની COVID-19 રસીકરણની અધિકૃત નોંધ છે.

રસીકરણની આવશ્યકતાઓ

My Vaccine Passes (મારો રસીનો પાસ) ની પણ હવે જરૂર નથી. જો કે, વ્યવસાયો તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે.

કેટલાક ક્ષેત્રો માટે Government રસીના આદેશો યથાવત છે કારણ કે આ વિસ્તારોમાં કામદારોનો કોવિડ-19 (COVID-19) થી ગંભીર બીમારી થવાનું જોખમ ધરાવતા લોકો સાથે અવારનવાર સંપર્ક થતો રહે છે, અથવા કોવિડ-19 (COVID-19) ના સંપર્કમાં આવવાનું જોખમ વધારે છે.

રસીકરણ અને કામ

My Vaccine Pass (મારો રસીનો પાસ) વિષે

મારો રસીનો પાસ ક્યુઆર કોડ છે કે જે તમારા રસીકરણની સ્થિતિ સાબિત કરવા ઉપયોગમાં લઇ શકાય છે. તે પુરાવાનું એકમાત્ર સ્વીકૃત સ્વરૂપ છે. તમારા રસીકરણ પછી તમને મળેલું જાંબલી રંગનું રસીકરણ કાર્ડ અથવા તમારા રસીકરણની પુષ્ટિ કરતો પત્ર તમારા રસીકરણની સ્થિતિના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહિં.

૧૨ વર્ષ અને ૩ મહિનાથી નાની ઉંમરના લોકોએ રસીકરણનો પુરાવો દર્શાવવાની જરૂર નથી.

COVID-19 પ્રોટેક્શન ફ્રેમવર્ક વિષે માહિતી મેળવો

જો નીચેનું લાગુ પડતું હોય તો, તમે વેક્સીન પાસ મેળવવા વિનંતી કરી શકો છો:

 • તમે ૧૨ વર્ષ અને તેથી વધુ ઉંમરના હોવ અને ન્યુઝીલેન્ડમાં ફાઇઝર COVID-19 રસીના બે ડોઝ લીધા હોય.
 • વિદેશમાં, માન્યતા પ્રાપ્ત રસીથી (external link) રસીકરણ કરાવ્યું હોય.
 • ન્યુઝીલેન્ડમાં એસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝ લીધા હોય.
 • તબીબી મુક્તિ મેળવી હોય.

તમારા વેક્સીન પાસમાં તમારું નામ, જન્મ તારીખ અને ક્યુઆર કોડ હશે. તમે તેને ફોન જેવા ડીજીટલ ઉપકરણમાં રાખી શકો છો અથવા કાગળ પર નકલ છાપી શકો છો.

તમારો પાસ તેની જારી કર્યા તારીખના છ મહિના પછી રદબાતલ થશે.

વેક્સની પાસ કેવી રીતે મેળવવો

વેક્સીન પાસ મેળવવાનો સૌથી ઝડપી રસ્તો My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) વેબસાઇટ દ્વારા છે. તમારા પાસ માટે વિનંતી કરતાં ફક્ત થોડી મિનિટો જ લાગે છે અને તે તમને ૨૪ કલાકમાં ઇમેલ મારફતે મોકલવામાં આવશે.

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) માટે કઇ રીતે સાઇનઅપ કરવું તે જાણો

એકવાર તમે My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) માટે સાઇનઅપ કરો, પછી:

 1. લોગ ઇન કરો.
 2. ‘Passes and certificates’ (પાસ અને પ્રમાણપત્ર) વિભાગમાં, ‘Request pass or certificate’ (પાસ અથવા પ્રમાણપત્ર માટે વિનંતી કરો) પસંદ કરો.
 3. ‘Select a pass or certificate’ (પાસ અથવા પ્રમાણપત્ર પસંદ કરો) પૃષ્ઠ ખૂલશે. ‘My Vaccine Pass’ (મારો વેક્સીન પાસ) પસંદ કરો અને પછી ‘Continue’ (ચાલુ રાખો) પસંદ કરો.
 4. ‘Your details’ (તમારી માહિતી) પૃષ્ઠ પર તમારો વેક્સીન પાસ જ્યાં મોકલવાનો હોય તે ઇમેલ એડ્રેસ નાંખો અને ‘Request pass’ (પાસ માટે વિનંતી) પસંદ કરો.
 5. પુષ્ટી કરતું પૃષ્ઠ આવશે.
 6. તમારા પાસ સાથેનો એક ઇમેલ તમને ૨૪ કલાકમાં મળી જવો જોઇએ.
 7. જ્યારે તમને ઇમેલ મળે ત્યારે, ‘Add to Apple Wallet’ (એપલ વોલેટમાં ઊમેરો) અથવા ગુગલ પે માટે, ‘Save to phone’ (ફોનમાં સેવ કરો) બટન પર ક્લીક કરીને તમે પાસ તમારા ફોનમાં રાખી શકો છો. અથવા તમે ડાઉનલોડ કરીને તેની પીડીએફ નકલ છાપી શકો છો.

જો તમે મારો કોવિડ રેકોર્ડ પર ના જઇ શકો અથવા જો તમે કોઇના વતી પાસ માટે વિનંતી કરતાં હોવ તો, આરોગ્ય ટુકડી ખાતાને ઇમેલ અથવા ફોન દ્વારા સંપર્ક કરો.

ઇમેલ: help@mycovidrecord.min.health.nz
ફોન: 0800 222 478 (સોમવારથી શુક્રવાર, સવારના ૮થી સાંજના ૫)

જો તમે અન્ય દેશમાં રસી મેળવી હોય તો

તમારા વિદેશી રસીકરણ નોંધણીને ન્યુઝીલેન્ડના કોવિડ રસીકરણ નોંધણી પત્રક (સીઆઇઆર) માં ઉમેરવા તમારે આરોગ્ય ખાતાને અરજી કરવી પડશે. વેક્સીન પાસ મેળવતા પહેલાં તમારે આમ કરવું પડશે.

વિદેશી COVID-19 રસીકરણો અને પ્રમાણપત્રો વિષે જાણો (external link)

મુક્તિ કોણ મેળવી શકે છે?

જો તબીબી કારણોસર તમે ફાઇઝર રસી લઇ શકો તેમ ન હોવ તો, તમારો રસીનો પાસ મેળવવા મુક્તિ પ્રક્રિયા છે. તમારે તમારા ડૉક્ટર જોડે વાત કરવી પડશે અને તે તમારા વતી અરજી કરશે.

મુક્તિઓ અને પ્રમાણપત્રો વિષે વધુ માહિતી મેળવો (external link)

Last updated: at