મારો કોવિડ રેકોર્ડ | My Covid Record

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) વેબસાઇટનો ઉપયોગ કરવા વિશે જાણો, જ્યાં તમે તમારા કોવિડ-19 (COVID-19) -રેકોર્ડ્સ વિશેની માહિતી મેળવી શકો છો.

સરનામું mycovidrecord.health.nz (external link) છે અને તે કોઈપણ લેપટોપ, ડેસ્કટોપ અથવા સ્માર્ટ ફોન પર કામ કરશે.

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) વિશે જાણો

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) એક વેબસાઇટ છે કે જે તમને તમારા કોવિડ-19 (COVID-19) રસીકરણ નોંધ જોવા દે છે. આ વેબસાઇટ મારફતે તમે નીચેનું મંગાવી શકો છો:

 • તમારા કોવિડ-19 (COVID-19) રસીકરણ રેકોર્ડ નકલની વિનંતી કરો - તેમાં બેચ નંબર, ડોઝ નંબર, રસીનું નામ અને ઉત્પાદક, અને કોઈપણ વિદેશી રસીકરણ શામેલ છે જે તમે વિનંતી કરી છે તે તમારા આરોગ્ય રેકોર્ડમાં ઉમેરવામાં આવે. જો તમને કોઈ બીજા માટે આની જરૂર હોય, તો 0800 222 478 પર કોલ કરો.
 • MyVaccine Pass (મારો રસીનો પાસ) ની વિનંતી - જે એઓટેરાઓ ન્યુઝિલેન્ડમાં ઉપયોગ માટે તમારા કોવિડ-19 રસીકરણ સ્થિતિની અધિકૃત નોંધ છે. તમે તમારા માટે અથવા બીજા કોઈ માટે વિનંતી કરી શકો છો.
 • International Travel Vaccination Certificate (આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર) - વિદેશમાં તમારી રસીકરણની સ્થિતિ સાબિત કરવા. તમે તમારા માટે અથવા બીજા કોઈ માટે વિનંતી કરી શકો છો.
 • તમારા કોવિડ-19 (COVID-19) પરીક્ષણના પરિણામો જુઓ
 • તમારા રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના પરિણામો અપલોડ કરો તમે તમારા માટે અથવા અન્ય કોઈ માટે પરીક્ષણનું પરિણામ ઉમેરી શકો છો.

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) માટે કેવી રીતે સાઇન અપ કરવું

ન્યુઝીલેન્ડમાં 12 વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ વ્યક્તિ My Covid Recordનો ઉપયોગ કરવા માટે સાઇન અપ કરી શકે છે: તમારો My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) લોગિન અને પાસવર્ડ અન્ય કોઈ સાથે શેર કરશો નહીં.

 1. mycovidrecord.health.nz (external link) જાઓ અને સાઇન અપ દબાવો અથવા ક્લિક કરો. આ My Health Account (મારું આરોગ્ય ખાતું) બનાવવાની પ્રક્રિયા શરૂ કરે છે - આ તમને તમારી આરોગ્ય માહિતીને ઓનલાઈન ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. એકાઉન્ટ બનાવવા માટે તમારે તમારા પોતાના ઈમેલ સરનામાની જરૂર પડશે. એકાઉન્ટ કોઈપણ રીતે ચકાસી શકાય છે;
  • ન્યુઝીલેન્ડનું ડ્રાયવર્સ લાયસન્સ, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અથવા નાગરિકતા પ્રમાણપત્ર અથવા ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર
  • તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાની વિગતો દાખલ કરો
  • પહેલેથી ચકાસાયેલ રીઅલ મી એકાઉન્ટ
 2. તમારા My Health Account (મારું આરોગ્ય ખાતું ના વપરાશકર્તાનામ અને પાસવર્ડ અથવા તમારા રીઅલ મી લોગિન ઇન અને પાસવર્ડનો ઉપયોગ કરીને My Covid Record (માય કોવિડ રેકોર્ડ) માં લોગ ઇન કરો.
 3. એકવાર તમે My Covid Record (માય કોવિડ રેકોર્ડ)માં સફળતાપૂર્વક સાઇન ઇન કર્યા પછી, તમે તમારા કોવિડ-19 (COVID-19) રેકોર્ડ્સ જોઈ શકો છો.

જો તમને તમારા રેકોર્ડ્સ વિશે કંઈપણ ખોટું લાગે છે, તો તમે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો જેને વિગતોમાં ફેરફાર ફોર્મ કહેવામાં આવે છે, અથવા તમે help@mycovidrecord.min.health.nz ઇમેઇલ કરી શકો છો

જો તમને અન્ય કોઈ માટે પાસ અથવા રેકોર્ડની વિનંતી કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે આ પર ફોન કરી શકો છો: 0800 222 478 (સવારે 8 થી સાંજના 5, સોમવારથી શુક્રવાર)

જો તમને અન્ય કોઈ વ્યક્તિ માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ લોડ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે આ પર ફોન કરી શકો છો: 0800 555 728 (સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી, સોમવારથી શુક્રવાર)

Last updated: at