આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર | International Travel Vaccination Certificate

જ્યારે વિદેશની મુસાફરી પર હોવ ત્યારે તમારા COVID-19 રસીકરણ સ્થિતિનો પૂરાવો કેવી રીતે બતાવશો તે જાણો.

આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર વિષે

૧૨ વર્ષથી વધુ ઉંમરના કોઇપણ વ્યક્તિ કે જેણે ન્યુઝીલેન્ડમાં COVID-19 રસીનો કોઇ પણ ડોઝ લીધો હોય તે આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર મેળવવા વિનંતી કરી શકે છે.

આ પ્રમાણપત્રો ઇયુ ડીજીટલ કોવિડ પ્રમાણપત્ર ધોરણો પ્રમાણે માન્ય છે. અમુક દેશોમાં જુદી આવશ્યક્તાઓ હોય શકે છે. મુસાફરી કરતાં પહેલાં, તમે મુસાફરી કરી રહ્યા છો તે દેશની આવશ્યક્તાઓ જાણી લેશો.

તમે ઇચ્છી રહ્યા છો તે દેશમાં પ્રવેશ મેળવવા જરૂરી બધી જ દેશાંતર પ્રક્રિયાઓનું પણ તમારે પાલન કરવું પડશે. વધારાનાં પગલાં, જેમકે પ્રસ્થાન પહેલાં નકારાત્મક પરિણામ મેળવવું પણ આવશ્યક હોય શકે છે.

તમારા આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર પર એક ક્યુઆર કોડ હશે, જે તમે મુસાફરી કરતાં હોવ ત્યારે સ્કેન કરી શકાશે. તમે ન્યુઝીલેન્ડમાં કરાવેલ COVID-19 રસીકરણની માહિતી તેમાં હશે. તમે આ પ્રમાણપત્રને તમારા ફોન જેવા ડીજીટલ ઉપકરણ પર સાચવી શકો છો અથવા તેની નકલ કાગળ પર છાપી શકો છો. આ પ્રમાણપત્ર ૧૨ મહિના માટે માન્ય રહેશે.

તમારા આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર પર દર્શાવેલ વિગતો તમારા પાસપોર્ટને મળતી હોવી જોઇએ. જ્યારે તમે પ્રમાણપત્ર મેળવવા વિનંતી કરો ત્યારે તમે તમારી વ્યક્તિગત માહિતી તપાસી શકો છો.

પ્રમાણપત્ર માટે વિનંતી કરવી ઝડપી અને સરળ છે. ૨૪ કલાકની અંદર તમારું પ્રમાણપત્ર તમને ઇમેલ કરવામાં આવશે. તમારું પ્રમાણપત્ર મેળવવાનો સૌથી ઝડપી રસ્તો મારા કોવિડ રેકોર્ડ (My Covid Record) દ્વારા છે.

મદદ અથવા સહાય માટે, આરોગ્ય ટુકડી ખાતા (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ટીમ)નો ઇમેલ અથવા ફોન દ્વારા સંપર્ક કરો.

ઇમેલ: help@mycovidrecord.min.health.nz
ફોન: 0800 222 478 (સોમવારથી શુક્રવાર, સવારના ૮થી સાંજના ૫)

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) વિષે જાણો

આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

  1. My Covid Record (મારો કોવિડ રેકોર્ડ)માં લોગ ઇન કરો.
  2. ‘Passes and certificates’ (પાસ અને પ્રમાણપત્રો) વિભાગમાં, ‘Request pass or certificate’ (પાસ અથવા પ્રમાણપત્ર માટે વિનંતી કરો) પસંદ કરો.
  3. Select pass or certificate' (પાસ અથવા પ્રમાણપત્ર પસંદ કરો) પૃષ્ઠ ખૂલશે. ‘International certificate’ (આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર) પસંદ કરો અને પછી ‘Continue’ (ચાલુ રાખો) પસંદ કરો.
  4. ‘Your details’ (તમારી વિગતો)ના પૃષ્ઠ પર, તમારો વેક્સીન પાસ મોકલવાનો હોય તે ઇમેલ એડ્રેસ નાંખો અને Request certificate (પ્રમાણપત્ર માટે વિનંતી) પસંદ કરો.
  5. માહિતીની પુષ્ટિ કરતું પૃષ્ઠ આવશે.
  6. તમારા આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર સાથે એેક ઇમેલ તમને ૨૪ કલાકમાં મળી જવો જોઇએ.
  7. જ્યારે તમને ઇમેલ મળે ત્યારે, ‘Add to Apple Wallet’ (એપલ વોલેટમાં ઊમેરો) અથવા ગુગલ પે માટે, ‘Save to phone’ (ફોનમાં સેવ કરો) બટન પર ક્લીક કરીને તમે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર તમારા ફોનમાં રાખી શકો છો. અથવા તમે ડાઉનલોડ કરીને તેની પીડીએફ નકલ છાપી શકો છો.

જો તમે વિદેશમાં રસી લીધી હોય તો

જો તમારું રસીકરણ ન્યુઝીલેન્ડમાં થયું હોય તો જ, તમે આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર મેળવી શકો છો.

જો તમે COVID-19 રસી વિદેશમાં લીધી હોય તો, ન્યુઝીલેન્ડની બહાર મુસાફરી કરવા તમારે તે દેશમાંથી પ્રમાણપત્ર મંગાવવું જોઇએ.

જો તમે બંને ડોઝ વિદેશમાં લીધા હોય તો, તમે આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર ન્યુઝીલેન્ડમાંથી મેળવી શકશો નહિં.

Last updated: at