Pfizer (ફાઇઝર) રસી | The Pfizer vaccine

Pfizer (ફાઇઝર) રસી અને તમે રસી કેવી રીતે કરાવો તે વિષે જાણો.

Pfizer (ફાઇઝર) રસી વિષે

ન્યુઝીલેન્ડમાં અમે ઉપયોગ કરી રહ્યા છીએ તે મુખ્ય કોવિડ-19 (COVID-19) રસી Pfizer(ફાઇઝર)-BioNTech દ્વારા બનાવવામાં આવે છે. તેને તેના બ્રાન્ડના નામ Comirnaty (કોમિર્નેટી)થી પણ ઓળખવામાં આવે છે.

તે એક એમઆરએનએ-આધારિત (મેસેન્જર રીબોન્યુક્લિઇક એસિડ) રસી છે. તે કોઈ જીવંત, મૃત કે નિષ્ક્રિય કરેલ વાઇરસ ધરાવતી નથી. તે તમારા ડીએનએ અથવા રંગસૂત્રોને અસર કરતી કે તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી નથી.

તે મફત છે અને ન્યૂઝીલેન્ડમાં 5 વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક લોકો માટે ઉપલબ્ધ છે.

5 થી 11 વર્ષના બાળકો માટે ઉપયોગમાં લેવાતી રસી એ Pfizer (ફાઇઝર) રસી બાળકો માટેનું વર્ઝન છે જે ઓછા પ્રમાણમાં ડોઝ અને ઓછા જથ્થામાં હોય છે.

5-11 વર્ષના બાળકો માટે રસીકરણ વિશે વધુ જાણો

ડોઝ વચ્ચેનો સમય

 • 18 વર્ષ અને તેથી વધુ: તમારે ઓછામાં ઓછા 3 અઠવાડિયાના અંતરે રસીના બે ડોઝ લેવા જરૂરી છે. તમે પ્રથમ વેક્સિનેશન કરાવ્યું હોય ત્યારથી ઓછામાં ઓછા 3 મહિના વીતી ગયા હોય તો તમારે બૂસ્ટર ડોઝ લેવાની પણ જરૂર પડશે.
 • 16 અને 17 વર્ષની ઉંમર: તમારે ઓછામાં ઓછા 3 અઠવાડિયાના અંતરે રસીના બે ડોઝ લેવાની જરૂર છે. તમે પ્રથમ રસીકરણ કરાવ્યું હોય ત્યારથી ઓછામાં ઓછા 6 મહિના વીતી ગયા હોય તો તમારે બૂસ્ટર ડોઝ લેવાની પણ જરૂર પડશે.
 • 12 થી 15 વર્ષની ઉંમર: તમારે ઓછામાં ઓછા 3 અઠવાડિયાના અંતરે રસીના બે ડોઝ લેવાની જરૂર છે. હાલમાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ નથી.
 • 5 થી 11 વર્ષની ઉંમર: એ ભલામણ કરવામાં આવે છે કે ડોઝ વચ્ચે 8-અઠવાડિયાનું અંતર હોય. હાલમાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ નથી.

બૂસ્ટર ડોઝ વિશે વધુ જાણો

તમારી Pfizer (ફાઇઝર) રસી મેળવવા

તમે Pfizer (ફાઇઝર) રસી મેળવવા બુકિંગ Book My Vaccine (બુક માય વેક્સિન) (external link) દ્વારા અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇનને 0800 28 29 26 પર ફોન કરીને કરાવી શકો છો

એક સંપૂર્ણ તાલિમબદ્ધ વેક્સિન મૂકનાર તમને તમારા હાથના બાવડામાં રસી આપશે. પહેલા ઇંજેક્શન પછી ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા પછી બીજું ઇંજેક્શન આપી શકાય. જો તમે પહેલા ડોઝમાં Pfizer (ફાઇઝર) લીધી હોય તો, તમારે બીજા ડોઝમાં પણ તે જ લેવી જોઇએ.

તમારા રસીકરણ પછી તમારે ઓછામાં ઓછું ૧૫ મિનિટ રોકાવું પડશે, જેથી અમે સુનિશ્ચિત કરી શકીએ કે તમે સ્વસ્થ છો.

જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમે તમારા પ્રાથમિક અભ્યાસક્રમના 3 મહિના પછી બૂસ્ટર ડોઝ મેળવી શકો છો.

જો તમે 16 કે 17 વર્ષના છો, તો તમે તમારા કોવિડ-19 (COVID-19) રસીના પ્રાથમિક અભ્યાસક્રમના 6 મહિના પછી તમારું બૂસ્ટર મેળવી શકો છો.

બૂસ્ટર ડોઝ વિશે વધુ જાણો

Pfizer (ફાઇઝર) રસી કઇ રીતે કામ કરે છે

Pfizer (ફાઇઝર) રસી કોવિડ-19 (COVID-19) વાઇરસ સામે કઇ રીતે લડવું તે વિષે તમારા શરીરને સૂચનાઓ મોકલે છે. ત્યારબાદ તમારું શરીર કોવિડ-19 (COVID-19) વાઇરસને ઓળખવાનું અને તેની સામે એન્ટિબોડીઝનો ઉપયોગ કરવાનું શીખે છે. એન્ટીબોડઝ વાઇરસને, તમારા કોષોને ચેપગ્રસ્ત કરતાં રોકે છે અને તેનો નાશ કરવામાં મદદ કરે છે.

જો તમે ભવિષ્યમાં કોવિડ-19 (COVID-19) વાઇરસના સંપર્કમાં આવો તો, તમારા શરીર પાસે પોતાનું રક્ષણ કરવા માટે યોગ્ય સાધનો ઉપલબ્ધ હશે જેથી તમારી બીમાર થવાની સંભાવના ઘટી જાય છે.

Pfizer (ફાઇઝર) રસી અસરકારક છે તેવું અમે કેવી રીતે જાણીએ છીએ

કોવિડ-19 (COVID-19) રસીઓ અત્યાર સુધીમાં તૈયાર કરવામાં આવેલી રસી માં સૌથી સારી રીતે અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવેલ રસીઓ છે.

અમને ખબર છે કે Pfizer (ફાઇઝર) રસી કામ કરે છે કારણ કે, ઉપયોગ માટે તેને મંજૂરી અપાતાં પહેલાં તેનું ૪૦,૦૦૦થી વધુ લોકો પર મહિનાઓ સુધી તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તબીબી પરીક્ષણોમાં રસી આપવામાં આવેલા સમૂહ અને જેમણે પ્લેસેબો (ક્ષારનું દ્રાવણ) લીધું હોય તેવા સમૂહના પરિણામોની તુલના કરવામાં આવી છે. તબીબી પરીક્ષણોમાં એવું જાણવા મળ્યું હતું કે, Pfizer (ફાઇઝર) રસીએ કોવિડ-19 (COVID-19)ના લક્ષણો સામે ૯૫% સુરક્ષા આપી હતી.

ઉપયોગમાં હોય તેવી રસીની સલામતી અમે કેવી રીતે તપાસીએ છીએ

મેડસેફ એ ન્યૂઝિલેન્ડની દવાઓની સલામતી ઑથોરિટી છે. તે રસીઓ સહિત તમામ નવી દવાઓ માટેના ઉપયોગોનું મૂંલ્યાંકન કરે છે, જેથી કરીને તે આંતરરાષ્ટ્રીય ધોરણો અને સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે તે સુનિશ્ચિત કરી શકાય. તે ભલામણ કરે છે કે, જો તે આ માપદંડો પૂર્ણ કરે તો જ દવાઓને ન્યુઝિલેન્ડમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે.

મેડસેફએ Pfizer (ફાઇઝર) રસીને હંગામી ધોરણે (શરતો સાથે) ન્યુઝિલેન્ડમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. આનો અર્થ કે, તેને ઔપચારિક રીતે મંજૂરી મળી છે, પરંતુ Pfizer (ફાઇઝર) તે આંતરરાષ્ટ્રીય પ્રમાણો પૂરાં કરે છે તે દર્શાવવા, નિયમિત રૂપે મેડસેફને માહિતી અને અહેવાલો આપતાં રહેવું પડશે.

મેડસેફ રસીના ઉપયોગ દરમ્યાન તે સલામત છે અને તેનું કામ કરવામાં સમર્થ છે, તેનું નિરીક્ષણ કરતું રહેશે. તે સતત વિશ્વભરમાંથી આવતા તબીબી પરીક્ષણોના આંકડા, આરોગ્ય સંભાળ પ્રદાતાના અહેવાલો અને રસી આપવામાં આવી હોય તેવા લોકોની માહિતીનું અવલોકન કરે છે.

આડઅસરો

અન્ય દવાઓની જેમ જ, તમે તમારા રસીકરણ પછીના દિવસોમાં કેટલીક હળવી આડઅસરો અનુભવી શકો છો. તે સામાન્ય છે, અને તે સંકેત છે કે, તમારું શરીર વાઇરસ સામે લડત આપવાનું શીખી રહ્યું છે.

મોટાભાગની આડ અસરો લાંબા સમય સુધી નથી રહેતી, અને તે તમને બીજો ડોઝ લેતા અથવા તમારું સામાન્ય જીવન જીવતા નહીં અટકાવે. અમુક આડઅસરોને કારણે તમારી વાહન ચલાવવા કે મશીનરીનો ઉપયોગ કરવાની ક્ષમતાને હંગામી અસર થઈ શકે છે.

સર્વસામાન્ય રીતે નોંધાયેલ આડઅસરો આ મુજબ છેઃ

 • ઇન્જેક્શનની જગ્યાએ દુઃખાવો થવો કે સોજો આવી જવો
 • થાક કે સુસ્તી લાગવી
 • માથુ દુખવું
 • સ્નાયુઓનો દુઃખાવો
 • ઠંડી લાગવી
 • સાંધામાં દુઃખાવો
 • તાવ
 • ઇન્જેક્શન સાઈટ પર લાલાશ આવી જવી
 • ઉબકા

કેટલીક આડઅસરો સામાન્ય રીતે બીજા ડોઝ બાદ જોવા મળતી હોય છે.

ગંભીર આડઅસરો

એવી કેટલીક આડ અસરો છે કે જે ભાગ્યે જ થાય છે પરંતુ વધુ ગંભીર છે.

માયોકાર્ડિટિસએ હ્રદયની દિવાલના સ્નાયુઓમાં આવતો સોજો છે અને તે Pfizer (ફાઇઝર) રસીની અત્યંત જવલ્લે થતી જાણીતી આડઅસર છે.

લક્ષણોમાં નીચેના સામેલ હોય શકે છે:

 • નવો અચાનક ઊપડેલો છાતીનો દુખાવો
 • ટૂંકા શ્વાસ
 • અસામાન્ય/અતિશય ઝડપી ધબકારા.

આડઅસરો અંગે જાણ કરવી

તમે CARM (સીએઆરએમ), ધ સેન્ટર ફોર એડવર્સ રીએક્શન્સ મોનિટરિંગને કોઇ પણ આડઅસરની જાણ કરી શકો છો. સેન્ટર ફૉર એડવર્સ રીએક્શન્સ મોનિટરિંગ (CARM) એ ન્યુઝિલેન્ડમાં દવાઓ અને રસીઓની પ્રતિકૂળ અસરો (આડઅસરો) અંગેની માહિતીનો ડેટાબેઝ છે.

પ્રતિકૂળ આડઅસરની જાણ કરો (external link)

તમને રસી મૂકવામાં આવી છે તે સાબિત કરવું

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) એ એક વેબસાઇટ છે જે તમને તમારા કોવિડ-19 (COVID-19) રસીકરણ રેકોર્ડને તપાસવાની અને વિનંતી કરવાની અને તમારા નવીનતમ કોવિડ-19 (COVID-19) પરીક્ષણો જોવાની મંજૂરી આપે છે. વેબસાઇટનું સરનામું mycovidrecord.health.nz છે

આ વેબસાઇટ મારફતે તમે નીચેનું મંગાવી શકો છો:

 • તમારા કોવિડ-19 (COVID-19) રસીકરણ રેકોર્ડ ની નકલની વિનંતી કરો- તેમાં બેચ નંબર, ડોઝ નંબર, રસીનું નામ અને ઉત્પાદક અને તમે વિનંતી કરેલ કોઈપણ વિદેશી રસીકરણનો સમાવેશ થાય છે. તમારા આરોગ્ય રેકોર્ડ. જો તમને બીજા કોઈ માટે આની જરૂર હોય, તો 0800 222 478 પર કૉલ કરો
 • MyVaccine Pass (મારો રસીનો પાસ) - એ એઓટેરાઓ ન્યુઝિલેન્ડમાં ઉપયોગ માટે તમારા કોવિડ-19 (COVID-19) રસીકરણ સ્થિતિની અધિકૃત નોંધ છે. તમે તમારા માટે અથવા બીજા કોઈ માટે વિનંતી કરી શકો છો.
 • International Travel Vaccination Certificate (આંતરરાષ્ટ્રીય મુસાફરી રસીકરણ પ્રમાણપત્ર) - - વિદેશમાં તમારી રસીકરણ સ્થિતિ સાબિત કરવા. તમે તમારા માટે અથવા બીજા કોઈ માટે વિનંતી કરી શકો છો.
 • તમારા કોવિડ-19 (COVID-19) પરીક્ષણના પરિણામો જુઓ.
 • તમારા રેપિડ એન્ટિજેન પરીક્ષણ પરિણામો અપલોડ કરો. તમે તમારા માટે અથવા અન્ય કોઈ માટે પરીક્ષણ પરિણામ ઉમેરી શકો છો.

સરકારને હવે વ્યવસાયો, ઇવેન્ટ્સ અને સેવાઓને ઍક્સેસ કરવા માટે My Vaccine Pass (મારો રસીનો પાસ) નો ઉપયોગ કરવાની જરૂર નથી. જો આમ કરવા માટે આરોગ્ય અને સલામતીના કારણો હોય તો વ્યવસાયો હજી પણ પ્રવેશની શરત તરીકે MyVaccine Pass (મારો રસીનો પાસ) ની આવશ્યકતાને પસંદ કરી શકે છે. જો કે, વ્યવસાય અને સંસ્થાઓ કે જેઓ પ્રવેશની શરત તરીકે My Vaccine Pass (મારો રસીનો પાસ)ની આવશ્યકતા કરવાનું પસંદ કરે છે, તેઓ My Vaccine Pass (મારો રસીનો પાસ) વિના 12 વર્ષથી ઓછી વયના લોકોને પ્રવેશતા અટકાવી શકતા નથી.

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) વિશે જાણો

વધુ માહિતી

રસીઓની આકારણી અને મંજૂરી | આરોગ્ય મંત્રાલય (external link)

રસીઓની આડઅસર અને પ્રતિકૂળ અસરો | આરોગ્ય મંત્રાલય (external link)

Pfizer (ફાઇઝર) રસી વિશે | ઇમ્યુનાઇઝેશન સલાહ કેન્દ્ર (external link)

ખોટી માહિતી અને કૌભાંડો

Last updated: at