વિશ્વાસપાત્ર માહિતી કેવી રીતે મેળવવી અને છેતરપિંડીઓ થતાં કેવી રીતે અટકાવવી | How to find trustworthy information and avoid scams

તમે કોવિડ-19 (COVID-19) વિશે વિશ્વસનીય અને વિશ્વાસપાત્ર માહિતી ક્યાંથી મેળવી શકો છો તે શોધો.

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

કોવિડ-19ની રસીઓ વિશે ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે. તે ખૂબ વધારે પ્રમાણમાં હોઈ શકે છે અને તેની પર વિશ્વાસ કરવો કે નહીં તે જાણવું ખૂબ મુશ્કેલ હોય છે. આપ વિશ્વાસપાત્ર સ્રોતોમાંથી માહિતી મેળવો છો તેની ખાતરી કરો અને જ્યાં સુધી આપને એ જાણતા ન હોય કે માહિતી સંપૂર્ણપણે સાચી છે ત્યાં સુધી કંઇપણ શૅર કરશો નહીં.

વિશ્વાસપાત્ર માહિતી ક્યાંથી મેળવવી

આપ અહીં નીચે જણાવેલ જગ્યાઓથી વિશ્વસનીય અને વૈજ્ઞાનિક માહિતી મેળવી શકો છોઃ

આરોગ્ય મંત્રાલય

આરોગ્ય મંત્રાલય ન્યૂ ઝીલેન્ડની આરોગ્ય અને વિકલાંગતા સિસ્ટમનું નેતૃત્વ કરે છે તથા તે આ સિસ્ટમના વ્યવસ્થાપન અને વિકાસની એકંદર જવાબદારી ધરાવે છે.

કોવિડ-19ની રસીઓ - આરોગ્ય મંત્રાલય (external link)

ઇમ્યુનાઇઝેશન એડવાઇઝરી સેન્ટર (IMAC)

IMAC એ એક રાષ્ટ્રવ્યાપી સંગઠન છે, જે યુનિવર્સિટી ઑફ ઑકલેન્ડમાં સ્કુલ ઑફ પોપ્યુલેશન હેલ્થ ખાતે આવેલ છે. તે રસી-નિવારી શકાય તેવી બીમારીઓ, રસીકરણના લાભ અને જોખમો અંગે આંતરરાષ્ટ્રીય અને ન્યૂ ઝીલેન્ડના વૈજ્ઞાનિક સંશોધનો પર આધાર રાખીને સ્વતંત્ર અને તથ્યાત્મક માહિતી પૂરી પાડે છે.

ઇમ્યુનાઇઝેશન એડવાઇઝરી સેન્ટર (external link)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)

WHO એ યુનાઇટેડ નેશન્સની એક એજન્સી છે તથા તે આંતરરાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્યની જવાબદારી ધરાવે છે.

કોવિડ-19ની રસીઓ - WHO (external link)

કોવિડ-19ની રસીઓ સાથે સંકળાયેલી છેતરપિંડીઓ

તમારે રસી સાથે સંકળાયેલી છેતરપિંડીઓ અંગે કેટલીક મહત્વની જાણકારી મેળવવી જરૂરી બને છેઃ

  • તમને રસી માટે અથવા લાઇનમાં આપની જગ્યા રોકવા માટે ક્યારેય નાણાં ચૂકવવાનું કહેવામાં આવશે નહીં.
  • રસી અંગેની સત્તાવાર માહિતી આરોગ્ય સંબંધિત વિષયવસ્તુના વિશ્વાસપાત્ર પ્રદાતાઓ પાસેથી પ્રાપ્ત થશે, જેમ કે, આરોગ્ય મંત્રાલય, યુનાઇટ અગેઇન્સ્ટ કોવિડ-19 અથવા આપનું ડિસ્ટ્રિક્ટ હેલ્થ બૉર્ડ (DHB).
  • તમારી સાથે અગાઉથી ગોઠવવામાં આવ્યું ન હોય ત્યાં સુધી આરોગ્ય કાર્યકરો તમને રસી આપવા માટે ક્યારેય તમારા ઘરે આવશે નહીં.
  • તમારી પાસેથી ટેક્સ્ટ કે ઈ-મેઇલ દ્વારા ક્યારેય વ્યક્તિગત માહિતી માંગવામાં આવશે નહીં. તમને જો આવા કોઈ ટેક્સ્ટ કે ઈ-મેઇલ મળે તો આ અંગે CERT NZને જાણ કરો અને આવા કોઈ મેસેજ (સંદેશ)નો જવાબ આપશો નહીં.
  • તમને જો રસીના સંબંધે તમારી નાણાકીય વિગતો માંગતા ઈ-મેઇલ, ફોન કૉલ કે એસએમએસ પ્રાપ્ત થાય તો, સમજી જવું કે તે એક છેતરપિંડી હશે. તેના અંગે તાત્કાલિક CERT NZને જાણ કરો.

તમને રસી અંગે જો અયોગ્ય લાગતી કોઈ બાબત જાણવા મળે તો, તેના અંગે CERT NZને જાણ કરો (external link)

વૈકલ્પિક રીતે, આપ તેમને 0800 237 869 પર કૉલ પણ કરી શકો છો.

કોવિડ-19ની રસી સંબંધિત છેતરપિંડીઓ અંગે વધુ જાણકારી મેળવો (external link)