તમારો બુસ્ટર ડોઝ મેળવવો | Getting your booster dose

કોવિડ-19 (COVID-19) રસીના બૂસ્ટર ડોઝ, તમને ક્યારે તેની જરૂર છે અને તે કેવી રીતે મેળવવા તે વિશે જાણો.

બૂસ્ટર ડોઝ વિશે

જો તમે 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો, તો તમે કોવિડ-19 (COVID-19 ) રસીનો બૂસ્ટર ડોઝ મેળવવા માટે પાત્ર છો.

જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમે તમારા પ્રાથમિક કોર્સના 3 મહિના પછી બૂસ્ટર ડોઝ મેળવી શકો છો.

જો તમે 16 કે 17 વર્ષના છો, તો તમે કોવિડ -19 (COVID-19 )રસીના તમારા પ્રાથમિક કોર્સના 6 મહિના પછી તમારું બૂસ્ટર મેળવી શકો છો.

બૂસ્ટર ડોઝ ફરજીયાત નથી અને Vaccine Pass (રસીનો પાસ) મેળવવા, તેની આવશ્યકતા નથી. જો તમે બૂસ્ટર ડોઝ લો તો, તે My Covid Record (મારો કોવિડ રેકોર્ડ)માં ઊમેરાશે અને તમે બીજો પાસ બનાવી શકો છો.

જો તમને કોવિડ-19 (COVID-19) થયો હોય, તો તમારે કોઈપણ કોવિડ-19 (COVID-19) રસીકરણ મેળવતા પહેલા પોઝિટીવ પરીક્ષણ પછી 3 મહિના રાહ જોવી જોઈએ.

તમે બૂસ્ટર ડોઝ નીચેની કોઇ જગ્યાએ લઇ શકો છો:

  • વોક-ઇન (એપોઇન્ટમેન્ટ વગર સીધા જતાં રહેવું) રસીકરણ કેન્દ્રમાં જઇને
  • જો તેઓ કોવિડ-19 (COVID-19) રસીઓ આપતાં હોય તો, તમારા ડૉક્ટર જોડે એપોઇન્ટમેન્ટ લઇને
  • બુક માય વેક્સિન દ્વારા બુક કરાવીને અથવા 0800 28 29 26 પર ફોન કરીને.

બુક માય વેક્સિન (external link)

My Covid Record (મારો કોવિડ રેકોર્ડ) વિશે જાણો

My Vaccine Pass (મારો રસીનો પાસ)

તમને કઈ રસી આપવામાં આવશે?

તમારા શરૂઆતના ડોઝ માટે તમે અન્ય રસી લીધી હોય તો પણ, બૂસ્ટર ડોઝ માટે, ન્યુઝિલેન્ડમાં ઉપયોગમાં લેવાતી મુખ્ય રસી Pfizer (ફાઇઝર) રસી છે.

Pfizer (ફાઇઝર) રસી

બૂસ્ટરની અસરકારકતા

બે ડોઝ કોવિડ-19 (COVID-19) ના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયેન્ટને કારણે પેદા થતી ગંભીર બીમારી સામે પૂરતી સુરક્ષા પૂરી પાડી શકે તેમ છે, ત્યારે બૂસ્ટર ડોઝ તેનાથી પણ વધારે સુરક્ષા પૂરી પાડી શકે તેમ છે.

હાલમાં પ્રાપ્ત થયેલા પુરાવા દર્શાવે છે કે, રસીકરણના પ્રાથમિક કૉર્સ બાદ ચેપ સામેની તમારી સુરક્ષા સમયાંતરે ઘટી જાય છે. પ્રાથમિક કૉર્સ બાદ ‘ટૉપ અપ’ રસી આપવાથી કોવિડ-19 (COVID-19) સામેની તમારી રોગપ્રતિકારકશક્તિને વધારવામાં મદદરૂપ થાય છે.

કોવિડ -19 (COVID-19) થી ખૂબ જ બીમાર થવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાને બૂસ્ટર્સ ઘટાડે છે. 

વિદેશમાં થયેલ રસીકરણ

જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો, જો તમારા પ્રાથમિક કોર્સની રસીકરણ(ઓ) વિદેશમાં મેળવી હોય, તો તમે તમારી સૌથી તાજેતરની રસી મેળવ્યાના 3 મહિના પછી બૂસ્ટર મેળવી શકો છો. જો તમે 16 કે 17 વર્ષના છો, તો તમારી સૌથી તાજેતરની રસી પછી 6 મહિના પછી તમે બુસ્ટર મેળવી શકો છો.

જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા જોખમમાં હોય

જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા જોખમમાં હોય તેમના માટે ત્રીજા પ્રાથમિક ડોઝની ભલામણ કરવામાં આવે છે. તે બૂસ્ટર ડોઝ કરતાં જુદો છે.

ત્રીજા પ્રાથમિક ડોઝ માટે લાયક લોકો જો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તો તેમનો ત્રીજો પ્રાથમિક ડોઝ મેળવ્યાના 3 મહિના પછી બૂસ્ટર ડોઝ પણ મેળવી શકે છે. જો તેઓ 16 અથવા 17 વર્ષના હોય, તો તેઓ તેમના ત્રીજા પ્રાથમિક ડોઝના 6 મહિના પછી બૂસ્ટર મેળવી શકે છે.

જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા જોખમમાં હોય તો ત્રીજા પ્રાથમિક ડોઝ વિશે જાણો (external link)

બૂસ્ટરની આડઅસરો

બૂસ્ટર ડોઝની આડઅસરો પ્રાથમિક રસી ડોઝ જેવી જ છે. તેમાં ઇન્જેક્શન સાઈટ પર દુઃખાવો થવો, લાલશ કે સોજો આવી જવો, માથું દુઃખવું, ઉબકા આવવા, થાક લાગવો અથવા નબળાઇ અનુભવવીનો સમાવેશ થાય છે.

આડઅસરો વિષે જાણો (external link)

Last updated: at