ન્યુઝીલેન્ડમાં પ્રવાસ | Travelling to New Zealand

ન્યુઝીલેન્ડની સીમા ખુલ્લી છે. ન્યુઝીલેન્ડમાં જ્યારે મુસાફરી પર જતાં હોવ તો શું કરવું તે વિષે જાણો

ન્યુઝીલેન્ડમાં પ્રવાસ કરવા વિશે

ન્યુઝીલેન્ડમાં પ્રવાસ કરવા માટે, તમારે કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જરૂર છે. 

નીચેના પગલાંઓ સમજાવે છે કે ન્યુઝીલેન્ડમાં પ્રવેશવા માટે તમારે કયા પુરાવા પ્રદાન કરવાની જરૂર છે.

ન્યુઝીલેન્ડની મુસાફરી કરવા માટે તમારે હવે પ્રી-પ્રસ્થાન કસોટી કરાવવાની જરૂર નથી. ન્યુઝીલેન્ડમાં તમારું રસીકરણ થયેલ હોવું, કે આગમન દરમ્યાન કસોટી જરૂરી નથી.

સેટિંગ્સ ઝડપથી બદલાઈ શકે છે - ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ નવીનતમ માહિતી પ્રદાન કરશે. 

ન્યુઝીલેન્ડમાં પ્રવાસ | ઈમિગ્રેશન ન્યુઝીલેન્ડ (external link)

1. તપાસો કે તમે ન્યુઝીલેન્ડ આવી શકો છો

ન્યુઝીલેન્ડની મુસાફરી કરવા માટે, તમારે ઇમિગ્રેશનની તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.

પ્રવાસ કરતા પહેલા, ખાતરી કરો કે તમારો પાસપોર્ટ માન્ય છે. તમારે ન્યુઝીલેન્ડ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી (NZeTA) માટે પણ અરજી કરવાની જરૂર પડી શકે છે.

તમે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરવા માટે લાયક છો કે કેમ તે તપાસો | immigration.govt.nz (external link)

NZeTA માટે અરજી કરો | immigration.govt.nz (external link)

2. તમારી મુસાફરી બુક કરો 

ન્યુઝીલેન્ડનો તમારો પ્રવાસ બુક કરો. 

જો તમારી યોજનાઓ બદલવાની જરૂર હોય તો રસીકરણ, રદ્દીકરણો અને રિફંડ વિશે વાહકની નીતિ તપાસો. 

જો તમારી મુસાફરી યોજનાઓ પર અસર થાય તો તમારે મુસાફરી વીમો ખરીદવાનું પણ વિચારવું જોઈએ. જો જરૂરી હોય તો, તમારે સેલ્ફ-આઇસોલેશન માટે યોગ્ય આવાસ બુક કરવાનું પણ વિચારવું જોઈએ. 

3. એરપોર્ટ પર

જો લાગુ હોય, તો તમારે આની જરૂર પડશે:

  • પાસપોર્ટ
  • વિઝા - જો જરૂરી હોય તો
  • તમારી મુસાફરી માટે ટિકિટ

4. ન્યુઝીલેન્ડમાં આગમન

કસ્ટમ્સ તમારો પ્રવાસ ઇતિહાસ, પ્રવાસી પાસ અને અન્ય કોઈપણ પ્રવેશ આવશ્યકતાઓને ચકાસશે. જ્યારે તમે એરપોર્ટમાંથી પસાર થાઓ ત્યારે થોડા વિલંબની અપેક્ષા રાખો.

બાયોસિક્યુરિટી ખાતે કલેક્શન માટે વેલકમ પેક્સ ઉપલબ્ધ છે. તમારા સ્વાગત પેકમાં શામેલ છે:

  • રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) કિટ
  • તમારા પરિણામોનું પરીક્ષણ અને અપલોડ કરવા માટેની માર્ગદર્શિકા.

અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા પરીક્ષણો પૂર્ણ કરો અને તમારા પરિણામો અપલોડ કરો.

ન્યુઝીલેન્ડ પહોંચ્યા પછી પરીક્ષણ આવશ્યકતાઓ

Last updated: at