ન્યુઝિલેન્ડમાં મુસાફરી | Travel around New Zealand

ટ્રાફિક લાઇટ્સ પ્રણાલી હેઠળ ન્યુઝિલેન્ડની અંદર મુસાફરી માટે તમારે શેનાથી માહિતગાર રહેવાની જરૂર છે તે જાણો.

ટ્રાફિક લાઇટ્સ પ્રણાલીઓ હેઠળ મુસાફરી

ન્યુઝિલેન્ડમાં બધી જ ટ્રાફિક લાઇટ પ્રણાલીઓ હેઠળ તમે ગમે તે કારણસર, ગમે ત્યાં મુસાફરી કરી શકો છો.

જો તમે એવા વિસ્તારની મુસાફરીએ જઇ રહ્યા છો જ્યાં જુદા રંગની વ્યવસ્થા લાગુ પડે છે તો, તમારે તે વિસ્તારમાં લાગુ પડતાં નિયમો પાળવાના રહેશે. ઉદાહરણ તરીકે, તમે કેસરી (ઓરેન્જ)માંથી લાલ (રેડ)માં જઇ રહ્યા છો તો, તમારે રેડ વિસ્તારના નિયમો પાળવાના રહેશે.

સામાન્ય રીતે, મુસાફરી માટે તમારે રસીના પાસની અથવા નકારાત્મક પરીક્ષણની જરૂર હોતી નથી. 

અમુક પરિવહન નિયોજકો (દા.ત. વિમાનસેવાઓ અથવા કુક સ્ટ્રેટ ફેરીઓ) તમારી પાસે રસીના પાસની અથવા COVID-19ના નકારાત્મક પરીક્ષણની માંગણી કરી શકે છે. જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે તમારી પાસે રસીનો પાસ કે નકારાત્મક પરીક્ષણ હોવું જરૂરી નથી.

જો તમને સ્વ-અલગ (સેલ્ફ-આઇસોલેટ) થવાનું કહેવામાં આવ્યું હોય અથવા તમે પરીક્ષણના પરિણામોની રાહ જોઇ રહ્યા હોવ તો, તમારે મુસાફરી કરવી જોઇએ નહિં.

ટ્રાફિક લાઇટો વિષે

My Vaccine Pass (મારો રસીનો પાસ)

પરીક્ષણ

તમે મુસાફરી કરો તે પહેલાં યોજના બનાવો

તમે મુસાફરી કરો તે પહેલાં, જો મુસાફરી દરમ્યાન તમને COVID-19થાય તો, તમારે શું કરવાની જરૂર રહેશે તે વિશે તમારે તૈયારી કરવી જોઇએ. તમારી યોજનામાં નીચેનાનો સમાવેશ થવો જોઇએ

 • તમે ઘરે કેવી રીતે પહોંચશો
 • તમે ઇંધણ કેવી રીતે મેળવશો (તમારે ફક્ત સંપર્કરહિત પેટ્રોલ સ્ટેશન પર જ ઊભા રહેવું જોઇએ)
 • તમારે રસ્તામાં ઊભા રહેવાની જગ્યાઓની સંખ્યા ઓછી કરવા જરૂરી સામાન

COVID-19 સામે તૈયારીની તપાસ સૂચિ ડાઉનલોડ કરો [PDF, 118 KB]

જો મુસાફરી દરમ્યાન તમને COVID-19 ચિન્હો અનુભવાય તો

ટેસ્ટ કરાવો

જો તમે અસ્વસ્થ બનો અથવા જ્યારે તમે ઘરથી દૂર હોવ અને તમને COVID-19 નો ચેપ લાગે તો, તમારે:

 • હેલ્થલાઇનને પરીક્ષણ વિષયક સલાહ માટે 0800 358 5453 (૦૮૦૦ ૩૫૮ ૫૪૫૩) પર ફોન કરવો
 • જો તમને લક્ષણો જણાતાં હોય તો, તમારા પરીક્ષણનું પરિણામ આવે ત્યાં સુધી તમારા આવાસ પર આઇસોલેટ થાવ.
 • જો તમારે તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો, 111 (૧૧૧) ને ફોન કરો. તમને COVID-19 છે તે તેમને જણાવો.

જો તમારું પરીક્ષણ હકારાત્મક આવશે તો, એક આરોગ્ય પ્રદાતા તમારો સંપર્ક કરશે. તમારે શું કરવાની જરૂર છે અને શું ઘર સુધી મુસાફરી કરવી સલામત છે કે કેમ, તે વિશે તમે ચર્ચા કરી શકશો. તમે ઘરે પહોંચવા હવાઇસેવાનો ઉપયોગ, રાત્રિ રોકાણ કરવું પડે તેવી લાંબી મુસાફરી અથવા જાહેર પરિવહનનો ઉપયોગ નહિં કરી શકો.

સ્વ-અલગ (સેલ્ફ-આઇસોલેટ)

જો તેમ કરવું સલામત હશે તો જ, સેલ્ફ-આઇસોલેટ થવા તમે ઘરે પાછા ફરી શકશો. તમે ક્યાં જાઓ છો તેની નોંધ રાખવાનું, ચહેરા પર આવરણ પહેરવાનું અને શારીરિક અંતર જાળવવાનું યાદ રાખો.

જો તમે સલામત રીતે ઘરે પાછા ફરી શકો તેમ ન હોવ તો, તમે જ્યાં છો ત્યાં જ રહેવું જોઇએ. આઇસોલેટ થવામાં સહાય માટે સમુદાયમાં સંભાળના (કેર ઇન ધ કમ્યુનિટી) ભાગરૂપે તમને હજી પણ સહાય ઉપલબ્ધ હશે.

તમે કેસના સંપર્કમાં આવ્યા હોવ અથવા તમારું પરીક્ષણ હકારાત્મક આવ્યું હોય તો, તમારા આવાસના માલિક/નિયોજકને તમારે જણાવવું પડશે.

જ્યારે સેલ્ફ-આઇસોલેટ થઇ રહ્યા હોવ ત્યારે શું અપેક્ષા રાખવી

મુસાફરી દરમ્યાન ચહેરા પર આવરણ

જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે, નીચેના સંજોગોમાં ચહેરા પર આવરણ પહેરવું પડશે:

 • ફ્લાઇટ્સ પર
 • કુક સ્ટ્રેટ ફેરીઓમાં
 • પ્રસ્થાન અને આગમન સ્થળો પર (દા.ત. વિમાન મથકો)
 • જાહેર પરિવહનમાં
 • રાઇડ-શેર ગાડીઓમાં

જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે પણ ચહેરા પર આવરણ પહેરવા પ્રોત્સાહન આપવામાં આવે છે.

ટ્રાફિક લાઇટ પ્રણાલીને આધારે અમુક જગ્યાઓમાં ચહેરા પર આવરણ ફરજીયાત છે. મુસાફરી કરતાં પહેલાં તમને આવશ્યક્તાઓની જાણ હોય તે સુનિશ્ચિત કરો.

તમે ક્યાં છો તેને ટ્રેક કરો

COVID-19 ને વધુ ફેલાતો અટકાવવા માટે, COVID-19 નો ચેપ લાગ્યો હોય તેવાના સંપર્કમાં આવ્યા હોય તે બધાને અમારે શોધી કાઢવા (કોન્ટેક્ટ ટ્રેસિંગ) અને પ્રસાર થતો અટકાવવો જરૂરી છે. લોકોની હીલચાલની નોંધ રાખવાથી આવું ઝડપથી અને અસરકારક રીતે કરવામાં અમને મદદ મળે છે.

એનઝેડ COVID ટ્રેસર એપ (NZ COVID Tracer app) App Store (external link) (એપ સ્ટોર) અથવા Google Play (external link) ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરીને અથવા એનઝેડ COVID ટ્રેસર પુસ્તિકાનો ઉપયોગ કરીને, તમે ક્યાં-ક્યાં ગયા છો તેની નોંધ રાખો.

એનઝેડ COVID ટ્રેસર પુસ્તિકા ડાઉનલોડ કરો [PDF, 660 KB]

કોન્ટેક્ટ ટ્રેસિંગ વિષે વધુ માહિતી મેળવો

Last updated: at