ન્યૂ ઝીલેન્ડ છોડવું | Leaving New Zealand

જો તમે ન્યૂઝીલેન્ડ છોડી રહ્યા હોય તો તમારે શું કરવું જરૂરી છે.

પ્રવાસ કરતા પહેલા આયોજન કરો

વિદેશમાં પ્રવાસ કરતા પહેલા તમે જ્યાં જઇ રહ્યા હોવ તે દેશની જરૂરિયાતો તપાસી લેવી જોઇએ. તપાસો:

  • તમે જ્યાં પ્રવેશવા માંગતા હોય અથવા જ્યાંથી નિકળવા માંગતા હોય તે દેશની સત્તાવાર વેબસાઇટ અથવા
  • ન્યૂ ઝીલેન્ડમાં રહેલા તે દેશના રાજદ્વારી પ્રતિનિધી.

સંખ્યાબંધ દેશોમાં પ્રવાસીઓના આગમન વખતે તેમણે સેલ્ફ-આઇસોલેટ થવું પડે છે, રસીકરણ કરાવ્યું હોવાનો પુરાવો બતાવવો પડે છે અથવા તેમણે પ્રવાસ શરૂ કર્યો તે પહેલા કોવિડ-19ના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડે છે.

સેફટ્રાવેલમાં રજિસ્ટ્રેશન કરાવો. જો તમે રજિસ્ટર કરાવો તો, તમને પ્રવાસની સલાહમાં થયેલા કોઇપણ ફેરફાર અંગે સૂચના આપવામાં આવશે.

તમારી વિગતો સેફટ્રાવેલમાં રજિસ્ટર કરાવો (external link)

આંતરરાષ્ટ્રીય પ્રવાસ રસીકરણ પ્રમાણપત્ર

ન્યૂ ઝીલેન્ડમાં 12 વર્ષ અથવા તેથી વધુ ઉંમરની કોઇપણ વ્યક્તિ કે જેણે કોવિડ-19ની રસી લીધી હોય તે હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ રસીકરણ પ્રમાણપત્ર માટે વિનંતી કરી શકે છે.

તમે તમારા પ્રમાણપત્રની વિનંતી ફક્ત 1-2 મિનિટમાં કરી શકો છો અને 24 કલાકમાં તમને ઇમેલ પર મોકલવામાં આવશે. તમે માયકોવિડ રેકોર્ડ પરથી પ્રમાણપત્ર મેળવી શકો છો. જો તમે આ સેવા ઍક્સેસ ના કરી શકતા હોવ તો, 0800 222 478 પર કૉલ કરો.

આંતરરાષ્ટ્રીય પ્રવાસ રસીકરણ પ્રમાણપત્રો વિશે જાણો

જો તમે ન્યૂઝીલેન્ડ છોડી રહ્યા હોય તો પ્રસ્થાન પહેલા ટેસ્ટ

કેટલાક દેશોમાં આવતા પ્રવાસીઓને તેઓ પ્રસ્થાન કરે તે પહેલા કરાવેલા કોવિડ-19 ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો જરૂરી હોય છે.

તમે જ્યાં પ્રવાસ કરી રહ્યાં હોય તે દેશની જરૂરિયાતો અંગે તમે ન્યૂ ઝીલેન્ડમાં તેમના સ્થાનિક હાઇ કમિશન, દૂતાવાસનો સંપર્ક કરીને જાણી શકો છો.

આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પરથી પ્રવાસ અંગે વધુ માહિતી જાણો (external link)

Last updated: at