લાલ (રેડ) હોય ત્યારે જીવન | Life at Red

જ્યારે રેડ હોય ત્યારે આપણે આપણાં નબળાં સમુદાયોનું અને આપણી આરોગ્ય પ્રણાલીનું COVID-19થી બચાવવા પગલાં લેવાની જરૂરી છે.

રેડ વિષયક

જ્યારે રેડ હોય ત્યારે આપણા સમુદાયોને સુરક્ષિત રાખવા માટે કેટલાક પ્રતિબંધો સ્થાપિત છે. તમે રોજબરોજની પ્રવૃત્તિઓ કરવાનું ચાલુ રાખી શકો છો જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 • મિત્રો અને પરિવારજનો સાથે મુલાકાત
 • પ્રસંગો અને મેળાવડામાં હાજરી આપવી
 • ખરીદી કરવા જવું
 • આતિથ્યના સ્થળોએ જવું
 • આરોગ્યસંભાળ ઍક્સેસ કરવી
 • પ્રારંભિક શિક્ષણ કેન્દ્રો, શાળાઓ અને યુનિવર્સિટીમાં હાજરી આપવી
 • મુસાફરી
 • નવા મકાનમાં સ્થળાંતર કરવું

કેટલીક મકાનની અંદરની સેટિંગ્સ માટે ક્ષમતા મર્યાદાઓ છે. આવું એટલા માટે છે કારણ કે આપણે જાણીએ છીએ કે કોવિડ-19 (COVID-19) મકાનની અંદર વધુ સરળતાથી ફેલાય છે. ફેસ કવરિંગ પહેરવું એ રેડની મુખ્ય વિશેષતા છે. My Vaccine Passes (મારો રસીનો પાસ) ની પણ હવે જરૂર નથી.

અંગ્રેજીમાં રેડ સેટિંગ્સ વિશે વધુ જાણો

રેડમાં ચહેરા પર માસ્ક

સર્વસાધારણપણે, જ્યારે પણ તમે મકાનની અંદર હોવ ત્યારે તમારે ફેસ કવરિંગ પહેરવું જોઈએ. અપવાદો તમારું ઘર છે અથવા તમારું કાર્યસ્થળ છે જો ત્યાં લોકોનો સામનો નથી થતો. જો તમારી નોકરીમાં લોકોનો સામનો ન હોય તો પણ તમારા એમ્પ્લોયર તમને ફેસ કવરિંગપહેરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

અમે તમને જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે ફેસ કવરિંગ પહેરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. નીચેની જગ્યાઓ સહિત, કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ફેસ કવરિંગ પહેરવું જરૂરી છે: 

 • સ્થાનિક વિમાન સેવામાં 
 • જાહેર પરિવહનમાં હોય
 • સ્થાનિક વિમાન સેવા માટે આગમન અને પ્રસ્થાન સ્થળો પર અને જાહેર પરિવહનમાં જો તેઓ અંદર રહેલું હોય. 
 • જો તમે 8 વર્ષ કે તેથી વધુ ઉંમરના છો અથવા વર્ષ 4 કે તેથી વધુના વિદ્યાર્થી છો તો જાહેર પરિવહનમાં અને Ministry of Education દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ શાળા પરિવહનમાં હોય 
 • ટેક્સી અથવા રાઈડ-શેર વાહનોમાં હોય 
 • રીટેઇલ વેપારની અંદર, દા.ત., સુપરમાર્કેટ, શોપિંગ મોલ્સ, ફાર્મસીઓ, પેટ્રોલ સ્ટેશનો અને ટેક-અવે ફૂડ સ્ટોર્સ 
 • જાહેર સ્થળો અથવા સુવિધાઓની અંદર હોય, દા.ત., સંગ્રહાલયો અને પુસ્તકાલયો, પરંતુ સ્વિમિંગ પુલમાં નહીં 
 • પશુવૈદ દવાખાનામાં હોય
 • શાળાઓમાં મકાનની અંદરની સેટિંગ્સમાં હોય, દા.ત., વર્ગખંડો અને એસેમ્બલીઓ. આમાં મુલાકાતીઓ, કામદારો અને વર્ષ 4 થી 13 સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામેલ છે 
 • તૃતીય શિક્ષણ સુવિધાઓની અંદર 
 • જ્યારે લાઇસન્સ પ્રાપ્ત પ્રારંભિક બાળપણ સેવાની મુલાકાત લેતા હોય ત્યારે 
 • ખાણી-પીણીના ધંધાઓમાં. તમે ખાવા-પીવા માટે તમારા માસ્કને ઉતારી શકો છો
 • બંધ જગ્યા ધરાવતા વ્યવસાયોમાં હોય, દા.ત., હેરડ્રેસર(હજામ), વાળંદ, બ્યુટી સલૂન્સ 
 • જ્યારે તમે એવા મેળાવડામાં હોવ જે મકાનની અંદર થતો હોય, સિવાય કે જ્યારે તમારી પાસે સ્થળ અથવા ચોક્કસ જગ્યાનો એકમાત્ર ઉપયોગ હોય 
 • કોર્ટ, ન્યાયપંચ (ટ્રીબ્યુનલ), સ્થાનિક અને કેન્દ્ર સરકારની એજન્સીઓ, સામાજિક સેવા પ્રદાતાઓ અને NZ પોલીસના જાહેર વિસ્તારોમાં હોય 
 • NZ પોસ્ટ લિમિટેડ દ્વારા સંચાલિત જગ્યાના જાહેર વિસ્તારમાં હોય 
 • આરોગ્ય સંભાળ સેવાઓની મુલાકાત લેતી વખતે, દા.ત., વૃદ્ધોની સંભાળની સુવિધાઓ. 

કેટલાક લોકોએ જ્યારે તેઓ કામ પર હોય ત્યારે ફેસ માસ્ક પહેરવું આવશ્યક છે — સિવાય કે તેઓને છૂટ આપવામાં આવે.

જો તમે નીચેની જગ્યાએ કામ કરો છો તો તમારે મેડિકલ ગ્રેડનો ફેસ કવરિંગ પહેરવો આવશ્યક છે:

 • આતિથ્યમાં
 • બંધ જગ્યા ધરાવતા વ્યવસાયોમાં, ઉદાહરણ તરીકે જો તમે હેરડ્રેસર(હજામ) છો
 • જીમમાં અથવા મકાનની અંદરની મનોરંજનની સુવિધામાં
 • કોઈ પ્રસંગ અથવા મેળાવડામાં
 • વર્ષ 4 થી 13 ના વિદ્યાર્થીઓના શિક્ષક તરીકે.

તમામ ટ્રાફિક લાઇટ સેટિંગમાં હવે બહાર ફેસકવરિંગ ની જરૂર નથી. આમાં સ્થાનો, અને મકાનની બહારના આગમન અને પ્રસ્થાન સ્થળો જેવા કે બસ સ્ટોપ અથવા ટ્રેન સ્ટેશનનો સમાવેશ થાય છે. 

ફેસ કવરિંગ ચહેરા પર કાન અથવા માથાની આસપાસ દોરીની આંટીઓ (લૂપ્સ) દ્વારા લાગેલા હોવા જોઈએ. આનો અર્થ એ છે કે લોકો હવે ફેસ કવરિંગ કરવા માટે સ્કાર્ફ, બેન્ડાન્ના અથવા ટી-શર્ટનો ઉપયોગ કરી શકશે નહીં.

ફેસ કવરિંગ ન પહેરી શકતા લોકો માટે સલાહ

આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો જેમને વિકલાંગતા અથવા આરોગ્યની સ્થિતિ છે તેઓ ફેસ કવરિંગ પહેરી શકશે નહીં. તેમની મુક્તિ માટેનું કારણ કદાચ સ્પષ્ટ ન હોય. કૃપા કરીને દયાળુ બનો.

જો તમને મુક્તિ છે, તો જો કોઈ વ્યવસાય માલિક અથવા કર્મચારી તમે ફેસ કવરિંગ પહેરવા માટે સક્ષમ છો કે નહીં તે પૂછવા તમારી પાસે આવે તો તમારે ચિંતા કરવી જોઈએ નહીં. તેઓ ફક્ત તમારી અને અન્યોની સલામતીની ખાતરી કરી રહ્યાં છે. વ્યવસાય માલિક અથવા કર્મચારી માટે તમારી વિકલાંગતા અથવા સ્થિતિના પ્રકાર વિશે પૂછવું યોગ્ય નથી. જો કે, તમને ફેસ કવરિંગ ન પહેરવાની છૂટ છે કે કેમ તે તપાસવું તેમના માટે વાજબી છે. 

રસીકરણની આવશ્યકતાઓ

My Vaccine Passes (મારો રસીનો પાસ) ની પણ હવે જરૂર નથી. જો કે, વ્યવસાયો તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવાનું પસંદ કરી શકે છે.

કેટલાક ક્ષેત્રો માટે Government રસીના આદેશો યથાવત છે કારણ કે આ વિસ્તારોમાં કામદારોનો કોવિડ-19 (COVID-19) થી ગંભીર બીમારી થવાનું જોખમ ધરાવતા લોકો સાથે અવારનવાર સંપર્ક થતો રહે છે, અથવા કોવિડ-19 (COVID-19) ના સંપર્કમાં આવવાનું જોખમ વધારે છે.

રસીકરણ અને કામ

મુસાફરી

જયારે રેડ હોય ત્યારે તમે કોઈપણ કારણોસર ગમે ત્યાં મુસાફરી કરી શકો છો.

જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો:

 • જો તમે બીમાર હો તો મુસાફરી કરશો નહીં.
 • જો તમને સેલ્ફ-આઇસોલેશન થવાનું કહેવામાં આવ્યું હોય તો મુસાફરી કરશો નહીં.

જો તમે અલગ ટ્રાફિક લાઇટ સિસ્ટમ ધરાવતા કોઈ અલગ પ્રદેશમાં મુસાફરી કરી રહ્યાં હોવ, તો તમારે તે વિસ્તાર માટેના માર્ગદર્શનને અનુસરવાની જરૂર પડશે.

જો તમે ઘરથી દૂર હોવ ત્યારે તમારું કોવિડ-19 (COVID-19) પરીક્ષણ પરિણામ પોઝિટીવ આવે છે, તો તમે જ્યાં રહો છો ત્યાં તમારે આઇસોલેટ થવાની જરૂર પડી શકે છે. ખાતરી કરો કે જો આવું થાય તો તમારી પાસે એક યોજના છે. જો તમારે મુસાફરી દરમિયાન સેલ્ફ-આઇસોલેશન રહેવાની જરૂર હોય તો તમારે તમારા પોતાના ખર્ચને આવરી લેવાની જરૂર પડશે.

તમામ સાર્વજનિક પરિવહન અને રાઇડ શેર સેવાઓમાં ફેસ કવરિંગ જરૂરી છે, સિવાય કે તમે બહાર (ઉદાહરણ તરીકે, ફેરીના ડેક પર) રહેવા માટે સક્ષમ હોવ.

પરિવહન સેવાઓ પર અથવા હવાઇ અડ્ડાઓ, ટ્રેન સ્ટેશન અથવા બસ અડ્ડાઓ પર શારીરિક અંતર પાળવાની આવશ્યક્તા નથી.

આપણું રક્ષણ કરવા માટે સ્વસ્થ આદતો કેળવો 

સ્વસ્થ આદતો રાખીને વાયરસનો ફેલાવો ધીમો કરો. 

 • જો તમે બીમાર હોવ તો ઘરે રહો
 • તમારા હાથ ધોવો અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો
 • કોણી આડી રાખીને ઉધરસ અથવા છીંક ખાઓ
 • સહિયારી સપાટીને નિયમિતપણે સાફ કરો અથવા જંતુમુક્ત કરો
 • વેન્ટિલેશનમાં સુધારો કરો
 • જ્યાં શક્ય હોય ત્યાં લોકોથી તમારું અંતર જાળવો

સપોર્ટ

જ્યારે તમે સેલ્ફ-આઇસોલેટ થઈ રહ્યા હોવ ત્યારે મદદ કરો

જ્યારે તમે કોવિડ-19 (COVID-19) ને કારણે સ્વ-અલગ રહેતા હો ત્યારે તમને અને તમારા પરિવારને વધારાની સહાયની જરૂર હોય તો મદદ મળી શકે છે.

જ્યારે તમે સેલ્ફ-આઇસોલેટ થઈ રહ્યા હોવ ત્યારે મદદ કરો

એમ્પ્લોયર્સ માટે કોવિડ-19 (COVID-19) સપોર્ટ

તમે તમારા કર્મચારીઓના વેતન અથવા પગારના ખર્ચમાં યોગદાન આપવા માટે અથવા જો તમે સ્વ-રોજગાર ધરાવતા હોવ તો નાણાકીય સહાય માટે અરજી કરી શકો છો.

એમ્પ્લોયર માટે કોવિડ-19 (COVID-19) સપોર્ટ | Work and Income (external link)

જો તમે બીમાર છો અથવા કોવિડ-19 (COVID-19) ને કારણે કામમાંથી રજા લેવાની જરૂર છે

જો તમને સેલ્ફ-આઇસોલેટ થતી વખતે સપોર્ટની જરૂર હોય તો કામ અને આવક તમને મદદ કરી શકે છે અથવા જો તમે કોવિડ-19 (COVID-19) ને કારણે કામ ન કરી શકો તો તમારા એમ્પ્લોયરને તમારું વેતન ચૂકવવામાં મદદ કરી શકે છે.

જો તમે બીમાર હો અથવા કોવિડ-19 (COVID-19) ને કારણે કામમાંથી રજા લેવાની જરૂર હોય તો  | Work and Income (external link)

કોવિડ-19 (COVID-19) દરમિયાન તમારા અને તમારા પરિવાર માટે મદદ

તમારા અને તમારા પરિવાર માટે ખોરાક, આવશ્યક વસ્તુઓ, માનસિક અરોગ્ય અને સુખાકારી માટે કયો વધારાનો સહાય ઉપલબ્ધ છે તે શોધો.

વ્યક્તિઓ અને પરિવારો માટે સહાય

Last updated: at