ખાદ્યપદાર્થ કે આવશ્યક વસ્તુઓને એક્સેસ કરવી | Access to food or essential items

કોવિડ-19 લોકડાઉન દરમ્યાન આપણા સહુને ખાદ્યપદાર્થ અને આવશ્યક વસ્તુઓ જેવી કે દવાની જરૂર પડે છે, તેથી કૃપા કરી તેના વગર ચલાવી લેવાનો પ્રયત્ન ન કરવો. આ હકીકત પત્રકમાં તમારા માટે ખાદ્યપદાર્થ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવવાની ઘણીય રીતો છે.

ખાદ્યપદાર્થની ડિલિવરી

જો તમે બીમાર હોવ અને ખાદ્યપદાર્થ કે આવશ્યક સપ્લાય ખરીદવા માટે ઘર છોડી ન શકતા હોવ તો તમે પરિવાર, વ્હુનાઉ, મિત્રો કે પાડોશીને માલ સામાન મૂકી જવા કહી શકો છો તમાર સપોર્ટ નેટવર્ક જેમ કે પરિવાર, વ્હુનાઉ, મિત્રો, અને પડોશીઓને વાત કરો અને તપાસો કે તેઓ તમને આવશ્યક વસ્તુઓની ડિલિવરી આપી શકે તેમ છે કે કેમ.

ખાદ્યપદાર્થની ડિલિવરી જેવી કે સુપરમાર્કેટ હોમ ડિલિવરી, ફૂડ પાર્સલ, ફ્રોઝન પ્રિ-પ્રીપેઈડ ભોજન, સબસ્ક્રીપશન કરેલા ફૂડ બોક્સ કે અન્ય હોલ-ફૂડ ડિલિવરી સર્વિસ માટે પ્રયત્ન કરવો.

તમે તમારી સુપર માર્કેટની ક્લિક એન્ડ કલેક્ટ સર્વિસનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્થાનિક મિત્ર, પરિવારના સભ્યો કે પાડોશીને તમારા માટે કરિયાણું મૂકી જવાનું કહી શકો છો. 

તમારા સ્થાનિક સુપરમાર્કેટ કે ડેરીનો તેઓ કરિયાણાની ડિલિવરી આપે છે કે નહિ તે શોધવા અને કેવી રીતે ઓર્ડર આપવો તે શોધવા સંપર્ક કરો. તમારા સુપરમાર્કેટે કેટલાક પ્રાથમિકતાવાળા સ્લોટ એવા લોકો માટે રીઝર્વ રાખ્યા હશે કે જેમને ઓનલાઈન-શોપીંગનો ઉપયોગ કરવાની જરૂર હોય. 

ડિલિવરી મેળવતી વખતે સલામત રહેવું

  • ડિલિવરી સ્પર્શરહિત હોવી જોઈએ અને દૂર રહો.
  • જો તમે સપ્લાય ડિલિવરી કરતા હોવ તો 2 મીટર અળગા રહેવાનું અને ચેહરો ઢાંકવાનું આવરણ પહેરવાનું યાદ રાખો.
  • જો તમે તમારી સપ્લાય ડિલિવરી મેળવો તો જેઓ તેની ડિલિવરી કરે છે તેમનાથી 2 મીટર દૂર રહેવાનું, ચેહરો ઢાંકવાનું આવરણ પહેરવાનું અને સપ્લાયને દૂર મૂક્યા પછી તમારા હાથ ધોઈને સેનીટાઈઝ કરવાનું યાદ રાખો. 

www.Covid19.govt.nz/about-this-site/contact-and-support પર જાઓ

ખાદ્યપદાર્થ ખરીદવામાં નાણાકીય સહાય

જો તમારે ખાદ્યપદાર્થ ખરીદવા નાણાકીય સહાયની જરૂર હોય તો વર્ક એન્ડ ઈન્કમ મદદ કરવામાં સક્ષમ બનશે.

તાત્કાલિક નાણાકીય ટેકો અને ચાલુ જરૂરિયાત માટે વર્ક એન્ડ ઈન્કમ વેબસાઈટની મુલાકાત લો.

તમે પ્રમુખ લાભ માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને ખાદ્યપદાર્થની મદદ માટે તમારી યોગ્યતા તપાસી શકો છો.

તમે યુનાઇટ અગેઈન્સ્ટ કોવિડ-19 વેબસાઇટ પર કોવિડ-19 નાણાકીય સહાય ટુલનો તમને શી સહાય મળે છે તે જોવા માટે ઉપયોગ કરી શકો છો.

પર જાઓ

ફૂડબેંક્સ

તમે તમારી સ્થાનિક ફૂડબેંક વેબસાઈટ ફેમીલી સર્વિસીઝ ડિરેક્ટરી પર શોધ કરી શકો છો

ફેમીલી સર્વીસઝ ડિરેક્ટરી વેબસાઇટ (external link)

જો તમે ખાદ્યપદાર્થની ડિલિવરી મેળવી ન શકો તો

જો તમે પ્રયત્ન કર્યો અને ઉપરના કોઈ પણ વિકલ્પો મારફત સહાય એક્સેસ ન કરી શક્યા તો, તમારા સ્થાનિક સીવીલ ડીફેન્સ અને ઈમરજન્સી મેનેજમેન્ટ (CDEM) ગ્રુપનો સંપર્ક કરો.

www.civildefence.govt.nz/find-your-civil-defence-group (external link) પર જાઓ