જો કોઇને COVID-19 થાય તો, શું તમારા ઘરના બધા તૈયાર છે? | Is your household ready if someone gets COVID-19?

તમારા પરિવારનેકોવિડ-19 (COVID-19) માટે તૈયાર કરવા માટે તમે શું કરી શકો તે શોધો.

ગણતરીના સમયમાં COVID-19 નો હકારાત્મક કેસ તમારા સમુદાયમાં હોય તેવું બની શકે છે. જેમને સહાયની જરૂર પડશે તેમના માટે આરોગ્ય સંભાળ વ્યવસ્થા હાજર હશે, પરંતુ જે લોકોને COVID-19 નો ચેપ લાગશે તેમાંથી મોટાભાગનાંને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહિં પડે અને ઘરે જ સલામત રીતે આઇસોલેટ થઇ શકશે. જે લોકોનું COVID-19 પરિણામ હકારાત્મક આવે છે તે દરેકે અને તેમના ઘરમાં રહેતા દરેકે ઘરે જ રહેવાની જરૂર છે અને પરિવારજનો સહિત અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઇએ.

તૈયાર રહેવું એટલે લોકો વિષે છે, વાતચીત, સંપર્કો અને શુ કરવું તે જાણવું. તૈયાર રહેવુંનો અર્થ થશે કે તમારો પરિવાર અને સમુદાય જરૂર પડ્યે એકબીજાને મદદ કરી શકશે.

નીચેની સૂચિનો ઉપયોગ વાતચીત કરવા માટે કરો અને COVID-19 ને પહોંચી વળવા તમે કેટલા તૈયાર છો તે જાણો. ત્યારબાદ તમારા ઘરના સભ્યો માટે એક યોજના બનાવો.

1. એક યોજના બનાવો

જો કોઇને માંદગી આવે/બીમાર થાય તો તમે શું કરશો તે નક્કી કરો

 • જો તમારો પરિવાર આઇસોલેટ થતો હોય તો, તમારા ઘરની બહારના કયા લોકો છે જે મદદ કરી શકે છે તે શોધી કાઢો, ઉદાહરણ તરીકે ખાવાનું આપી જવું અથવા સામાજિક ટેકા માટે. ધ સ્ટુડન્ટ વોલન્ટીયર આર્મી જેવી સેવાઓ કશું આપી જવામાં મદદરૂપ થઇ શકે છે અને વર્ક એન્ડ ઇન્કમ કદાચ ખર્ચામાં મદદ કરી શકે.
 • શું તમારા ઘરમાં એવા લોકો છે કે જેમને કદાચ વધારાની સંભાળ અથવા સહાયની જરૂર પડે? તમારી સાથે જો કોઇ ઘરે આવીને સંભાળ રાખનારા (ઇન-હોમ કેરર) જોડાયેલા હોય તો તેમની સાથે, જો તમારે આઇસોલેટ થવાની જરૂર પડી તો શું થશે, તે બાબતમાં તમે પહેલેથી જ સંમતિ સાધી છે તે સુનિશ્ચિત કરવા, તે વિષે વાત કરો. જો તમે બાળકની અથવા પરાશ્રિતની ક્સ્ટડી શરે કરતાં હોવ તો યોજના બનાવો.
 • તમારી શાળા, નોકરીના સ્થળ, સમુદાય જૂથો અને અન્ય ઓળખીતાઓ સાથે તેમની શું યોજના છે અને તેમને તમારી કોઇ સહાયની જરૂર છે કે કેમ?, તે જાણવા વાત કરો. શું તેઓ તમને સહાય કરી શકશે?
 • તમારો પરિવાર આઇસોલેટ થઇ રહ્યો છે તેની લોકોને કઇ રીતે જાણ કરશો તે નક્કી કરો - તે તમારા મુખ્ય દ્વાર અથવા વાડ પર એક નિશાની હોય શકે. સંપર્કવિનાના ડ્રોપ-ઓફ થકી મદદ કરતાં લોકોને તેમની વિગતો નોંધવા તમારા મુખ્ય દ્વારની બહાર સેનિટાયઝર અને પેન અને કાગળ અથવા ક્યુઆર કોડ સાથે એક જગ્યા તૈયાર કરો. જો લોકો તમને સંપર્કવિનાના ડ્રોપ-ઓફ થકી મદદ કરતાં હોય તો, શું તેઓે આવતાં પહેલાં તમને ટેક્સટ અથવા સંદેશા દ્વારા જાણ કરે તેવું તમે ઇચ્છો છો? ગેટ પર રહીને હોર્ન વગાડે? બધાની સંમતિ હોય તેવા પ્રવેશ દ્વારનો ઉપયોગ કરે?
 • જો તમે બીમાર થાવ તો, બીજું કોઇ સરળતાથી સમજી શકે તેવી ઘરની સૂચનાઓ લખી રાખો. પાલતું પ્રાણીઓને ખવડાવવું, બિલ ભરવા અને છોડવાને પાણી પીવડાવવા જેવી બાબતો આવરી લો.
 • તમે તમારા પરિવારમાં COVID-19 ફેલાવાની શક્યતા કેવી રીતે ઘટાડી શકો તે બાબતમાં વિચારો અને તેના વિષે વાત કરો. શું તમે સહિયારી જગ્યાઓ ઘટાડી શકો છો અથવા સફાઇ વધારી શકો છો?

2. તમારે જોઇતી વસ્તુઓ રાખો

તમને અને તમારી આજુબાજુનાને સહાય માટે શું જોઇશે તે શોધી કાઢો

 • કૌટુંબિક માહિતીની સૂચિ બનાવો - દરેકના નામ, ઉંમર, રાષ્ટ્રીય આરોગ્ય સૂચક નંબર (એનએચઆઇ), કોઇ તબીબી તકલીફ હોય તો તે અને તે સામાન્ય રીતે લેતા હોય તેવી દવાઓ અથવા દરેક વ્યક્તિને જરૂરી તબીબી સામાનની માહિતી તેમાં આવરી લો. કટોકટીમાં સંપર્કની માહિતી સામેલ કરો, જેમ કે તમારા ડૉક્ટરનું દવાખાનું, ધંધાના સમય સિવાયના સમય માટે અને કોઇ પણ સહાયક સંસ્થાઓ.
 • તમે જેમાં આનંદ માણતા હોવ તે વસ્તુઓ ભેગી કરો. જો તમે ઘરે આઇસોલેટ થઇ રહ્યા હોવ તો કંટાળો આવતો રોકવામાં શું મદદ કરી શકશે?

3. તમારી યોજના જાણો અને જણાવો

સુનિશ્ચિત કરો કે જે લોકો મહત્વના છે તેમને ખબર હોય કે તેમણે શું કરવાનું હશે

 • ઘરની એક મિટિંગ રાખો જેથી દરેકજણ (નાની ઉંમરના સહિત) જાણતાં હોય કે શું કરવું, એકબીજાને મદદ કેવી રીતે કરવી અને જો કોઇ બીમાર થઇ જાય અથવા હોસ્પિટલ જવું પડે તો કોનો સંપર્ક કરવો.
 • સાથે ન રહેતા હોય તેવા પરિવારજનો, પડોશીઓ અને નિયમિત માઓરી મુલાકાતીઓ (માનુહીરી)/મુલાકાતીઓને તમારી યોજના જણાવો અને તમે તેઓ જોડે શું કરાવવા ઇચ્છશો અને તમે એકબીજાને કેવી રીતે મદદ કરી શકશો તે વિષે વાત કરો.

4. મિત્રો અને પરિવારજનોનો સંપર્ક કરો

આમાં આપણે બધા સાથે જ છીએ અને આપણે સાથે જ આમાંથી બહાર આવીશું

 • જોડાયેલા રહો - કુટુંબીજનો, મિત્રો અને સમુદાય સાથે નિયમિત સંપર્કમાં રહેવાની વ્યવસ્થા કરો. જો તમે આઇસોલેટ થતાં હોવ તો સુનિશ્ચિત કરો કે આ બધું ઓનલાઇન અથવા ફોન દ્વારા હોય.
 • તમારા મિત્રો, કુટુંબીજનો અને નોકરીના સાથીદારોને તેમની પોતાની યોજના તૈયાર કરવામાં ટેકો આપો.
 • તમારો સમુદાય શું કરી રહ્યો છે તે જાણો - શું ફ્રિઝ કરી દેવા માટેનું ખાવાનું બનાવતું જૂથ છે, યોજના બનાવવાના સૂચનો આપી રહ્યા છે અથવા ફક્ત શું થઇ રહ્યું છે તેની જાણમાં રહો?

COVID-19 સામે તૈયારીની તપાસ સૂચિ

COVID-19 સામે તૈયારીની તપાસ સૂચિ ડાઉનલોડ કરો [PDF, 118 KB]

Last updated: at