કોવિડ-19 વાઇરસ અને લક્ષણો | The COVID-19 virus and symptoms

કોવિડ-19 (COVID-19) કેવી રીતે ફેલાય છે અને વાયરસના વિવિધ લક્ષણો શું છે તે શોધો.

કોવિડ-19 શું છે?

કોવિડ-19 એક બીમારી છે જે કોરોનાવાઇરસ SARS-CoV-2ના કારણે થાય છે. તે તમારા ફેફસા, શ્વસનમાર્ગ અને અન્ય અંગોને અસર કરે છે.

કોરોનાવાઇરસ એ વાઇરસોના એક પરિવારમાંથી આવે છે જેના કારણે બીમારીઓ થાય છે. આમાં સામાન્ય શરદી, ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (SARS) અને મીડલ ઇસ્ટ શ્વસન સિન્ડ્રોમ (MERS) સામેલ છે.

SARS-CoV-2 સૌથી પહેલાં ચીનમાં ઓળખાયો હતો અને તે પ્રાણીમાંથી જનમ્યો હોવાની શક્યતા છે. માણસને સંક્રમિત કરવા કેવી રીતે આવ્યો તે હજુ પણ સ્પષ્ટ થયું નથી. આ વાઇરસ માણસમાં આવ્યો તે પછી સમય જતા તેના વિવિધ રૂપો બદલાયા છે. તેમાંથી કેટલાક મ્યૂટેશન એટલે કે રૂપોમાં ડેલ્ટા વેરિઅન્ટ છે જે અસલ વાઇરસ કરતાં વધુ સરળતાથી ફેલાય છે અને વધારે ગંભીર બીમારી ઊભી કરે છે.

કોવિડ-19ના લક્ષણો

લક્ષણોમાં સામેલ છેઃ

 • નવી અથવા વધુ ને વધુ થતી જતી ઉધરસ
 • તાવ
 • શ્વાસ ચડવો
 • ગળું છોલાવું
 • છીંક આવવી અને નાક વહેવું
 • ટૂંકાગાળા માટે સુંઘવા અને સ્વાદ પારખવાની સંવેદના જતી રહેવી.

આ લક્ષણોનો અર્થ એવો નથી થતો કે તમને કોવિડ-19 છે. લક્ષણો શરદી અને ફ્લુ જેવી અન્ય સામાન્ય બીમારી જેવા હોય છે.

શ્વાસ ચડવો એ ન્યુમોનિયાના સંભવિત સંકેત છે અને તેના માટે તાત્કાલિક તબીબી સહાયની આવશ્યકતા હોય છે.

જો તમને શરદી, તાવ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો તમારા ડૉક્ટરને અથવા 0800 358 5453 પર હેલ્થલાઇન પર કૉલ કરો અને તમારા પરીક્ષણ અંગે સલાહ મેળવો.

ઓછા સામાન્ય લક્ષણો

કેટલાક લોકોમાં ઓછા સામાન્ય લક્ષણો પણ જોવા મળી શકે છે જેમકે:

 • ઝાડા
 • માથુ દુખવું
 • સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીર દુખવું
 • ઉબકા
 • ઉલટી
 • અસ્વસ્થતા – અસ્વસ્થ હોવાની સામાન્ય લાગણી, બીમારી અથવા થોડી પ્રતિકૂળતા લાગવી.
 • છાતીમાં દુ:ખાવો
 • પેટમાં દુ:ખાવો
 • સાંધામાં દુઃખાવો થવો
 • મુંઝવણ અને ચીડિયાપણું.

વ્યક્તિને ચેપ લાગે ત્યાર પછી લક્ષણો દેખાતા 14 દિવસ સુધીનો સમય લાગી શકે છે. લક્ષણો વધે તે પહેલાં બે દિવસ સુધીમાં અન્ય લોકો પર વાઇરસ ગયો હોઇ શકે છે. આનો મતલબ છે કે કોઇને ખબર પડે કે તેમને કોવિડ-19 છે તે પહેલાં કોઇ અન્યને તેનો ચેપ લાગ્યો હોઇ શકે છે.

કોવિડ-19 કેવી રીતે ફેલાય છે

કોવિડ-19 સામાન્યપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ લે, ઉધરસ ખાય, છીંક ખાય અથવા ગાય ત્યારે વાઇરસ ધરાવતા કણો તેમનામાંથી અન્ય લોકો પર ફેલાઇ શકે છે.

કોવિડ-19 ફેલાવાનું જોખમ અહીં વધારે છે:

 • એવા બંધ સ્થળો કે જ્યાં હવાની સારી અવરજવર ના હોય
 • એવી જગ્યાઓ કે જ્યાં ઘણાં લોકો એકબીજાની નજીકમાં હોય
 • નજીકમાં સંપર્કમાં આવે તેવી રીતે બેસવું જેમ કે વાર્તાલાપ, ગાવા અથવા બોલવા માટે બેસવાની વ્યવસ્થા એકબીજાની નજીકમાં હોય.

જો લોકો વચ્ચે એકબીજાથી શારીરિક અંતર જળવાયેલું હોય તો, ઓછા લોકો હોય ત્યાં બહારના ભાગે જોખમ ઓછું હોય છે.

કેવી રીતે તમારી અને અન્ય લોકોની સુરક્ષા કરવી

આ સરળ પગલાં વાઇરસનો ફેલાવો ધીમો કરી શકે છે અને તમને, તમારા આપ્તજનોને અને સમુદાયને કોવિડ-19 સામે રક્ષણ આપી શકે છે.

 • જો શરદી, તાવ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો ઘરે જ રહો અને તમારા ડૉક્ટરને અથવા 0800 358 5453 પર વિનામૂલ્યે હેલ્થલાઇનને કૉલ કરો.
 • કોણી પર મોં રાખીને છીંક અથવા ઉધરસ ખાઓ.
 • અજાણ્યાં લોકોથી પૂરતું અંતર જાળવો.
 • જરૂર પડે ત્યારે અથવા જ્યારે શારીરિક અંતર જાળવવું મુશ્કેલ હોય ત્યારે ફેસ કવરિંગ પહેરો.
 • તમે ક્યાં ગયા હતા તેનું ન્યૂઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપનો ઉપયોગ કરીને ટ્રેકિંગ કરો અથવા વિગતવાર લેખિત નોંધ રાખો.
 • સહિયારી સપાટીઓ વારંવાર ચોખ્ખી કરો અને જંતુમુક્ત કરો.
 • નિયમિત તમારા હાથ ધુઓ અને સુકા કરો.

Last updated: at