કોવિડ-19 વેરિઅન્ટ્સ | COVID-19 variants

કોવિડ-19 ના વિવિધ વિરેઇન્ટ્સ વાઇરસ કેટલી ઝડપથી ફેલાય છે અથવા લોકો વાઇરસથી કેટલા બિમાર પડે છે તે બાબતને અસર કરી શકે છે.

વાઇરસમાં ફેરફાર અથવા મ્યુટન્ટ થવાની આ કુદરતી પ્રક્રિયા છે. કોવિડ-19 વાઇરસ સમય જતા બદલાઇ ગયો છે, કારણ કે તે માનવજાતિને અપનાવે છે. આના કારણે વાઇરસના નવા વેરિઅન્ટ્સ થાય છે જેમાં ડેલ્ટા અને ઓમીક્રોન વેરિએન્ટ્સ પણ સમાવેશ થાય છે.

કોવિડ-19 ના વિવિધ વિરેઇન્ટ્સ વાઇરસ કેટલી ઝડપથી ફેલાય છે અથવા લોકો વાઇરસથી કેટલા બિમાર પડે છે તે બાબતને અસર કરી શકે છે.

ડેલ્ટા વેરિઅન્ટ

ડેલ્ટા વેરિઅન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાયો છે ડેલ્ટાથી ચેપગ્રસ્ત લોકો:

  • વાઇરસના અન્ય વેરિઅન્ટ્સની તુલનામાં વધુ ગંભીર કોવિડ-19 બિમારી વિકસાવી શકે છે
  • હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતનું ઊંચું જોખમરહેલું છે
  • ઘણા વધારે વાઇરસ ધરાવે છે (ઊંચો વાઇરલ લોડ ધરાવે છે) અને અન્ય વેરિઅન્ટ્સની તુલનામાં લાંબા સમયગાળા સુધી તેને લઈ જાય છે
  • ચેપગ્રસ્ત હોય ત્યારે કોઇ લક્ષણો ધરાવતા ન હોઇ શકે (એસિમ્પ્ટોમેટિક હોઇ શકે છે)

રસીકરણ અને ડેલ્ટા

સંપૂર્ણ રસીકરણ તમને ડેલ્ટા ચેપની સામે ઊંચી સુરક્ષા પૂરી પાડે છે અને ગંભીર બિમારી, હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુની સામે પણ ઊંચી સુરક્ષા પૂરી પાડે છે.

લક્ષણો સાથેની બીમારી ધરાવતા લોકોમાં ફાઇઝર વેક્સિનના બે ડોઝની અસરકારકતા 64–95% છે. હોસ્પિટલાઇઝેશન અથવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે થયેલી તીવ્ર બીમારી સામે ફાઇઝર વેક્સિનના બે ડોઝની અસરકારકતા 90–96% છે.

ઓમીક્રોન વેરિઅન્ટ

ઓમીક્રોન સૌથી પહેલા નવેમ્બર 2021માં મળ્યો હતો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચિંતાજનક વેરિએન્ટના વર્ગમાં તેને રાખવામાં આવ્યો છે. તે આખી દુનિયામાં ઝડપથી ફેલાયો છે અને હવે 70 કરતાં વધારે દેશોમાં ફેલાઇ ગયો છે. પ્રારંભિક પુરાવા સૂચવે છે કે કોવિડ-19ના ડેલ્ટા સહિત અગાઉના વાઇરસની સરખામણીએ ઓમીક્રોન વધારે સંક્રમણ ફેલાવે છે.

અમે હજુ પણ આ વેરિઅન્ટ અંગે જાણી રહ્યા છીએ. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, ડેલ્ટાની સરખામણીમાં:

  • ઓમીક્રોન વધુ સંક્રમણ ફેલાવે છે
  • ઓમીક્રોનના લક્ષણો પહેલા જેવા જ હોઇ શકે છે પરંતુ હજુ પણ વધુ ડેટાની જરૂર છે
  • ઓમીક્રોનમાં હોસ્પિટલાઇઝેશનનો દર સમાન છે પરંતુ બીમારીની તીવ્રતા નક્કી કરવા માટે હજુ પણ વધુ માહિતીની જરૂર છે.

વેક્સિનેશન અને ઓમીક્રોન

પ્રારંભિક વિશ્લેષણ સૂચવે છે કે, ફાઇઝરની વેક્સિન ઓમીક્રોનના કારણે થતા બીમારીના લક્ષણો સામે અમુક હદે સુરક્ષા આપે છે પરંતુ આ સુરક્ષામાં સમય જતા ઘટાડો થાય છે. ફાઇઝર વેક્સિનનો બૂસ્ટર ડોઝ સુરક્ષા વધારે છે.

બૂસ્ટર ડોઝ વિશે વધુ જાણો

વેક્સિનેશન કરાવવું

કોવિડ-19 વેક્સિન વિના મૂલ્યે છે, સ્વૈચ્છિક છે અને ન્યૂઝીલેન્ડમાં 5 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે ઉપબલ્ધ છે. તમારા વિઝા કે નાગરિકતાની સ્થિતિ શું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી.

બુક માય વેક્સિન (external link) ની મુલાકાત લો, અથવા બુકિંગ કરવા માટે 0800 28 29 26 પર કોવિડ વેક્સિનેશન હેલ્પલાઇન પર કોલ કરો. તમામ કોલ્સ વિનામૂલ્યે છે, અને ટીમ સપ્તાહમાં 7 દિવસ માટે સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. જો તમારે જરૂર હોય તો દુભાષિયા માટે પણ કહી શકો છો.

કોઇ રસી 100% અસરકારક નથી, તેથી રસી લીધેલ વ્યક્તિ ડેલ્ટા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત બની શકે છે અને અન્ય લોકોમાં વાઇરસ ફેલાવી શકે છે એવી હજુ પણ શક્યતા રહેલી છે. તેથી આપણે બિમાર થવાથી આપણી જાતને અને આપણા સમુદાયને સુરક્ષિત રાખવા માટેનાં તમામ ઉપલબ્ધ પગલાં તેમ જ રસીનો ઉપયોગ કરવો જોઇએ.

આપણે આપણી જાતને કેવી રીતે બચાવી શકીએ

કોવિડ-19ના તમામ વેરિઅન્ટ્સનાં સંક્રમણને રોકવા માટે કેસ વહેલી તકે શોધવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને કેસ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવા ખૂબ જરૂરી બને છે.

આપણે નીચેની બાબતોથી સમુદાયમાં ફેલાયેલા ચેપને ઝડપથી દૂર કરી શકીએ છીએઃ