પોસ્ટર્સ અને સંશાધનો | Posters and resources

પોસ્ટરો અને સંસાધનો તમારી ભાષામાં ઉપલબ્ધ છે.

ધંધાઓ, કાર્યસ્થળો, સમુદાયો અને સંસ્થાઓને COVID-19 પ્રોટેક્શન ફ્રેમવર્ક સેટિંગ્સ (સુરક્ષા ઢાંચો વ્યવસ્થાઓ) લાગુ પાડવામાં સહાય કરવા અમે સંસાધનોની વિશાળ શ્રેણી પૂરી પાડીએ છીએ.

તમે અમારા લોગો, ટેમ્પલેટ્સ, પોસ્ટરો, વિડીઓ અને સોશિયલ મીડિયા ટાઇલ્સો અમારી સંસાધનો (રીસોર્સ) ટુલકિટમાંથી ડાઉનલોડ કરી અને છાપી શકો છો.

તમે અમારા બ્લુસ્ટાર પોર્ટલ પરથી (external link) અમારા સંસાધનો અને અન્ય સામગ્રીની છાપેલી નકલો નિઃશુલ્ક મંગાવી પણ શકો છો.

પોસ્ટર્સ અને સંશાધનો ડાઉનલોડ કરવા - રીસોર્સ ટુલકિટ

  1. toolkit.covid19.govt.nz (external link) પર જાઓ અને Login/Register (લોગ ઇન/રજીસ્ટર) બટનનો ઉપયોગ કરીને એક ખાતું ખોલો.
  2. તમે શોધી રહ્યા હોવ તેવા સંસાધનોને લગતાં મુખ્ય શબ્દો શોધવાના ખાનામાં (સર્ચ ફિલ્ડ) લખો. આ પ્લેટફોર્મ અંગ્રેજીમાં છે. તેથી જો તમે અનુવાદિત સંસાધનો શોધી રહ્યા હોવ તો, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને શોધો (દા.ત.face coverings, contact tracing, testing (ફેસ કવરિંગ્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટેસ્ટિંગ), વગેરે). તમે તમારી ભાષા શોધીને પણ ઉપલબ્ધ બધા જ સંસાધનો શોધી શકો છો.
  3. એકવાર Search (સર્ચ - શોધો) દબાવ્યા પછી, તમે ડ્રોપ-ડાઉન ફિલ્ટરનો ઉપયોગ કરીને તમારા પરિણામો વધુ સૂક્ષમ કરી શકો છો. 
  4. એકવાર તમે જે શોધો છો તે મળી જાય, પછી તેને ડાઉનલોડ કરી લો, વહેંચો અથવા જો તમે એકથી વધારે વસ્તુઓ ડાઉનલોડ કરતાં હોવ તો, તેને ટોપલી (બાસ્કેટ)માં ઊમેરો.

જો તમારે પ્રશ્નો હોય અથવા સહાયની જરૂર હોય તો, COVID19Brand@dpmc.govt.nz પર ઇમેલ કરો.

નિઃશૂલ્ક છાપેલા દસ્તાવેજો મંગાવવા - બ્લુસ્ટાર પોર્ટલ

અમારી ઓનલાઇન સૂચિ દ્વારા તમારા ધંધા, સમુદાયિક સંસ્થા અથવા કાર્યક્રમ માટે અન્ય નિઃશુલ્ક સામગ્રી મંગાવો અને તે સંસાધનો સીધા તમને, તમારા ધંધાને અથવા સમુદાયિક જૂથને પહોંચતા કરો.

બ્લુસ્ટાર પોર્ટલ (external link) પર જાઓ.