કોવિડ-19 સંપર્ક ટ્રેસિંગ ફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો | How to use the COVID-19 contact tracing form

જો તમે કોવિડ-19 (COVID-19) માટે પોઝિટીવ થાઓ છો, તો તમે સેલ્ફ-આઇસોલેશન રહેતા હો ત્યારે તમને વધારાની મદદ અથવા સમર્થનની જરૂર પડી શકે છે કે કેમ તે અન્ય લોકોને જણાવવા માટે તમારી માહિતી આરોગ્ય મંત્રાલય સાથે સુરક્ષિત રીતે ઑનલાઇન શેર કરો.

કોવિડ-19 (COVID-19) સંપર્ક ટ્રેસિંગ ફોર્મ વિશે

તમે ક્યાં ગયા છો તેની વિગતો શેર કરવાથી ઉચ્ચ જોખમવાળા સ્થાનોને ઝડપથી ઓળખવામાં મદદ મળે છે કે જેને અમારા સમુદાયમાં સૌથી વધુ સંવેદનશીલ લોકોના રક્ષણ માટે સમર્થનની જરૂર પડી શકે છે.

કોવિડ-19 (COVID-19) સંપર્ક ટ્રેસિંગ ફોર્મ તમને શેર કરવા દે છે:

 • સંપર્ક અને આરોગ્ય વિગતો
 • લક્ષણ
 • ઘરેલું સંપર્કો
 • ઉચ્ચ જોખમી સ્થાનો
 • કોવિડ ટ્રેસર ડાયરી અને બ્લુટૂથ ડેટા

તમે પોઝિટીવ PCR ટેસ્ટ પર પાછા ફર્યા પછી, અથવા તમે તમારું પોઝિટીવ રેપિડ એન્ટિજેન ટેસ્ટ પરિણામ અપલોડ કરી લો તે પછી, તમને આ ફોર્મ ભરવા માટે 2328 નંબર પરથી ટેક્સ્ટ દ્વારા એક લિંક અને એક્સેસ કોડ મોકલવામાં આવશે. આ ફોર્મ ભરવામાં 20 મિનિટ જેટલો સમય લાગી શકે છે.

જો તમને આ ફોર્મમાં મુશ્કેલી હોય, તો help@tracingform.min.health.nz પર ઇમેઇલ કરો અથવા 0800 555 728 પર કૉલ કરો.

આરોગ્ય મંત્રાલય આ માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરે છે.  તેનો ઉપયોગ ફક્ત સંપર્ક ટ્રેસિંગ અને તમને જરૂર પડી શકે તેવા કોઈપણ વધારાના સપોર્ટને ઓળખવા માટે કરવામાં આવશે. આ કાર્યમાં મદદ કરતી એજન્સીઓ સાથે જ માહિતી શેર કરવામાં આવે છે. કોવિડ-19 (COVID-19) સંપર્ક ટ્રેસિંગ ફોર્મ પ્રાઈવસી સ્ટેટમેન્ટ (external link) વાંચો.

સંપર્ક ટ્રેસિંગ ફોર્મનો ઉપયોગ કરવો

એકવાર તમે આ પ્રક્રિયા શરૂ કરી લો તે પછી, પહેલાથી દાખલ કરેલ ડેટા ગુમાવવાનું ટાળવા માટે સમાન ઉપકરણ અને બ્રાઉઝરનો ઉપયોગ કરીને આ ફોર્મને એક બેઠકમાં પૂર્ણ કરો.

 1. તમારો એક્સેસ કોડ દાખલ કરો અને તમારી જન્મતારીખ સાથે તમારી ઓળખની ચકાસણી કરો. ‘Get started’ (પ્રારંભ કરો) પસંદ કરો.
 2. તમે પ્રદાન કરો છો તે માહિતીનો ઉપયોગ કેવી રીતે થશે તે વાંચો. બૉક્સ પર ટિક કરો અને ‘Accept and continue’ (સ્વીકારો અને ચાલુ રાખો) પસંદ કરો.
 3. તમે જ્યાં સેલ્ફ-આઇસોલેશન કરશો તે સરનામા સહિત વૈકલ્પિક સંપર્ક વિગતો પ્રદાન કરો.
 4. જો તમે વિકલાંગ વ્યક્તિ છો અથવા તંગતા વ્હાઈકાહા માઓરી (અક્ષમ માઓરી) સહિત, જો તમને વિકલાંગતા હોય તો પસંદ કરો.
 5. જો તમે છેલ્લા છ અઠવાડિયામાં ગર્ભવતી હો અથવા જન્મ આપ્યો હોય તો પસંદ કરો.
 6. જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો પસંદ કરો (શરતોનાં ઉદાહરણો આપવા.માં આવ્યા છે).
 7. તમારી પાસે હોઈ શકે તેવી અંતર્ગત સ્વાસ્થ્ય સ્થિતિની વિગતો આપો.
 8. નોંધ કરો કે તમે કયા લક્ષણનો અનુભવ કર્યો છે અને તેઓ ક્યારે શરૂ થયા છે. જો તમને કોઈ લક્ષણ ન હોય, તો આની પુષ્ટિ કરો અને અમે તમારી ચેપી અવધિ નક્કી કરવા માટે તમારા ટેસ્ટ તારીખનો ઉપયોગ કરીશું.
 9. તમારા ઘરેલું સંપર્કોની વિગતો આપો, જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જેમની સાથે તમે કાયમ માટે રહેતા નથી, પરંતુ તમે તમારા કેટલાક ચેપી સમયગાળા માટે જેમની સાથે રહ્યા છો.
 10. નોંધ કરો કે તમે તમારા ચેપી સમયગાળા દરમિયાન સૂચિબદ્ધ કોઈપણ ઉચ્ચ-જોખમ સ્થાનો પર ગયા છો.
 11. તમારા ચેપી સમયગાળાના દરેક દિવસ માટે, તમને પૂછવામાં આવશે કે શું તમે ઉચ્ચ જોખમવાળા કોઈપણ સ્થળોએ ગયા છો.
 12. તમારા નજીકનો સંપર્ક અને કાર્યસ્થળ/શિક્ષણ સંસ્થાને જણાવો કે તમને કોવિડ-19 (COVID-19) છે. આ એવા લોકો છે જેમની સાથે તમે તમારા ચેપી સમયગાળા દરમિયાન ફેસ કવરિંગ પહેર્યું ન હોય ત્યારે સમય પસાર કર્યો હોય. તેઓએ 10 દિવસ સુધી કોવિડ-19 (COVID-19) લક્ષણ માટે સ્વ-નિરીક્ષણ કરવાની જરૂર પડશે અને જો તેઓમાં લક્ષણ જોવા મળે તો ટેસ્ટ કરાવવો પડે.
 13. તમે પ્રદાન કરેલી માહિતીની સમીક્ષા કરો અને સબમિટ કરો. વધુ વિગતો માટે તમારો સંપર્ક થઈ શકે છે.
 14. તમારી કોવિડ ટ્રેસર ડાયરીમાંથી વિગતો શેર કરો, જો કોઈ હોય તો. ડાયરી અપલોડ કોડ એ જ કોડ છે જેનો ઉપયોગ તમે પ્રાપ્ત કરેલા SMS પર કોવિડ-19 (COVID-19) સંપર્ક ટ્રેસિંગ ફોર્મને ઍક્સેસ કરવા માટે કર્યો હતો.
 15. જો તમને સેલ્ફ-આઇસોલેશન થવામાં મદદ કરવા માટે કોઈ આધારની જરૂર હોય, તો અમે તમને Ministry of Social Development (MSD) તરફથી આ માટે અરજી કરવા માટેની લિંક આપી શકીએ છીએ. ‘Yes’ (હા) આથવા ‘No’ (ના) પસંદ કરો.
 16. આગળ શું થાય છે, કેવી રીતે સેલ્ફ-આઇસોલેશન થવું, અને નાણાકીય અને અન્ય સહાય કેવી રીતે મેળવવી તે વિશેની માહિતીની નોંધ લો.

Last updated: at