જ્યારે તમે સ્વ-અલગ થઈ રહ્યા હોવ ત્યારે મદદ કરો | Help while you are isolating

કોવિડ -19 થી પીડાતા મોટાભાગના લોકોમાં હળવાથી મધ્યમ લક્ષણો હશે અને તેઓ ઘરે જ તેનું સંચાલન કરી શકશે. પરંતુ જો તમે કોવિડ -19 ને કારણે સ્વ-અલગ થઈ રહ્યા છો, તો જો તમને જરૂર હોય તો મદદ ઉપલબ્ધ છે.

ઉપલબ્ધ સમર્થન

સૌથી વધુ લોકો પરિવાર અને મિત્રોની મદદથી બંદોબસ્ત કરશે. પરંતુ જો તમે સ્વ-અલગ રહેતા હો ત્યારે તમને અને તમારા પરિવારને વધારાના સમર્થન ની જરૂર હોય, તો તમે કેટલીક વધારાની મદદ મેળવી શકશો જેમ કે:

  • તમને વિતરીત કરવામાં આવેલ પુરવઠો
  • ખોરાક, દવા અને કેટલાક બીલો જેવા તાત્કાલિક અને આવશ્યક ખર્ચ માટે ચૂકવવાના પૈસા
  • તમારા વિસ્તારમાં સમુદાય જૂથો, iwi અને પેસિફિક જૂથો તરફથી સમર્થન.

જ્યારે તમે સ્વ-અલગ હો ત્યારે મદદની વિનંતી કરો

જો કોઈને મદદની જરૂર હોય તો તે વિનંતી કરી શકે છે — તમારે લાભ મેળવવાની જરૂર નથી.

તમે કોવિડ વેલફેર લાઇન ને 0800 512 337 પર, સવારે 8 થી સાંજે 8, સપ્તાહના 7 દિવસ દિવસ મફતમાં કૉલ કરી શકો છો.

સંપર્કમાં રહો

તમારા મિત્રો અને કુટુંબીજનો તથા તમે જેની સાથે સંપર્કમાં છો તેવા કોઈપણ સમુદાય જૂથો સાથે સંપર્કમાં રહો. તેઓ કરી શકે છે:

  • તમે કેવું અનુભવો છો તે તપાસો
  • તપાસો કે શું તમને ખોરાક અથવા દવાઓ જેવા મૂળભૂત પુરવઠાની જરૂર છે.

જો તમને તબીબી સહાયની જરૂર હોય

જો તમારા લક્ષણો વધુ ખરાબ થાય અથવા તમને તાત્કાલિક તબીબી સંભાળની જરૂર હોય, તો તમારા સ્થાનિક આરોગ્ય સંભાળ પ્રદાતા અથવા હેલ્થલાઇનને 0800 358 5453 પર કૉલ કરો.

જો તમને અથવા કોવિડ-19 થી પીડાતા વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં તીવ્ર દુખાવો થાય, બેહોશ થાય અથવા બેભાન થઈ જાય, તો તરત જ 111 પર કૉલ કરો.

નાણાકીય સહાય

જો તમે કોઈ તબીબી સ્થિતિને કારણે કામ કરી રહ્યા નથી, તો તમારા એમ્પ્લોયર સાથે માંદગીની રજા અથવા અન્ય રજા વિશે વાત કરોએમ્પ્લોયમેન્ટ NZ પાસે રજાના અધિકારો વિશે માહિતી છે. 

જો તમને તાત્કાલિક ખર્ચ માટે મદદની જરૂર હોય, તો તમે કાર્ય અને આવક તરફથી સમર્થન માટે પાત્ર બની શકો છો. www.workandincome.govt.nz (external link)તપાસો અથવા 0800 559 009 પર કૉલ કરો. 

સુખાકારી હેલ્પલાઈન અને સમર્થન

જો તમને લાગે કે તમે સામનો કરી રહ્યાં નથી, અથવા તમને અન્ય લોકો માટે ચિંતા છે, તો સ્વાસ્થ્ય વ્યાવસાયિક સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે.

સમર્થન મેળવવા માટે હેલ્પલાઈન શોધો

Last updated: at