ઉચ્ચ જોખમ ધરાવતા દેશો માટે મુસાફરી પર પ્રતિબંધો | Travel restrictions for very high-risk countries

‘અતિ ઉચ્ચ જોખમ’ ધરાવતા દેશના વર્ગથી ન્યુઝીલેન્ડ મુસાફરી કરી રહેલા કોવિડ-19 સંક્રમિત લોકોની સંખ્યા ઘટી છે. ‘અતિ ઉચ્ચ જોખમ’ ધરાવતા દેશોમાંથી ન્યૂ ઝીલેન્ડમાં મુસાફરી પ્રતિબંધિત છે.

નીચેના દેશો અત્યારે ‘અતિ ઉચ્ચ જોખમ’ ધરાવતા દેશોના વર્ગમાં પ્રારંભિક તબક્કે છે:

 • બ્રાઝિલ
 • ફિજી
 • ભારત
 • ઈન્ડોનેશિયા
 • પાકિસ્તાન
 • પાપૂઆ ન્યૂ ગિની

નીચેના સહિતના કેટલાક માપદંડોમાં સામેલ થતા દેશોને અતિ ઉચ્ચ જોખમ ધરાવતા દેશો તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે:

 • વર્ષ 2021માં જે-તે દેશમાંથી ન્યૂ ઝીલેન્ડ આવતા પ્રત્યેક 1,000 લોકો પૈકી કોવિડ-19ના 50થી વધારે કેસ મળી આવ્યાં હોય, અને
 • પ્રત્યેક મહિને સરેરાશ 15થી વધુ મુસાફરો કોવિડ પોઝિટિવ મળી આવ્યા હોય.

શા માટે આવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા.

ઘણાં દેશોમાં કોવિડ-19 ફરીથી ફેલાઈ રહ્યો છે અને કોવિડ-19ના નવા વેરિયન્ટ્સ ઉભરતા હોવાથી વિશ્વભરમાં સંક્રમણની નવી લહેર શરૂ થઈ છે.

એટલે કે આવા દેશોમાંથી કોવિડ-19 સાથે વધુ સંખ્યામાં લોકો પરત ફરી શકે છે. કેસોમાં વધારો થવાથી અમારા મેનેજ્ડ આઈસોલેશન અને ક્વોરન્ટાઈન (એમઆઈક્યુ) સીસ્ટમ્સ અને માનવબળ પર વધુ દબાણ આવશે અને સમૂદાયમાં મહામારીનું જોખમ વધશે.

અતિ ઉચ્ચ જોખમ ધરાવતા દેશના વર્ગથી ન્યૂ ઝીલેન્ડ મુસાફરી કરી રહેલા કોવિડ-19 સંક્રમિત લોકોની સંખ્યા ઘટી છે.

અતિ ઉચ્ચ જોખમ ધરાવતા દેશથી શું કોઈ સીધી મુસાફરી કરી શકે છે?

અતિ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી ન્યૂ ઝીલેન્ડ આવતા મુસાફરો હંગામી ધોરણે પ્રતિબંધિત છે:

 • ન્યુઝીલેન્ડના નાગરીકો
 • ન્યુઝીલેન્ડના નાગરીકોના જીવનસાથી અને આશ્રિત બાળકો, અથવા
 • ન્યુઝીલેન્ડના નાગરીક હોય તેવા આશ્રિત બાળકોના માતા-પિતા.
 • ન્યુઝીલેન્ડના નાગરીકના જીવનસાથી કે જે પતિ કે પત્નિ, સિવિલ યુનિયન પાર્ટનર અથવા વાસ્તવિક જીવનસાથી હોઈ શકે છે.

જો તમે ન્યૂ ઝીલેન્ડના નાગરીક નથી તો ન્યૂ ઝીલેન્ડમાં પ્રવેશ કરવા માટે તમારી પાસે માન્ય વિઝા હોવા જરૂરી છે. 

ઈમિગ્રેશન ન્યૂ ઝીલેન્ડ ખાતેથી ન્યૂ ઝીલેન્ડમાં મુસાફરી કરવા તમારા યોગ્ય કારણો (external link)

જો તમે અત્યંત ઉચ્ચ જોખમી દેશથી સીધી મુસાફરી ન કરી શકતા હોવ તો

રેસિડેન્સ ક્લાસ વિઝા ધરાવતાં લોકો સહિત અન્ય તમામ મુસાફરોએ ન્યૂ ઝીલેન્ડમાં આવતાં પહેલાં ઊંચું જોખમ ધરાવતા દેશોની બહાર ઓછામાં ઓછા 14 દિવસ વિતાવેલા હોવા જોઇએ.

તમે ન્યુઝીલેન્ડમાં પ્રવેશ કરો તે પહેલા દેશની બહાર 14 દિવસ પસાર કર્યા વગર તમે અત્યંત ઉચ્ચ જોખમી દેશમાંથી પસાર થઈ તમે મુસાફરી કરી શકો છો. અત્યંત ઉચ્ચ જોખમી દેશમાંથી પસાર થવામાં તમે કેટલો સમય લગાડી શકો તેની કોઈ મર્યાદા નથી પરંતુ તમારે એરસાઈડ પર રહેવું જોઈશે. અર્થાત તમારે એરપોર્ટ પર જ રહેવાનું અને દેશમાં પ્રવેશ કરવાનો નહીં.

પ્રસ્થાન કરો તે અગાઉ તમારો ટેસ્ટ નેગેટિવ હોવો જોઈશે

અત્યંત ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંના તમામ મુસાફરોએ સરકાર માન્ય લેબોરેટરીમાંથી નેસોફાર્ન્જીલ આરટી-પીસીઆર (પીસીઆર) ટેસ્ટ નેગેટિવ હોવાના પૂરાવા જોઈશે. ફિજી (આ કિસ્સામાં પ્રસ્થાન પહેલા ટેસ્ટની જરૂરીયાત નથી)થી મુસાફરીમાં આ નિયમ લાગુ નહિ પડે. આ પરીક્ષણ પ્રસ્થાન થવાના 72 કલાકની અંદર થયેલા હોવા જોઇએ.

જો તમે ફિજીથી મુસાફરી કરી રહ્યાં હોય તો 5થી 6 દિવસના મેનેજ્ડ આઈસોલેશન દરમિયાન વધારાના ટેસ્ટની જરૂરીયાત રહેશે.

ન્યુઝીલેન્ડમાં પ્રવેશવા માટેના પ્રસ્થાન પહેલાના ટેસ્ટ

કોવિડ-19 ટેસ્ટ હાથ ધરવા માટે માન્ય હોય તેવા ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં લેબોરેટરીની યાદી આરોગ્ય મંત્રાલય જાહેર કરે છે.

માન્ય લેબોરેટરીની યાદી (external link)

મુક્તિ

માનવીય કારણોને લીધે ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ મુક્તિની મંજુરી આપી શકે છે. 

મેનેજ્ડ આઈસોલેશન અને ક્વોરન્ટાઈન વેબસાઈટ ખાતે મુક્તિ પ્રક્રિયા અંગે વધુ જાણકારી મેળવી શકો છો.

મુક્તિ માટે અરજી કરો (external link)

ન્યૂ ઝીલેન્ડ પરત ફરી રહેલા લોકોને સૂચન

સેફટ્રાવેલ સાથે રજિસ્ટર કરો

જો તમે ઉચ્ચ જોખમ ધરાવતા દેશમાં રહેતા ન્યુઝીલેન્ડના નાગરીક છો તો સેફટ્રાવેલ સાથે તમારી મુસાફરી અને સંપર્ક વિગતોની નોંધણી કરવાનું સુનિશ્ચિત કરો.

નવી મુસાફરી માર્ગદર્શિકા માટે સેફટ્રાવેલ પર રજિસ્ટર કરો (external link)

કોવિડ-19થી સંક્રમિત થવાનું જોખમ ઘટાડો

પ્રસ્થાન કરતા પહેલાના 14 દિવસ દરમિયાન તમે કોવિડ 19થી પોતાને સંક્રમિત થવાનું જોખમ ટાળવા અને પોતાની સાથે ન્યુઝીલેન્ડમાં વાયરસ લાવતા અટકાવવા માટે અમુક બાબતો કરી શકો છો:

 • પાર્ટી, સામાજિક મેળાવડાઓ જેવા ખૂબ ઊંચું જોખમ ધરાવતા કાર્યક્રમોમાં અથવા ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળો.
 • કોવિડ-19 ધરાવતા લોકો અથવા કોવિડ-19 ધરાવતા લોકોના સંપર્કમાં આવેલા હોય તેવા લોકોના સંપર્કમાં આવવાનું ટાળો.
 • અન્ય લોકોના શક્ય એટલા ઓછા સંપર્કમાં આવી શકાય તે માટે શક્ય એટલું ઘરમાં જ રહો.
 • વારંવાર તમારા હાથને ધોવો અને સૂકવો, ખાંસી આવે ત્યારે તમારા હાથની હથેળીઓ આડી રાખો અને તમારા ચહેરાને સ્પર્શવાનું ટાળો.
 • તમે જાણતા ન હોવ તેવી વ્યક્તિઓથી શારીરિક અંતર જાળવો.
 • શારીરિક અંતર ન રાખી શકાય તેમ હોય ત્યારે ચહેરાને ઢાંકવા માટે કંઈક પહેરો.

Last updated: