ન્યુઝીલેન્ડમાં આવતા પ્રવાસીઓ માટે પ્રિ-ડિપાર્ચર (પ્રસ્થાન થાય તે પહેલાના) પરીક્ષણો | Pre-departure testing for travellers to New Zealand

વાઇરસને ન્યૂ ઝીલેન્ડની બહાર રાખવો એ આપણા માટે સૌથી મોટું રક્ષણ રહે છે.

ન્યૂ ઝીલેન્ડ જતા મોટાભાગના પ્રવાસીઓએ તેમના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન અગાઉના 72 કલાક દરમિયાન માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી પ્રસ્થાન અગાઉનું નેગેટિવ કોવિડ-19 માટેનું પરીક્ષણ મેળવવું જરૂરી છે.

નીચેના દેશોને પ્રસ્થાન અગાઉના પરીક્ષણમાંથી મુક્તી આપેલી છે:

 • એન્ટાર્કટિકા
 • કુક આઇલેન્ડ્સ
 • ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેસિયા
 • ફિજી
 • કિરિબાતી
 • માર્શલ આઇલેન્ડ્સ
 • નાઉરુ
 • ન્યૂ કેલેડોનિઆ
 • નિઉ
 • પલાઉ
 • સામોઆ
 • સોલોમન આઇલેન્ડ્સ
 • ટોકેલાઉ
 • ટોંગા
 • તુવાલુ
 • વનુઆતુ

આરોગ્ય મંત્રાલયે ઑસ્ટ્રેલિયા અને ખૂબ ઉચ્ચ જોખમ ધરાવતા દેશો સિવાયના તમામ દેશો માટે નીચે ઉલ્લેખ કરેલા પ્રકારના પરીક્ષણો સ્વીકાર્ય હોવાની પુષ્ટિ કરી છે:

 • ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટિંગ (NAAT), જેમાં PCR, RT-PCR અને TMA અથવા
 • LAMP, અથવા
 • એન્ટીજેન ટેસ્ટ (તેને વાઇરલ એન્ટિજેન ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવી શકે છે) સામેલ છે.

ઑસ્ટ્રેલિયાથી આવતા પ્રવાસીઓએ PCR અથવા RT-PCR ટેસ્ટ પ્રસ્થાન અગાઉના પરીક્ષણો કરાવવા જરૂરી છે.

ખૂબ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓએ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી નેગેટિવ નેસોફેરિન્જિઅલ RT-PCR (PCR) પરીક્ષણનો પુરાવો રાખવો આવશ્યક છે. 

ખૂબ ઉચ્ચ જોખમ ધરાવતા દેશો અંગે વધુ જાણો

પ્રસ્થાન અગાઉના પરીક્ષણો માટેની સામાન્ય આવશ્યકતાઓ

2 વર્ષથી નાના (24 મહિના) બાળકોને પ્રસ્થાન અગાઉના પરીક્ષણમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

ન્યૂ ઝીલેન્ડમાંથી પસાર થઈને તેમના અંતિમ ગંતવ્ય સુધી જઈ રહેલા અને હવાઇ ક્ષેત્રમાં રહેતા પ્રવાસીઓનેપ્રસ્થાન અગાઉના પરીક્ષણમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

તબીબી કારણોસર પરીક્ષણ કરાવી શકતા ન હોય તેવા પ્રવાસીઓએ તમારા પ્રસ્થાન અગાઉના 72 કલાકની અંદર તબીબની સલાહ લેવી પડશે. તેમણે તમને એવું જણાવતું મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે કે તમે તબીબી કારણોસર પરીક્ષણ કરાવી શકતા નથી અને તમે કોઈ કોવિડ-19ના લક્ષણો ધરાવતા નથી.

જો તમારું પ્રસ્થાન અગાઉનું પરીક્ષણ (ટેસ્ટ) પોઝિટિવ હોય પરંતુ ધારો કે તે અગાઉના કોવિડ-19 ચેપને લીધે હોય તો તમારે તબીબ પાસેથી સલાહ લેવી પડશે, જે તમારી કોવિડ-19ના હાલના લક્ષણોની તપાસ કરશે.

જો તેમને વિશ્વાસ હોય કે તમને હાલમાં કોવિડ-19નો ચેપ નથી તો, તમારે તેમને આ પ્રદાન કરવું પડશે:

 • અગાઉના પોઝિટીવ પરીક્ષણની તારીખ સાથે મેડિકલ સર્ટિફિકેટ, જો લાગુ પડતું હોય તો અને
 • તેમણે હવે તમને કોવિડ-19થી ચેપગ્રસ્ત ના હોવાનું માન્યું છે તેવું દર્શાવતું દસ્તાવેજીકરણ.

વિદેશી ભાષાઓમાં મેડિકલ સર્ટિફિકેટ્સ (તબીબી પ્રમાણપત્રો) સ્વીકારવા પાત્ર છે.

પ્રવાસીઓએ પ્રસ્થાન અગાઉના પરીક્ષણ અંગેની વધારાની આવશ્યકતાઓ અંગે પોતાની એરલાઇન સાથે પૂછપરછ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. તેમને અન્ય દેશો જેના મારફતે તેઓ જવાના હોય તેમની આવશ્યકતાઓની પણ પૂછપરછ કરવાની સલાહ આપવામાં આવે છે. 

ન્યૂ ઝીલેન્ડ જતા પ્રવાસીઓ માટે દિવસ 0ના રોજ પરીક્ષણની આવશ્યકતાઓ 

ન્યુઝીલેન્ડમાં પહોંચતા ક્વોરન્ટિન-ફ્રી પ્રવાસના ભાગરૂપે આવતા લોકો સિવાયના મોટા ભાગના પ્રવાસીઓએ નીચેની બાબતો કરવાની રહેશેઃ

 • અમારી 14 દિવસની આઇસોલેશન અને ક્વોરન્ટિન માટેની વ્યવસ્થાની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે
 • 0 દિવસ એટલે કે જ્યારે તેઓ પ્રથમ વખત આઇસોલેશનની વ્યવસ્થામાં આવે ત્યારે PCT કોવિડ-19 ટેસ્ટ કરાવવો પડશે
 • પરીક્ષણનું પરિણામ ન આવે ત્યાં સુધી તેમના રૂમમાં રહેવું પડશે
 • જ્યારે તેઓ પહોંચે ત્યારે લક્ષણો ધરાવતા હોય તો તેમણે સીધા જ ક્વોરન્ટિનની સુવિધામાં જવું પડશે.

પરીક્ષણનાં પરિણામો આવતા સામાન્યપણે 24-48 કલાકનો સમય લાગે છે.

જો પરીક્ષણ (ટેસ્ટ) નેગેટિવ હોય તો લોકો તેમના 14 દિવસના બાકીના સંચાલિત આઇસોલેશનને સામાન્ય મુજબ પૂર્ણ કરશે. તેમણે તેમના રોકાણના ત્રીજા દિવસે આગળનું પરીક્ષણ કરાવવાનું રહેશે અને બારમાં દિવસે ફરી કરાવવાનું રહેશે. લગભગ તમામ કિસ્સાઓમાં તેઓ સુવિધા છોડી શકે તે પહેલા તેમણે નેગેટિવ કોવિડ-19 પરીક્ષણ (ટેસ્ટ) અને અમારી સ્વાસ્થ્ય ટીમ પાસેથી તેમને કોવિડ-19 હોવાનું કે સંક્રમણ ફેલાવવાનું ઓછું જોખમ ધરાવતા હોવાની પુષ્ટિ મેળવવી આવશ્યક છે.

જો પરિણામ પોઝિટિવ હોય તો વ્યક્તિને દિવસ 0નાં પરીક્ષણ વિના તેમને જે સમયે ક્વોરન્ટિન સુવિધામાં મોકલવામાં આવે છે તેની પહેલા જ ત્યાં મોકલવામાં આવશે.

ક્વોરન્ટિન મુક્ત પ્રવાસ અંગે વધુ જાણો

વધુ માહિતી 

સંચાલિત આઇસોલેશન અને ક્વોરન્ટિન અંગેની વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લોઃ 
https://www.miq.govt.nz/travel-to-new-zealand/arriving-in-nz/ (external link)

Last updated: