રસીની મૂળભૂત બાબતો | Vaccine basics

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

રસી કોને આપવામાં આવે છે?

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.
 
આપના વિઝા કે નાગરિકત્વની સ્થિતિ શું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલી કોઇપણ માહિતીનો ઉપયોગ ઇમિગ્રેશનના હેતુ માટે કરીશું નહીં.
 
કોવિડ-19ની રસી કોણ લઈ શકે છે?

તમે ક્યારે રસી લઈ શકો છો?

અમે રસી તબક્કાવાર રીતે આપી રહ્યાં છીએ. ન્યૂ ઝીલેન્ડમાં 12 વર્ષથી મોટી વયના સૌ કોઈ રસીના 4માંથી 1 ગ્રૂપમાં આવે છે.

સૌપ્રથમ અમે એવા લોકોનું રક્ષણ કરીશું જેમને તેમના કામના સ્થળે કોવિડ-19 થવાનું જોખમ રહેલું છે. તેનાથી ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ ઘટી જશે અને લૉકડાઉન લાદવું નહીં પડે.

ત્યારબાદ, અમે એવા લોકોને રસી આપીશું, જેમને જો આ વાઇરસનો ચેપ લાગે તો તેમને ગંભીર રીતે બીમાર પડવાનું જોખમ રહેલું છે અથવા તો તેઓ મૃત્યુ પામી શકે છે.

આખરે, અમે આઓટેરોઆમાં 12 વર્ષ અને તેનાથી મોટી વયના સૌ કોઇનું રસીકરણ કરીશું.

રસી આપના વિઝા અથવા નાગરિકત્વની સ્થિતિને ધ્યાનમાં રાખ્યાં વિના સૌ કોઈ માટે ફ્રી છે.

સહાનુભૂતિના ધોરણે અથવા તો રાષ્ટ્રીય મહત્વના કારણોસર આપે વિદેશ જવાનું થાય તો, આપ વહેલું રસીકરણ કરાવવા માટે અરજી કરી શકો છો.

વહેલું રસીકરણ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી

રસી અને આપનું કામ

આપને કઈ રસી આપવામાં આવશે

ન્યૂ ઝીલેન્ડમાં ફાઇઝરની રસી જ એકમાત્ર કોવિડ-19ની રસી છે, જેને ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. અમે આ રસીના 1 કરોડ ડૉઝ મેળવ્યાં છે, જે 50 લાખ લોકોને 2 ડૉઝ આપી તેમનું રક્ષણ કરવા માટે પૂરતાં છે.

રસી આપના રોગપ્રતિકારક તંત્રને વાઇરસને ઓળખવાનું અને તેની સામે લડત આપવાનું શીખવીને કામ કરે છે.

ફાઇઝરની રસી:

 • તે એક મેસેન્જર RNA (mRNA) રસી છે.
 • તે કોઈ જીવિત વાઇરસ, મૃત કે નિષ્ક્રિય કરેલ વાઇરસ ધરાવતી નથી
 • તેનાથી આપને કોવિડ-19નો ચેપ લાગતો નથી
 • તે આપના DNAને પ્રભાવિત કરતી નથી
 • તે કોઈ પ્રાણીજન્ય ઉત્પાદન ધરાવતી નથી.

તમે તમારી રસીનો બીજો ડૉઝ, પ્રથમ ડૉઝ લીધાના ઓછામાં ઓછા 42 દિવસ (6 અઠવાડિયા) બાદ લેવાનો રહે છે.

રસી કેવી રીતે કામ કરે છે, તે જાણો

તમારું રસીકરણ થાય ત્યારે આપે શું અપેક્ષા રાખવી જોઇએ, તે જાણો

તમારું રસીકરણ થઈ ગયાં પછી આપે શું અપેક્ષા રાખવી જોઇએ, તે જાણો

રસીની આડઅસરો અંગે જાણો

રસીની સુરક્ષા અને અસરકારકતા

ન્યૂ ઝીલેન્ડની મેડિસિન સેફ્ટી ઑથોરિટી મેડસેફ તમામ નવી દવાઓ માટેની અરજીઓનું મૂલ્યાંકન કરે છે. તેમાં રસીઓનો પણ સમાવેશ થાય છે.
 
ન્યૂ ઝીલેન્ડમાં ઉપયોગમાં લેવા માટે રસીને મેડસેફ પાસેથી મંજૂરી મળે તે માટે તેઃ

ન્યૂ ઝીલેન્ડમાં અમારી તમામ સલામતી તપાસમાં ખરી ઉતરવી જોઇએ
સલામતી, અસરકારકતા અને ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.
 

ફાઇઝરની રસી બંને ડૉઝ મેળવનારા લોકોમાં ખૂબ જ અસરકારક છે. જ્યારે આપનું સંપૂર્ણ રસીકરણ થઈ જાય ત્યારે આપ ગંભીર રીતે બીમાર પડો તેવી શક્યતા ખૂબ ઘટી જાય છે.

અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ રસીના બંને ડૉઝ મેળવ્યાં છે, તેમાંથી 95% લોકોને કોવિડ-19ના લક્ષણો સામે સુરક્ષા પ્રાપ્ત થઈ છે.

રસી કેવી રીતે કામ કરે છે, તે જાણો

રસીને કેવી રીતે વિકસાવવામાં આવી અને તેને કેવી રીતે મંજૂરી પ્રાપ્ત થઈ, તે જાણો

રસીકરણ કરાવવું શા માટે મહત્વનું છે

આપ જ્યારે રસી મેળવો છો ત્યારે ફક્ત પોતાનું જ નહીં પણ અન્યોનું પણ રક્ષણ કરો છો. આ ઉપરાંત તમે તમારા પરિવારજનો, મિત્રો અને સમુદાયમાં કોવિડ-19ને ફેલાતો અટકાવવાના જોખમને ઘટાડવામાં પણ યોગદાન આપો છો.

જોકે, રસી મેળવી લીધાં પછી પણ આપે આરોગ્ય સંબંધિત યોગ્ય વર્તણૂકોનું પાલન કરવાનું ચાલું રાખવાનું છે
તમારું સંપૂર્ણપણે રસીકરણ થઈ ગયાં પછી આપ વાઇરસને અન્યોમાં ફેલાવી શકો છો કે નહીં, તે અંગે હાલમાં કંઇપણ કહી શકાય તેમ નથી.

પોતાનું, પોતાના પરિવારજનોનું અને અન્યોનું રક્ષણ કરવામાં મદદરૂપ થવા માટે આપે આપનું રસીકરણ થઈ ગયાં પછી કોવિડ-19ને ફેલાતો અટકાવવામાં મદદરૂપ થવાનું ચાલું રાખવું જોઇએ. આટલું કરવાનું યાદ રાખોઃ

 • તમારા હાથને સારી રીતે ધોવો
 • હાથને કોણીએથી વાળીને તેની અંદર ખાંસો અને છીંકો
 • જાહેર પરિવહનમાં ફેસ માસ્ક પહેરો
 • તમે ક્યાં છો તેને ટ્રેક કરો
 • NZ કોવિડ ટ્રેસર એપ પર આપના બ્લ્યુટૂથ ટ્રેસિંગને ચાલું કરો
 • ઘરે રહો અને આપ જો બીમાર હો તો હેલ્થલાઇનને કૉલ કરો (0800 358 5453)

રસી અંગેની ખોટી માહિતી અને છેતરપિંડીઓ અંગે જાણ કરવી

રસી અંગે ઓનલાઇન અને સોશિયલ મીડિયા પર ખૂબ વધારે માહિતી ઉપલબ્ધ છે. તે ખૂબ વધારે પ્રમાણમાં હોઈ શકે છે અને તેની પર ભરોસો કરવો કે નહીં તે જાણવું ખૂબ મુશ્કેલ હોય છે. આપ વિશ્વાસપાત્ર સ્રોતોમાંથી માહિતી મેળવો છો તેની ખાતરી કરો અને જ્યાં સુધી તમને એ જાણ ન હોય કે માહિતી સંપૂર્ણપણે સાચી છે, ત્યાં સુધી કંઇપણ શૅર કરશો નહીં.

રસી અંગે વિશ્વાસપાત્ર માહિતી કેવી રીતે મેળવવી

વેક્સિનેટર બનો

અમે રસીકરણના અમલીકરણમાં મદદરૂપ થવા માટે વધારાના વેક્સિનેટરોને શોધી રહ્યાં છીએ.

તમે જો નિવૃત્ત આરોગ્ય વ્યાવસાયિક હો અથવા હાલમાં હેલ્થ વર્કફૉર્સમાં કામ કરી રહ્યાં ન હો અને જો તમે સ્વયંસેવા કરવા માંગતા હો તો, તમારા રસની કામગીરીની નોંધણી કરાવવા માટે આરોગ્ય મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લો.

વેક્સિનેટર બનવાની આપની અભિરુચિની નોંધણી કરાવો (external link)

Last updated: