કોવિડ-19ની રસી કેવી રીતે કામ કરે છે | How the COVID-19 vaccine works

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ બને છે.

તમે જ્યારે રસી લઈ લો છો, ત્યારે તમે તમને સુરક્ષિત કરી રહ્યાં હોવ છો અને આપના પરિવારજનો, મિત્રો અને સમુદાયમાં કોવિડ-19 ફેલાવાના જોખમને ઘટાડી રહ્યાં હોવ છો.

જ્યારે તમારું સંપૂર્ણ રસીકરણ થઈ જાય ત્યારે તમે ગંભીર રીતે બીમાર પડો તેવી શક્યતા ખૂબ ઘટી જાય છે.

રસી આપના રોગપ્રતિકારક તંત્રને વાઇરસને ઓળખવાનું અને તેની સામે લડત આપવાનું શીખવીને કામ કરે છે.

રસી કેવી રીતે કામ કરે છે, તે અંગે આપ અહીં મહત્વની માહિતીને મેળવી શકશો.

mRNA રસીઓ

ફાઇઝરની રસી mRNA રસી છે.તે સાર્સ-સીઓવી-2 (કોવિડ-19) વાઇરસના મહત્વના હિસ્સા માટેનો જીનેટિક કૉડ ધરાવે છે, જે ‘સ્પાઇક પ્રોટીન’ તરીકે ઓળખાય છે. સ્પાઇક પ્રોટીન્સ એ આ વાઇરસની સપાટી પર થોડાં ઉપસેલા હોય છે.

તમને એકવાર રસી મળી જાય તે પછી આપનું શરીર આ જીનેટિક કૉડને વાંચે છે અને સ્પાઇક પ્રોટીનની નકલો તૈયાર કરે છે.

તમારું રોગપ્રતિકારક તંત્ર આ સ્પાઇક પ્રોટીન્સની જાણકારી મેળવે છે અને કોવિડ-19ને કેવી રીતે ઓળખવો અને તેની સામે કેવી રીતે લડત આપવી તે અંગે શીખે છે. તે જાણે છે કે, વાઇરસને આપના શરીરમાં ફેલાતો અટકાવવા સામે રક્ષણ પૂરું પાડવા તેણે તેની પર હુમલો કરવાની જરૂર છે.

ત્યારબાદ રસીમાંથી પ્રાપ્ત થયેલ જીનેટિક કૉડ તૂટે છે અને આપના શરીર દ્વારા તે ખૂબ ઝડપથી અને સરળતાથી દૂર થઈ જાય છે. 

mRNA રસી અંગે જાણવા જેવી મહત્વની બાબતો

આ રસીને કારણે આપને કોવિડ-19 થતો નથી

mRNA રસીઓ કોવિડ-19 કરનાર કોઇપણ વાઇરસ કે જીવિત, મૃત કે નિષ્ક્રિય કરેલ વાઇરસો ધરાવતી નથી.

આ રસી આપના DNAને પ્રભાવિત કરતી નથી

તે આપના DNA કે જનીનોને પ્રભાવિત કરતી નથી કે તેની સાથે કોઈ ક્રિયા-પ્રતિક્રિયા પણ કરતી નથી. mRNA રસીઓ જ્યાં આપણા DNA હોય છે, તે કોષના નાભિકમાં પણ ક્યારેય પ્રવેશ કરતી નથી.

mRNA રસીઓને દાયકાઓથી વિકસાવવામાં આવી રહી છે.

mRNA રસીઓને મોટા આંતરરાષ્ટ્રીય સહકાર સાધીને વિકસાવવામાં આવી રહી છે.

સંશોધકો દાયકાઓથી mRNA રસીઓ પર અભ્યાસ અને કામ કરી રહ્યાં છે. તેમાં ફ્લુ, ઝિકા, હડકવા અને સાયટોમેગાલોવાઇરસ (CMV) સામેની રસીઓ માટેના અભ્યાસોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, વૈજ્ઞાનિકોએ SARS અને MERS જેવા કોરોનાવાઇરસના ભૂતકાળના ચેપો પર પણ સંશોધન કર્યું છે. કોવિડ-19 કરનાર કોરોનાવાઇરસને એકવાર ઓળખી લીધા પછી, વૈજ્ઞાનિકોએ કોવિડ-19 માટેની ટેકનોલોજીને ઝડપથી અપનાવી લીધી હતી.

તે પ્રમાણમાં નવી ટેકનોલોજી હોવા છતાં આ રસી તમામ સુરક્ષા ચકાસણી અને નિયમોમાંથી પસાર થઈ છે.

રસીની અસરકારકતા અને સલામતીને દર્શાવવામાં મદદરૂપ થવા માટે તેમાં આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ ટ્રાયલ્સનો પણ સમાવેશ થાય છે. ફાઇઝરની રસીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે તથા તેની અસરકારકતા અને સલામતી માટે તેની પર સતત અને નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

Last updated: