કોવિડ-19ની રસી કોણ મેળવી શકે છે? | Who can get a COVID-19 vaccine?

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી વિના મૂલ્યે અને સ્વૈચ્છિક છે તથા 12 વર્ષ કે તેનાથી ઉપરના સૌ કોઇને ઉપલબ્ધ છે. આપના વિઝા કે નાગરિકત્વની સ્થિતિ શું છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે એકઠી કરવામાં આવેલી કોઇપણ માહિતીનો ઉપયોગ ઇમિગ્રેશનના હેતુ માટે કરીશું નહીં અને આપની ગુપ્તતાનું રક્ષણ કરવામાં આવશે.

આપ જ્યારે રસી લઈ લો છો, ત્યારે તમે પોતાને સુરક્ષિત કરી રહ્યાં હો છો અને આપના પરિવારજનો, મિત્રો અને સમુદાયમાં કોવિડ-19 ફેલાવાના જોખમને ઘટાડી રહ્યાં હો છો.

અહીં તમને તમારી ઉંમર, તમે ગર્ભવતી છો કે સ્તનપાન કરાવી રહ્યાં છો, તમને અગાઉ કોઈ રસીનું એલર્જિક રીએક્શન આવ્યું છે કે નહીં અને આપને આરોગ્યની કોઈ અંતર્નિહિત સમસ્યા છે કે નહીં વગેરે જેવા પરિબળો સહિત રસી કોણ લઈ શકે છે, તે અંગે મહત્વની માહિતી પ્રાપ્ત થશે.

તમે જો 12 વર્ષથી નાની વયના હોય તો

હાલના તબક્કે 12 વર્ષથી નાની વયના લોકો ફાઇઝરની રસી મેળવી શકતાં નથી.

તમે જો 65 વર્ષથી મોટી વયના હો તો

આ રસી 65 વર્ષથી મોટી વયના લોકોમાં ખૂબ જ અસરકારક અને સલામત હોવાનું જોવામાં આવ્યું છે.

તમે જો શાકાહારી હોય અને કોઈ એલર્જી હોય તો

આ રસી શાકાહારીઓ માટે અનુકૂળ છે. તે કોઈ પ્રાણીજન્ય ઉત્પાદનો ધરાવતી નથી.

આ ઉપરાંત, તે એન્ટિબાયોટિક્સ, બ્લડ પ્રોડક્ટ્સ, DNA, ઇંડાનું પ્રોટીન, ભ્રૂણની સામગ્રી, ગ્લુટેન, ડુક્કરના ઉત્પાદનો, પ્રીઝર્વેટિવ્સ, સોય, કે લેટેક્સ (રસીની શીશીનું સ્ટોપર સીન્થેટિક રબર - બ્રોમોબ્યુટીલમાંથી બનાવવામાં આવેલ છે) ધરાવતી નથી.

ફાઇઝરની રસીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની સંપૂર્ણ યાદી મેળવો (external link)

તમે જો ગર્ભવતી હોવ તો

તમે જો ગર્ભવતી હોવ તો તમે તમારી ગર્ભાવસ્થાના કોઇપણ તબક્કે કોવિડ-19ની રસી મેળવી શકો છો.

સમગ્ર વિશ્વમાં પહેલેથી જ રસી મેળવી ચૂકેલી ગર્ભવતી સ્ત્રીઓની મોટી સંખ્યામાંથી પ્રાપ્ત થયેલો ડેટા દર્શાવે છે કે, તેમને કોવિડ-19ની રસી આપવામાં કોઈ વધારાની સલામતી રાખવાની જરૂર રહેતી નથી.

ગર્ભાવસ્થા દરમિયાન રસી મૂકાવાથી તેનો ફાયદો શિશુને પણ થઈ શકે છે, કારણ કે, માતાની એન્ટિબોડી કોર્ડ બ્લડ અને માતાના દૂધમાં ટ્રાન્સફર થઈ હોવાના પુરાવા છે, જે પેસિવ ઇમ્યુનિટી મારફતે શિશુને રક્ષણ પૂરું પાડી શકે છે.

જો તમને કોઇપણ પ્રશ્નો કે ચિંતા હોય તો, આપના આરોગ્ય વ્યાવસાયિક સાથે તેના અંગે ચર્ચા કરો.

તમે જો સંતાનપ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યાં હોવ તો

તમે જો સંતાનપ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યાં હો તો, આપ ફાઇઝરની રસી મેળવી શકો છો.

ફાઇઝરની રસી તમારા જનીનો કે પ્રજનનક્ષમતાને પ્રભાવિત કરશે નહીં. રસીમાં રહેલ mRNA આપના કોઇપણ કોષના નાભિકમાં પ્રવેશતું નથી, જ્યાં DNA રહેલું હોય છે.

રસીનો કોઇપણ હિસ્સો કે ઉત્પાદિત થયેલ સ્પાઇક પ્રોટીન્સ અંડાશય કે વૃષણ સુધી પહોંચતા નથી.

તમને જો કોઇપણ રસીનું એલર્જિક રીએક્શન આવતું હોય તો

તમને ભૂતકાળમાં કોઇપણ રસી કે ઇન્જેક્શનનું ગંભીર કે તાત્કાલિક એલર્જિક રીએક્શન આવ્યું હોય તો, આ અંગે આપના ડૉક્ટર, આરોગ્ય વ્યાવસાયિક કે વેક્સિનેટર સાથે વાત કરો.

તમને જો ભૂતકાળમાં એનાફીલેક્સિસની સમસ્યા રહી હોય તો

તમને જો ભૂતકાળમાં એનાફીલેક્સિસની સમસ્યા રહી હોય તો આપે રસી લેવી જોઇએ નહીં:

  • ફાઇઝરની રસીમાં રહેલ કોઇપણ ઘટક માટે
  • ફાઇઝરની રસીના અગાઉના ડૉઝ માટે.

ફાઇઝરની રસીમાં શું છે - આરોગ્ય મંત્રાલય (external link)

તમે જો અસ્વસ્થ હો કે આપને તાવ આવતો હોય તો

તમને જો તમારી એપોઇન્ટમેન્ટના દિવસે અસ્વસ્થ હો કે 38° સે.થી વધુ તાવ આવતો હોય તો, આપ જ્યાં સુધી સાજા ન થઈ જાઓ ત્યાં સુધી તમારે કોવિડ-19ની રસી લેવાનું પાછું ઠેલી દેવું જોઇએ.

તમે જો અન્ય કોઈ રસી લઈ રહ્યાં હોવ તો

તમે અન્ય કોઈ રસી અને કોવિડ-19ની રસી એકસાથે લઈ શકતા નથી. તમારે રસી પર આધાર રાખી બંને રસીની વચ્ચે ચોક્કસ સમયનું અંતર રાખવું પડશે.

ફ્લુની રસી

કોવિડ-19ની રસી અને ઇન્ફ્લુએન્ઝા (ફ્લુ)ની રસી વચ્ચે ઓછામાં ઓછા 2 અઠવાડિયાનું અંતર રાખો.

તમે જો કોવિડ-19ની રસીની એપોઇન્ટમેન્ટ લીધી હોય તો, પહેલાં કોવિડ-19ની રસીના બંને ડૉઝ લઈ લો - આ બંને ડૉઝને ઓછામાં ઓછા 3 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે. તમે તમારા બીજા ડૉઝ પછી 2 અઠવાડિયા બાદ ફ્લુની રસી લઈ શકો છો.

તમારી જો કોવિડ-19ની રસીની એપોઇન્ટમેન્ટ ન હોય તો, પહેલા તમારા ફ્લુની રસી લઈ લો. આ રસી લીધાના 2 અઠવાડિયા પછી આપ આપનો કોવિડ-19ની રસીનો પ્રથમ ડૉઝ લઈ શકો છો.

ઓરી, ગાલપચોળિયું અને રુબેલા (MMR)ની રસી

અમે તમને પહેલાં કોવિડ-19ની રસીના બંને ડૉઝ લઈ લેવાની ભલામણ કરીએ છીએ, જેને 3 અઠવાડિયાના અંતરે આપવામાં આવે છે.

તમને જો કોવિડ-19ની રસી લો છો, તો તેના બીજા ડૉઝ બાદ ઓછામાં ઓછા 2 અઠવાડિયાની રાહ જોયા પછી જ MMRની રસી લેવી જોઇએ.

તમે જો MMRની રસી પહેલાં લો છો તો, કોવિડ-19ની રસીનો પ્રથમ ડૉઝ લેતાં પહેલાં ઓછામાં ઓછા 4 અઠવાડિયાની રાહ જોવી જોઇએ.

તમને જો કોઈ અંતર્નિહિત આરોગ્ય સમસ્યા ધરાવતા હોય તો

ક્લિનિકલ પરીક્ષણોમાં એમ જાણવા મળ્યું કે, આ રસી તમામ વય, જાતિ, વર્ણ, વંશીયતા અને અંતર્નિહિત તબીબી સ્થિતિઓ ધરાવતા લોકો માટે અસરકારક છે.

તમારી વય 16 વર્ષ કે તેનાથી વધુ હોય અને તમે જો અહીં જણાવેલ એક કે તેનાથી વધુ માપદંડોને પૂરાં કરતાં હો તો, તમે વહેલી રસી મેળવી શકો છોઃ

  • તમને જો આરોગ્યની કોઈ સમસ્યા હોય તો, તેનો અર્થ એ થયો કે, તમે, ગર્ભવતી સ્ત્રી સહિત જાહેર ફંડમાંથી અપાતી ઇન્ફ્લુએન્ઝાની રસી મેળવવા માટે પાત્ર છો.
  • તમને જો કોઈ માનસિક બીમારીનું નિદાન થયું હોય (જેમાં સ્કીઝોફ્રેનિયા, હતાશા સંબંધિત પ્રમુખ વિકાર, બાયપોલર ડિસઑર્ડર કે સ્કીઝોઅફેક્ટિવ ડિસઑર્ડર તથા હાલમાં માનસિક આરોગ્ય અને વ્યસન સંબંધિત ગૌણ અને તૃતીયક સેવાઓ લઈ રહેલા પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે).
  • તમે જો અયોગ્ય રીતે નિયંત્રિત કે તીવ્ર હાઇપરટેન્શન ધરાવતા હોવ (હાઇપરટેન્શન એ ઉચ્ચ રક્તચાપનું બીજું નામ છે). આ કિસ્સામાં તીવ્રનો અર્થ રક્તચાપને નિયંત્રણમાં રાખવા માટે 2 કે તેનાથી વધુ દવાઓની જરૂર પડતી હોવી તેવો થાય છે.
  • તમે જો અતિશય મેદસ્વી હો (≥40 BMI તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે).

તમને જો અન્ય કોઈ ગંભીર તબીબી સમસ્યા હોય, તમે જો કોઈ સારવાર, સ્કેન કે દવાઓ લઈ રહ્યાં હો તો, રસીકરણ કરાવવા અંગે વધુ સલાહ લેવા માટે આરોગ્ય મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લો.

ચોક્કસ ગ્રૂપો અને આરોગ્યની સ્થિતિ માટે રસી સંબંધિત સલાહ મેળવવા - આરોગ્ય મંત્રાલય (external link)

Last updated: