રસીકરણ અને આપનું કામ | Vaccination and your job

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

હાલમાં ન્યૂ ઝીલેન્ડમાં મોટાભાગની કામગીરી એવા લોકો દ્વારા કરવામાં આવી શકે છે, જેમનું રસીકરણ હજુ બાકી છે.

આપ જે કામ કરો છો, તે કોવિડ-19ની રસી લઈ લીધેલા કોઈ કામદાર દ્વારા કરાવવાની જરૂર પડે તો શું થશે, તે જાણો.

આપના નોકરીદાતાએ આપની ગુપ્તતાની સુરક્ષા જાળવવી જોઇએ

તમારા નોકરીદાતા કોઇને પણ આપના રસીકરણની સ્થિતિ અંગે માહિતી આપી શકે નહીં, અન્યથા આપે આમ કરવાની મંજૂરી આપી હોય કે ગુપ્તતા સંબંધિત કાયદા હેઠળ કોઈ અપવાદ હોય.

તમારે તમારા નિયોક્તાને એ જણાવવાની જરૂર નથી કે આપે રસી લીધી છે કે નહીં. તમે જો રસી નહીં લેવાનું પસંદ કરો છો, તેના માટે આપે તેમને કારણ જણાવવાની જરૂર નથી.

તમે એવી ભૂમિકામાં હો કે જેનું કામ ફક્ત રસી લીધેલા કામદાર દ્વારા જ થઈ શકે તેમ છે પરંતુ તમે જો તમારી રસીકરણની સ્થિતિ જાહેર કરવા ન ઇચ્છતા હો તો, તમારા નોકરીદાતા તમારી સાથે રસી નહીં લીધેલ કામદાર તરીકે વર્તી શકે છે પરંતુ તેમણે તમને જણાવવાનું રહેશે કે તેઓ આમ કરી રહ્યાં છે.

તમે જે કામ કરી રહ્યાં છો, તે રસી લીધેલા કામદાર દ્વારા કરવાની જરૂર પડે તો

જો તમારા નોકરીદાતા આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખી એમ વિચારે કે કોઈ ચોક્કસ કામ ફક્ત રસી લીધેલી વ્યક્તિ પાસેથી જ કરાવવાની જરૂર છે, તો તેમણે સૌપ્રથમ કોવિડ-19ના સંસર્ગનું જોખમ મૂલ્યાંકન કરાવવું પડશે. આ મૂલ્યાંકન તેમણે કામદારો, યુનિયનો અને અન્ય પ્રતિનિધિઓની સાથે સહકાર સાધીને કરવાની જરૂર છે.

આ જોખમ મૂલ્યાંકનમાં આ બાબતોને ધ્યાન પર લેવાની રહેશેઃ

  • પોતાની ભૂમિકા ભજવતી વખતે કામદારો કોવિડ-19ના સંસર્ગમાં આવ્યાં હોવાની સંભાવના
  • તેના સંભવિત પરિણામો - ઉદાહરણ તરીકે, સામુદાયિક પ્રસાર.

વર્કસેફ જોખમના મૂલ્યાંકન અંગે વિગતવાર માર્ગદર્શન ધરાવે છે.

કોઈ ચોક્કસ કામગીરી રસી લીધેલા કામદાર પાસેથી કરાવવા સંબંધિત આકારણી કરવી (external link)

રોજગાર સંબંધિત વર્તમાન કાયદાની જવાબદારીઓ હજુ પણ લાગુ થાય છે. તેમાં સામેલ થાય છેઃ

  • કરાર દ્વારા રોજગારીના નિયમો અને શરતોમાં ફેરફાર કરવા
  • સદભાવનામાં પરામર્શમાં સંલગ્ન થવું
  • રસીકરણની સ્થિતિ પર આધાર રાખી કામદારોમાં ગેરકાયદે ભેદભાવ થતો ટાળવો
  • રસીકરણની સ્થિતિ પર આધાર રાખી કામદારોને અન્યાયી રીતે ગેરફાયદો પહોંચાડી શકે તેવા કોઈ પગલાં ન લેવા.

ખૂબ વધારે જોખમ ધરાવતી બોર્ડર કે મેનેજ્ડ આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇન (MIQ)ની સ્થિતિમાં કામ કરવું

રસીકરણ એ ફરજિયાત નથી અને કોઇપણ વ્યક્તિ કોવિડ-19ની રસી લેવી કે નહીં તે પોતાની મરજી મુજબ પસંદ કરી શકે છે, ત્યારે MIQમાં અથવા ઊચું જોખમ ધરાવતા બોર્ડરના પરિદ્રશ્યમાં થતાં તમામ કામ એવા લોકો દ્વારા જ થવા જોઇએ, જેમણે કોવિડ-19ની રસી લઈ લીધી છે. તેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ, બંદરો ખાતે અને એરક્રાફ્ટ પર કામ કરતાં સરકારી કામદારોનો સમાવેશ થાય છે.

તેમાં કેટલાક અપવાદો છે. ઉદાહરણ તરીકે, જ્યાં ઇમર્જન્સીમાં વ્યક્તિનો જીવ બચાવવા, આરોગ્ય કે સલામતીની સુરક્ષા માટે જરૂરી હોય ત્યાં રસી નહીં મૂકાવેલી વ્યક્તિને પ્રવેશવાની અને કામ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે અથવા તેમને અધિકૃત કરવામાં આવી શકે કે કાયદા દ્વારા જરૂરી બનાવવામાં આવી શકે છે.

ઊંચું જોખમ ધરાવતા બોર્ડર પરિદ્રશ્યમાં કામ કરી રહેલા કામદારો માટે રસીકરણની જરૂરિયાતો

વિવાદોનું સમાધાન કેવી રીતે કરવું

કોઈ ચોક્કસ કામગીરી ફક્ત રસી લીધેલા કામદાર દ્વારા જ થવી જોઇએ એ અંગે તમે અને તમારા નિયોક્તા અસંમત હોય તો, આપ અર્લી રીઝોલ્યુશન સર્વિસની સેવા લઈ શકો છો. તે આવા વિવાદોનું સમાધાન લાવવા માટે વિનામૂલ્યે અને અનૌપચારિક પ્રક્રિયા પૂરી પાડે છે.

અર્લી રીઝોલ્યુશન સર્વિસ (external link)

વધુ માહિતી

કોવિડ-19 રસીકરણ અને રોજગાર — એમ્પ્લોઇમેન્ટ NZ (external link)