કોવિડ-19ની રસી વહેલી મેળવવા માટે અરજી કરવી | Applying for an early vaccination

ન્યૂ ઝીલેન્ડમાં કોવિડ-19ની રસી 12 વર્ષથી મોટી વયના તમામ લોકો માટે ફ્રી, સ્વૈચ્છિક છે તથા ઉપલબ્ધ છે.

બુકિંગ કરાવવા માટે બુક માઈ વેક્સિન (Book My Vaccine) ની મુલાકાત લો અથવા કોવિડ રસીકરણ હેલ્થલાઇન પર કૉલ કરો.

સહાનુભૂતિના ધોરણે અથવા તો રાષ્ટ્રીય મહત્વતાના કારણોથી વિદેશ જવાનું હોવાથી વહેલું રસીકરણ કરાવવા માટે અરજી કરાવવાની જરૂર પડે તો શું કરવું તે જાણો.

અન્ય કોઈ કારણોસર તમે વહેલું રસીકરણ મેળવવા અરજી કરી શકતા નથી.

સહાનુભૂતિના ધોરણે વિદેશ જવું

આપે જો વિદેશમાં જવાની જરૂર પડે છે, તો તમે સહાનુભૂતિના ધોરણે વહેલી રસી મેળવવા અરજી કરી શકો છોઃ

  • તમારા માટે અથવા તમારા આશ્રિત કોઈ વ્યક્તિ (ઉદાહરણ તરીકે તમારું બાળક) માટે ન્યૂ ઝીલેન્ડમાં ઉપલબ્ધ ન હોય તેવી કોઈ ગંભીર તબીબી સારવાર મેળવવા માટે.
  • મરણપથારીએ રહેલા તમારા કોઈ નજીકના કુટુંબીજનની મુલાકાત લેવા માટે
  •  આશ્રિતને ગંભીર સારવાર અને સુરક્ષા પૂરી પાડવા માટે.

તમારે જો 31 ઑગસ્ટ પહેલાં વિદેશ જવાનું હોય તો, તમે મિનિસ્ટ્રી ઑફ હેલ્થની વેબસાઇટ મારફતે વહેલી રસી મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

રાષ્ટ્રીય મહત્વના કોઈ કારણોસર વિદેશ પ્રવાસે જવા માટે

આપે જો અહીં નીચે જણાવેલ કારણોસર વિદેશ પ્રવાસે જવાની જરૂર પડે છે, તો તમે વહેલી રસી મેળવવા માટે પાત્ર ગણાઈ શકો છોઃ

  • ન્યૂ ઝીલેન્ડના સ્વશાસનના અધિકારની સલામતી અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે
  • કોવિડ-19 રોગચાળામાંથી બેઠાં થવા માટે વિદેશોને સહાય પૂરી પાડવાની, આંતરરાષ્ટ્રીય હોનારતોને પ્રતિક્રિયા આપવાની અથવા પેસિફિક અને રીએલ્મ દેશોને સમર્થન પૂરું પાડવાની ન્યૂ ઝીલેન્ડની કટિબદ્ધતાના ભાગરૂપે સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત માનવતાવાદી પ્રયાસોમાં જો તમે સામેલ હોવ
  • ન્યૂ ઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યાં વિદેશ પ્રવાસે જવું જરૂરી હોય, તેવા પ્રમુખ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે
  • રાષ્ટ્રીય રીતે મહત્વની હોય તેવી વ્યાપારીવાટાઘાટોમાં સામેલ હોવ તો.

કોઈ સંબંધિત એજન્સી કે એસોસિયેશન તમારા વતી અરજી કરવા માંગતા હોય.

વહેલી રસી મેળવવા માટેની અરજીઓ (external link)