ચેતવણી સ્તર 4 પર રહેવું | Living at Level 4

જો તમને શરદી, ફ્લુ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો કૃપા કરીને ઘરે રહો અને પરીક્ષણ (ટેસ્ટ) કરવા અંગે સલાહ માટે 0800 358 5453 નંબર પર હેલ્થલાઇનને અથવા તમારા ડોક્ટરને ફોન કરો. યાદ રાખો કે પરીક્ષણ વિના મૂલ્યે થાય છે.

જો તમને કોઇ આપાતકાલિન સ્થિતિ હોય તો, તાત્કાલિક 111 પર કૉલ કરો.

ચેતવણીના સ્તર 4 પર તમારે ચોક્કસપણે આ કરવું જોઈએ:

 • આવશ્યક વ્યક્તિગત અવરજવર સિવાય ઘરે રહો
 • તમારા બબલને વિશિષ્ટ રાખો. તમારા બબલમાં દરેક લોકોને સુરક્ષિત રાખવા મહત્ત્વપૂર્ણ છે
 • જ્યારે આવશ્યક વ્યક્તિગત અવરજવર માટે ઘર છોડો ત્યારે અન્ય બબલ્સના લોકોથી ઓછામાં ઓછું 2 મીટરનું અંતર જાળવો
 • કસરત કરવા માટે તમારા સ્થાનિક વિસ્તારમાં રહો
 • તમારા સ્થાનિક વિસ્તારમાંથી ખરીદી કરો
 • ઘરેથી કાર્ય અને અભ્યાસ કરવો. કેટલાક કામદારો કાર્ય પર જવાનું ચાલુ રાખી શકે છે, પરંતુ આના પર ગંભીર નિયંત્રણો રહેલા છે.
 • જાહેર પરિવહનમાં અને ફ્લાઇટ્સના નિર્ગમન પોઇન્ટ્સ પર, ટેક્સીમાં અથવા સહિયારી સવારીના વાહનોમાં, આરોગ્ય સંભાળ સુવિધાઓમાં અને હજુ પણ ખુલ્લા હોય તેવા વ્યવસાયના સ્થળોએ ચહેરાના આવરણ પહેરો. જ્યારે શારીરિક અંતર જાળવવું મુશ્કેલ હોય ત્યારે પણ તમે તેને પહેરો એવી ભલામણ કરવામાં આવે છે.
 • તમારા હાથને નિયમિતપણે ધોઈને સુકાવો. મહત્ત્વપૂર્ણ છે કે તમે પાયારૂપ સ્વચ્છતાનાં પગલાંનો ઉપયોગ કરો, જેમાં તમારા હાથ ધોવા, તમારી કોણીની વચ્ચે ઉધરસ કે છીંક ખાવી અને સપાટીને નિયમિતપણે સાફ કરવી વગેરેનો સમાવેશ થાય છે.
 • ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપનો, કોવિડ-19 ટ્રેસર બુકલેટનો ઉપયોગ કરીને અથવા લેખિત નોંધ રાખીને તમે જે સ્થળે ગયા હોય તેનો ટ્રેક રાખો. જો આવશ્યક હોય તો તે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ કરે છે.

કોવિડ-19 વાઇરસ અને લક્ષણો અંગેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

પરીક્ષણ અંગેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

બ્લ્યુટુથ ટ્રેસિંગ અંગેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

કરાવોજો તમે એપોઇન્ટમેન્ટ લીધેલી હોય તો રસી લઈ લો

જો તમે એપોઇન્ટમેન્ટ લીધેલી હોય તો હજુ પણ ચેતવણી સ્તર 4 પર તમારી રસી લઇ શકો છો. રસીકરણે કેન્દ્રો ખુલ્લા રહેશે. તે ચેતવણી સ્તર 4ના પ્રતિબંધો વચ્ચે કામ કરવાનું ચાલુ રાખશે. અમે આપને પૂર્વાયોજન અનુસાર રસી લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

માસ્ક અને ચહેરાના આવરણો

ચેતવણી સ્તર 4, આ સ્થળોએ ચહેરાનું આવરણ કાનુની રીતે પહેરવું આવશ્યક છે:

 • જાહેર પરિવહન અને નિર્ગમન પોઇન્ટ્સ પર, જેમકે, ટ્રેન સ્ટેશનો અને બસ સ્ટોપ પર
 • જ્યારે આરોગ્ય સંભાળ સુવિધાની મુલાકાત લો ત્યારે
 • જે હજુ પણ ખુલ્લા હોય તેવા કોઇપણ વ્યવસાયો અથવા સેવાઓ અને સુપરમાર્કેટ્સ, ફાર્મસીઓ અને પેટ્રોલ સ્ટેશનો સહિત જેમાં ગ્રાહકોનો સંપર્ક સામેલ હોય.

તમે જ્યારે પણ તમારા ઘરમાંથી બહાર નીકળો ત્યારે ચહેરાનું આવરણ પહેરવા માટે તમને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ચહેરાના આવરણ અંગેની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

એલર્ટ લેવલ 4 પર મંજૂર થયેલ અવરજવર

એલર્ટ લેવલ 4 પર પ્રવાસ કરવો મર્યાદિત છે, સિવાય કે નીચે દર્શાવેલા મંજૂરી ધરાવતા કારણોથી રૂપરેખા ધરાવતા હોય. જો તમે કોઈ મંજૂરી આપેલા કારણોસર પ્રવાસ કરી રહ્યાં હોવ તો, તમારે પ્રવાસ ખેડવા માટે અન્ય કોઈ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નથી. પરંતુ તમારે પ્રવાસ કરવા માટે તમારા કારણ માટેના કેટલાક પૂરાવા સાથે રાખવા જોઈએ.

જો તમને કોવિડ-19ના લક્ષણો હોય, કોઈ કોવિડ-19 પોઝિટીવ આવેલી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા હોવ અથવા કોવિડ-19 માટે પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોય તો, તમારે પ્રવાસ કરવો જોઈએ નહીં - ભલે તે મંજૂરી આપેલું કારણ હોય અને તમારે ચોક્કસપણે પોતાની જાતને આઈસોલેટ કરવી જોઈએ અને સલાહ તેમજ ટેસ્ટ કરાવવા માટે હેલ્થલાઈનને કૉલ કરવો જોઈએ.

સહાયની જરૂર છે?

જો તમને નાણાં, ખોરાક, તમારી માનસિક અથવા શારીરિક તંદુરસ્તી માટે મુશ્કેલી હોય તો તમને સહાય મળી શકે છે.

વ્યક્તિ માટે સહાય અંગેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

કારોબાર માટે સહાય અંગેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

Last updated: