ચેતવણી સ્તર 3 પર રહેવું | Living at Level 3

જો તમને શરદી, ફ્લુ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો કૃપા કરીને ઘરે રહો અને પરીક્ષણ (ટેસ્ટ) કરવા અંગે સલાહ માટે 0800 358 5453 નંબર પર હેલ્થલાઇનને અથવા તમારા ડોક્ટરને ફોન કરો. યાદ રાખો કે પરીક્ષણ વિના મૂલ્યે થાય છે.

જો તમને કોઇ આપાતકાલિન સ્થિતિ હોય તો, તાત્કાલિક 111 પર કૉલ કરો.

ચેતવણીના સ્તર 3 પર તમારે ચોક્કસપણે આ કરવું જોઈએ:

 • ઘરની બહાર અન્ય લોકોથી 2-મીટરનું અંતર રાખો, અથવા કાર્યસ્થળે 1 મીટરનું અંતર રાખો
 • ચહેરા ઉપર માસ્ક પહેરો જો:
  • તમે 12 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતાં હોવ અને આંતરિક સ્થળો જેવા કે લાઇબ્રેરી, સંગ્રહાલયો અને શોપિંગ મોલમાં હોવ.
  • તમે હોસ્પિટાલિટીના સ્થળો અથવા જાહેર સ્થળોએ ગ્રાહકના સંપર્કમાં રહેતાસ્ટાફ કર્મચારી હોવ.
  • સામાજીક અંતર રાખવું મુશ્કેલ છે (આ જરૂરિયાત નથી પરંતુ ખૂબ જ વધારે ભલામણ કરવામાં આવે છે.
 • તમે ક્યાં જાઓ છો અને કોને મળો છો તેનો ટ્રેક રાખો. NZ COVID ટ્રેસર એપનો ઉપયોગ કરો, NZ COVID ટ્રેસર બૂકલેટ, અથવા લેખિત નોંધો.
 • જો તમે બિમાર હોવ તો ઘરે રહો. કામ પર અથવા શાળા માં ન જશો. લોકોને હળવા-મળવાનું ટાળો
 • જો તમે COVID-19ના કોઇ લક્ષણો ધરાવતાં હોવ તો પરીક્ષણની વ્યવસ્થા માટે હેલ્થલાઇનને કૉલ કરો. જો તમે COVID-19 પરીક્ષણ કરાવ્યું હોય તો તમે જ્યાં સુધી પરિણામો પ્રાપ્ત ન કરો ત્યાં સુધી ઘરે સેલ્ફ-આઇસોલેશનમાં રહો.
 • જો તમને કહેવામાં આવે તો તાત્કાલિક સેલ્ફ-આઇસોલેશનમાં રહો.
 • તમારા હાથને નિયમિતપણે ધોઈને સુકાવો.

આ વિશે વધુ જાણકારી મેળવોઃ

તમારો બબલ

એલર્ટ લેવલ 3 પર, તમે જ્યારે પણ કામ પર જાઓ અથવા શાળામાં ના હોય ત્યારે કાનુની રીતે તમારે પોતાના પારિવારિક બબલથી અંતર રહેવું આવશ્યક છે.

તમારો પારિવારિક બબલ એવા લોકોનું ગ્રુપ છે જેની સાથે તમે દરરોજ શારીરિક સંપર્કમાં આવો છો. એલર્ટ લેવલ 3 પર, તમે જેમની સાથે રહેતા હોવ તે લોકોને સામેલ હોય છે, જો જરૂર હોય તો, નજીકના પરિવાર, આઇસોલેટેડ લોકો અથવા સંભાળ લેનાર તેમાં સામેલ હોય છે. તમારે શક્ય હોય એટલો તમારો બબલ નાનો રાખવો આવશ્યક છે.

તમે મિત્રો, કુટુંબીજનો અને વિસ્તૃત પરિવાર કે જેઓ તમારા ઘરે તમારા બબલમાં નથી તેમને આમંત્રિત કરી શકતા નથી.

એલર્ટ લેવલ 3 પર મિત્રો અને કુટુંબીજનોનું સંચાલન કરવું

મેળાવડા

10 જેટલા લોકોનું એકત્રીત થવાનું ચાલુ રાખી શકો છો, પરંતુ ફક્ત લગ્ન સેવાઓ, અંતિમ સંસ્કાર અને તાંગીહાંગા માટે.  કાયદેસર રીતે ભૌતિક અંતર અને જાહેર આરોગ્ય પગલાં જાળવવા આવશ્યક છે.

એલર્ટ લેવલ 3 પર મેળાવડાઓ અંગે વધારે માહિતી મેળવો

મુસાફરી અને સ્થળાંતરણ

એલર્ટ લેવલ 3 પર અને એલર્ટ લેવલ 3 વિસ્તારો અને અન્ય એલર્ટ લેવલ વિસ્તારો વચ્ચે વ્યક્તિગત અને વ્યવસાયિક સ્થળાંતરણ, મર્યાદિત છે. આ વાયરસના ફેલાવાને રોકવામાં મદદ કરે છે.

કેટલીક વ્યવસાયિક મુસાફરીઓની મંજૂરી આપેલી છે, ઉદાહરણ તરીકે, જો તમે એલર્ટ લેવલ 4 વ્યવસાય અથવા સેવા માટે કામ કરતા હોવ તો મંજૂરી છે.

કેટલાક વ્યક્તિગત પ્રવાસ માન્ય છે, ઉદાહરણ તરીકે આરોગ્ય સંભાળ, આપાતકાલીન સ્થિતિ, જે કોઇ જટિલ અથવા જીવણ-મરણની સ્થિતિમાં અથવા વિતરીત આરોગ્ય સંભાળમાં હોય. 

જો મંજૂરી આપેલ કારણોસર પ્રવાસ ખેડી રહ્યાં હોવ તો, ખાતરી કરો કે તમારી પાસે યોગ્ય પુરાવા છે.

જો તમારું મુસાફરીનું કારણ મંજૂરી આપેલ ના હોય તો, તમે મુક્તિ માટે અરજી કરી શકો છો. તમારી અરજી સંબંધિત માપદંડ સંતોષતી હોવી જોઇએ.

વધુ પ્રવાસ,અવર-જવર અને અપવાદ સ્થિતિ વિશે જાણકારી મેળવો

વ્યાયામ અને મનોરંજન

એલર્ટ લેવલ 3 પર, તમે તમારા સ્થાનિક વિસ્તારમાં તમારી જાતે અથવા તમારા પારિવારિક બબલમાં રહેલા લોકો સાથે વ્યાયામ કરી શકો છો.

સૌથી મહત્વની બાબત સલામત રહેવું અને ઘરની નજીકમાં રહેવું છે. તમારા સ્થાનિક પાર્ક અથવા બીચ પર જાઓ, તમારા મનપસંદ હોય ત્યાં નહીં. ઓછું જોખમ ધરાવતી પ્રવૃત્તિઓ જેથી તમારે બચાવ અથવા મેડિકલ સંભાળની જરૂર ના પડે.

એલર્ટ લેવલ 3 પર રમતો અને મનોરંજન

માસ્ક અને ચહેરાના આવરણો

ચહેરા પર આવરણો જાહેર પરિવહન, આરોગ્ય સુવિધા, સુપર માર્કેટ અને અન્ય જાહેર સ્થળોની મુલાકાત સહિત અનેક સ્થળો પર જરૂરી છે.

અમે તમને ચહેરા ઉપર આવરણ પહેરવા અને તમે જ્યારે ઘરની બહાર હોવ ત્યારે અન્ય લોકોથી 2 મીટરનું અંતર જાળવવા પ્રોત્સાહિત કરીએ છીએ.  ખાસ કરીને જ્યારે અન્યોથી શારીરિક અંતર જાળવવું મુશ્કેલ હોય ત્યારે. ઉદાહરણ તરીકે જ્યારે ટેકઅવે લઈ રહ્યા હોય ત્યારે.

ક્યારે તમારે ચહેરો ઢાંકવો જરૂરી છે તે જાણો

ખોરાક અને જીવન સાથે સહાયતાં.

જો તમને નાણાં, ભોજન, તમારી માનસિક અથવા શારીરિક તંદુરસ્તી માટે મુશ્કેલી હોય તો તમને સહાય મળી શકો છો.

વ્યક્તિ માટે સહાયતા અંગે માહિતી માટે અહીં ક્લિક કરો

વ્યવસાય માટે સહાયતા અંગે માહિતી માટે અહીં ક્લિક કરો

શિક્ષણ

પ્રારંભિક શિક્ષણ કેન્દ્રો, પ્રી-સ્કૂલ, સ્કૂલ અને તૃતીયક શિક્ષણ સુવિધાઓ જેમને પોતે જ કામ પર પાછા જવું જરૂરી હોય તેવા માતા-પિતા અને સંભાળ લેનારાઓના 14 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ખુલ્લા છે. આ પ્રકારના બાળકો સ્કૂલમાં રહે તે સલામત છે અને બાળકોના તેમજ શિક્ષકોના નાના બબલ સેટ અપ કરવામાં આવશે.

જાહેર સ્થળો

જાહેર સ્થળો બંધ છે. તેમા લાયબ્રેરીઓ, મ્યુઝીયમ, સિનેમાઘરો, ફૂડ કોર્ટ, જીમ, પૂલ, રમતનાં મેદાન અને બજારોનો સમાવેશ થાય છે.

હાલ નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો, અથવા પોતાને અથવા તમારા બબલને કોઈપણ જોખમમાં લાવવાનો સમય નથી. તમે તમારા સ્થાનિક વિસ્તારમાં ઓછી જોખમવાળી મનોરંજન પ્રવૃત્તિઓ કરી શકો છો.

કાર્યસ્થળો અને વ્યવસાયો

એલર્ટ લેવલ 3 પર, દરેક વ્યક્તિએ જો ઘરેથી કામ કરી શકતા હોય તો કરવું જોઇએ. જો તમારા વ્યવસાયમાં નજીકમાં શારીરિક સંપર્ક થવાનો સમાવેશ થતો હોય તો, તે ખોલી શકાતા નથી. અન્ય તમામ વ્યવસાયો ચાલી શકે છે પરંતુ પ્રતિબંધો સાથે. તેમાં સામેલ થાય છેઃ

 • શારીરિક અંતરની જરૂરિયાતો પૂરી કરવી
 • વધારાના સ્વચ્છતાના માપદંડો હોવા જોઇએ
 • નિયમિત સફાઇ થવી જોઇએ અને સહિયારી સપાટીઓનું ડિસઇન્ફેક્શન થવું જોઇએ
 • ઓર્ડર આપવા, પિક-અપ માટે, ડિલિવરી અને ચુકવણીઓ માટે સંપર્કરહિત વિકલ્પો હોવા જોઇએ
 • સ્ટાફ, ગ્રાહકો અને મુલાકાતીઓએ જો જરૂર હોય તો ચહેરાનું આવરણ પહેરેલું હોય તે સુનિશ્ચિત કરવું. 

પરિસરમાં ગ્રાહકોને આવવા દેવાની મંજૂરી આપેલી હોય તેવા વ્યવસાયો ખૂબ જ ઓછી સંખ્યામાં છે, આમાં કયા વ્યવસાયો છે તે અહીં શોધો. વ્યવસાયોએ તમામ અન્ય આરોગ્ય અને સલામતી જવાબદારીનું પાલન કરવું જોઇએ, કર્મચારીઓએ સલામત અને સ્વસ્થ રાખો અને લઘુત્તમ કર્મચારી માપદંડોનું પાલન કરો. વ્યવસાયોને જોખમો ઓળખવા અને તેમનું સંચાલન કરવા માટે કર્મચારીઓ સાથે ચર્ચા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે

વ્યવસાયો અને સેવાઓ માટે ફરજિયાત રેકોર્ડ જાળવણી

કેટલાક વ્યવસાયો અને કાર્યક્રમ સંચાલકોએ તમારી મુલાકાતની નોંધ કરવા માટે યોગ્ય કાયદેસર પ્રક્રિયાધરાવતા હોવા જ જોઇએ. તમારે લોકોની મુલાકાત નોંધવા માટે એક કરતાં વધારે પદ્ધતિ ધરાવવી જોઇએ, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ ક્યુઆર કોડ સ્કેન કરવા માટે સક્ષમ નથી.

તેમાં કેફે, રેસ્ટોરન્ટ, બાર, કેસિનો, કોન્સર્ટ, વૃદ્ધસંભાળ, આરોગ્યસંભાળ સુવિધાઓ (દર્દીઓ સિવાય), વાળંદ, કસરતની સુવિધાઓ, નાઇટક્લબ, લાઇબ્રેરી, કોર્ટ, સ્થાનિક અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ અને ગ્રાહક સેવા કાઉન્ટર ધરાવતા સામાજિક સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે.

તમારી મુલાકાત નોંધવા માટે સક્ષમ બનશો તે રીતેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ 

 • NZ COVID ટ્રેસર એપનો ઉપયોગ કરીને લોકોને સ્કેન કરવા કહેવું
 • લેખિત રીતે તમારા ગ્રાહકો અને મુલાકાતીઓની નોંધણી કરવી
 • ગ્રાહકો અને મુલાકાતીઓને તેમની વિગતો ભરવા માટે કાગળનું ફોર્મ પૂરું પાડવું અને કલેક્શન બોક્સ મુકવું. 
 • તમારા અત્યારના રેકોર્ડને-જાળવવાની વ્યવસ્થાનો ઉપયોગ કરવો, જેમ કે સ્વાઇપ-કાર્ડ પ્રવેશ અથવા એ પોઇન્ટમેન્ટ બૂકિંગ્સ.

વ્યવસાયોએ QR કોડ પોસ્ટર દર્શાવવાનું ચાલુ રાખવાની તેમ છતાં જરૂર છે ભલે ગ્રાહક રેકોર્ડ એકત્રકરવાની જરૂર ન હોય.

કોન્ટેક્ટ રેકોર્ડ એ વ્યક્તિગત માહિતી છે. તે ગોપનીયતા અધિનિયમ, 2020 અનુસાર એકત્રિત, ઉપયોગ, સંગ્રહ, જાહેર અને સલામત અને સુરક્ષિત રીતે નિકાલ કરવાની જરૂર છે. 

વૈકલ્પિક નોંધણી વ્યવસ્થાને તેને સલામત અને સુરક્ષિત રાખવા માટે વધારે કાળજીની જરૂર છે.

વ્યવસાયો માટે રેકોર્ડ જાળવણી અને સંપર્ક તપાસ અંગે વધુ માહિતી માટે અહી ક્લિક કરો

તમામ એલર્ટ લેવલ પર આપાતકાલીન સેવાઓ.

આપાતકાલીન સેવાઓ તમામ એલર્ટ લેવલ પર કામગીરી કરશે.

જોઆપાતકાલ હોય તો, સામાન્ય આપાતકાલીન માર્ગદર્શિકાઓ અને આપાતકાલીન સત્તાધિકારીઓની સલાહનું પાલન. તમારી સલામતી સૌથી મોટી પ્રાથમિકતા છે.

એકવખત તમે સલામત હોવ તો COVID-19ના ફેલાવાને રોકવા માટે સાવધાનીઓ રાખો, જેમ કે શારીરિક અંતર અથવા ચહેરા ઉપર આવરણ પહેરવું.

જો તમારા જીવન અથવા મિલકત સામે કોઇ જોખમ હોય તો હંમેશા 111 ડાયલ કરો અને પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની મદદ માંગો.

આપતકાલિન સ્થિતિમાં શું કરવું તે જાણો

Last updated: