ચેતવણી સ્તર 2 પર રહેવું | Living at Level 2

જો તમને શરદી, ફ્લુ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો કૃપા કરીને ઘરે રહો અને પરીક્ષણ (ટેસ્ટ) કરવા અંગે સલાહ માટે 0800 358 5453 નંબર પર હેલ્થલાઇનને અથવા તમારા ડોક્ટરને ફોન કરો. યાદ રાખો કે પરીક્ષણ વિના મૂલ્યે થાય છે.

જો તમને કોઇ આપાતકાલિન સ્થિતિ હોય તો, તાત્કાલિક 111 પર કૉલ કરો.

ચેતવણીના સ્તર 2 પર તમારે ચોક્કસપણે આ કરવું જોઈએ:

 • ઘરની બહાર અન્ય લોકોથી 2-મીટરનું અંતર રાખો, અને કાર્યસ્થળો પર 1-મીટર.
 • જાહેર પરિવહનમાં અને ફ્લાઇટ્સના નિર્ગમન પોઇન્ટ્સ પર, ટેક્સીમાં અથવા સહિયારી સવારીના વાહનોમાં, આરોગ્ય સંભાળ સુવિધાઓમાં અને હજુ પણ ખુલ્લા હોય તેવા વ્યવસાયના સ્થળોએ ચહેરાના આવરણ પહેરો. જ્યારે શારીરિક અંતર જાળવવું મુશ્કેલ હોય ત્યારે પણ તમે તેને પહેરો એવી ભલામણ કરવામાં આવે છે.
 • નિયમિતપણે તમારા હાથ ધોવો અને સૂકવો.
 • જો તમને શરદી અને ફ્લુના લક્ષણો હોય તો તમારા ડોક્ટર અથવા હેલ્પલાઇનને ફોન કરો અને પરીક્ષણ કરાવો. મુસાફરી ન કરો, શાળામાં ન જાઓ અથવા કામ પર જાઓ નહીં.
 • તમે ક્યાં જાઓ છો અને કોને મળો છો તેનો ટ્રેક રાખો. NZ કોવિડ ટ્રેસર એપ, કોવિડ-19 ટ્રેસર બુકલેટ અથવા લેખિત નોંધોનો ઉપયોગ કરો.

કોવિડ-19 વાયરસ અને લક્ષણો વિશેની માહિતી માટે અહીં ક્લિક કરો

પરીક્ષણ વિશેની માહિતી માટે અહીં ક્લિક કરો

કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની માહિતી માટે અહીં ક્લિક કરો

માસ્ક અને ચહેરાના આવરણો

ચેતવણી સ્તર 2, આ સ્થળોએ ચહેરાનું આવરણ કાનુની રીતે પહેરવું આવશ્યક છે:

 • જાહેર પરિવહન અને નિર્ગમન પોઇન્ટ્સ પર, જેમકે, ટ્રેન સ્ટેશનો અને બસ સ્ટોપ પર
 • જ્યારે આરોગ્ય સંભાળ સુવિધાની મુલાકાત લો ત્યારે
 • જે હજુ પણ ખુલ્લા હોય તેવા કોઇપણ વ્યવસાયો અથવા સેવાઓ અને સુપરમાર્કેટ્સ, ફાર્મસીઓ અને પેટ્રોલ સ્ટેશનો સહિત જેમાં ગ્રાહકોનો સંપર્ક સામેલ હોય.

તમે જ્યારે પણ તમારા ઘરમાંથી બહાર નીકળો ત્યારે ચહેરાનું આવરણ પહેરવા માટે તમને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ચહેરાના આવરણો અને માસ્ક વિશેની માહિતી માટે અહીં ક્લિક કરો

કારોબાર સુરક્ષિત રીતે કરવો

જાહેર સ્વાસ્થ્યની આવશ્યકતાઓનું પાલન કરતા કારોબારનાં પરિસર સ્ટાફ અને ગ્રાહકો માટે ખુલ્લા રહી શકે છે.

જાહેર આરોગ્યની આવશ્યકતાઓમાં સામેલ છેઃ

 • ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપ ક્યુઆર કોડ પોસ્ટર પ્રદર્શિત કરવું અને વૈકલ્પિક કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રણાલી ધરાવવી; અને
 • સ્વચ્છતાનાં પગલાં જાળવવા જેવા કે હાથ ધોવા અને નિયમિતપણે સપાટી સાફ કરવી, અને
 • શારીરિક અંતર રાખવાની માર્ગદર્શિકાનું પાલન કરવું.

ગ્રાહકોનાં પરિસર પર પૂરી પાડવામાં આવતી સેવાઓ – ઉદાહરણ તરીકે તેમના ઘર અને જાહેર આરોગ્યનાં પગલાંનું પાલન કરતી હોય એવી ક્લોઝ કોન્ટેક્ટ સેવાઓ કાર્ય કરી શકે છે.

જો કાર્યસ્થળ આ પગલાંનું પાલન કરી શકતા ન હોય તો તેઓ કાર્ય કરી શકે નહીં.

તમામ કારોબારોને જો શક્ય બને તો કાર્ય કરવાની વૈકલ્પિક રીતોનો ઉપયોગ કરવા અને જોખમોને ઓળખવા તથા તેમને નિયંત્રિત કરવાની રીતો વિશે કર્મચારીઓ સાથે ચર્ચા કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કારોબારોએ અન્ય તમામ આરોગ્ય અને સુરક્ષાની જવાબદારીઓનું પણ પાલન કરવાનું, કર્મચારીઓને સુરક્ષિત અને સાજા રાખવાનું અને રોજગારીના લઘુત્તમ ધોરણોનું પાલન કરવાનું રહેશે.

ચેતવણી સ્તર 2 પર શિક્ષણ

તમામ વય જૂથો માટે પ્રારંભિક શિક્ષણ કેન્દ્રો, પ્રિ-સ્કૂલ્સ, શાળાઓ અને તૃતીય શિક્ષણ સુવિધાઓ ખુલ્લી છે.

બાળકોને શાળાએ મોકલવા સુરક્ષિત છે.

બાળકો અને યુવાન લોકોએ ઘરે રહેવું જોઇએ જો તેઓઃ

 • અસ્વસ્થ હોય
 • કોવિડ-19ના લક્ષણો ધરાવતા હોય
 • સેલ્ફ-આઇસોલેટ હોય
 • કોવિડ-19 પરીક્ષણનાં પરિણામની રાહ જોઇ રહ્યા હોય.

એલર્ટ લેવલ 2 પર પ્રવાસ અને અવરજવર

જો તમે બિમાર હોય તો ઘરે રહો.

જો તમે સાજા હોય તો તમે પ્રવાસ કરી શકો છો. પરંતુ સુનિશ્ચિત કરો કે તમે તે સુરક્ષિત રીતે કરો.

એલર્ટ લેવલ 2 પર વ્યાયામ અને મનોરંજન

એલર્ટ લેવલ 2 પર તમારી સામાન્ય રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ જો તમે તેમને સુરક્ષિત રીતે કરી શકતા હોય તો તે કરી શકો છો. પરંતુ જો તમે બિમાર હોય તો ઘરે રહો. 

જાહેર સ્થળે વ્યાયામ કરો ત્યારે શક્ય બને તો તમે જાણતા ન હોય એવા લોકોથી 2 મીટરનું અંતર જાળવો.

તમે નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ કરી શકો છોઃ

 • જાહેર સંરક્ષણ જમીન પર ચાલવું, સાઇકલ ચલાવવી, બાઈકિંગ કરવી અને હંટીંગ કરવું
 • જાહેર સ્વિમિંગ પુલમાં તરવું, પરંતુ ત્યાં નિયંત્રણો હશે
 • જીમમાં જવું, પરંતુ ત્યાં નિયંત્રણો હશે
 • બોટિંગ અને મોટરાઇઝ્ડ વોટરસ્પોર્ટ્સ.

સામાજિક મેળાવડાઓ

સામાજિક મેળાવડા કોઇ એક સમયે વ્યાખ્યાયિત જગ્યામાં 100 લોકોથી વધવા ન જોઇએ. 

તેમાં સામેલ થાય છેઃ

 • તમારા ઘરે મહેમાનો હોવા
 • પારિવારિક કાર્યક્રમો
 • લગ્નો
 • ધાર્મિક સેવાઓ
 • કમ્યુનિટી ક્લબ અને રમતગમતની પ્રવૃત્તિઓ
 • જન્મદિવસની પાર્ટી અથવા સ્ટેગ ડુ જેવા ખાનગી કાર્યક્રમો

અંતિમ ક્રિયા અને ટેંગિહાંગાની આવશ્યકતાઓ (external link) અંગેની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સામાજિક મેળાવડામાં સેવા પૂરી પાડતા કામદારો 100 વ્યક્તિની મર્યાદામાં સામેલ થતા નથી. 

સપાટીને સ્વચ્છ રાખો, તમારા હાથ ધોવો અને શક્ય બને ત્યાં સુરક્ષિત શારીરિક અંતર જાળવો. જો તમે જાણતા ન હોય એવા લોકોથી શારીરિક અંતર જાળવી શકતા ન હોય તો અમે તમને ચહેરાનું આવરણ પહેરવાનું ધ્યાનમાં લેવાની ભલામણ કરીએ છીએ.

કાયદાકીય રીતે મેળાવડાનું આયોજન કરતા લોકોએ ઉપસ્થિત રહેતા લોકોનો રેકોર્ડ રાખવો જોઇએ જેથી સુનિશ્ચિત થાય કે જો કોન્ટેક્ટ ટ્રેસિંગ આવશ્યક હોય તો તે થઈ શકે. જો મેળાવડામાં એકત્રિત થયેલી દરેક વ્યક્તિ એક બીજાને ઓળખતી હોય તો આવું કરવું જરૂરી નથી, તેમ છતાં પણ આ એક સારો વિચાર છે.

જો તમે મેળાવડા માટે જ કોઇ સ્થળ ભાડે રાખ્યું હોય તો મેળાવડાના નિયમો લાગુ થાય છે.