ચેતવણી સ્તર 1 પર રહેવું | Living at Level 1

ચેતવણીના સ્તર 1 પર તમારે ચોક્કસપણે આ કરવું જોઈએ:

  • વાઇરસને મારી નાખવા માટે તમારા હાથને નિયમિતપણે ધોવા અને સૂકવવા જોઇએ. સાબુ અને પાણીનો ઓછામાં ઓછી 20 સેકન્ડ ઉપયોગ કરો. બરાબર સૂકવો.
  • ઉધરસ અને છીંક ખાતી વખતે ઢાંકો, ઉદાહરણ તરીકે તમારી કોણીની વચ્ચે ઉધરસ કે છીંક ખાઈને.
  • જો તમને શરદી અને ફ્લુના લક્ષણો હોય તો તમારા ડોક્ટર અથવા હેલ્પલાઇનને ફોન કરો અને પરીક્ષણ કરાવો. મુસાફરી ન કરો, શાળામાં ન જાઓ અથવા કામ પર જાઓ નહીં.
  • તમે ક્યાં જાઓ છો અને કોને મળો છો તેનો ટ્રેક રાખો. ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપનો, કોવિડ-19 ટ્રેસર બુકલેટનો ઉપયોગ કરો અથવા લેખિત નોંધ રાખો.

કોવિડ-19 વાયરસ અને લક્ષણો વિશેની માહિતી માટે અહીં ક્લિક કરો

પરીક્ષણ વિશેની માહિતી માટે અહીં ક્લિક કરો

કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની માહિતી માટે અહીં ક્લિક કરો

ચહેરાના આવરણ

બધા કોવિડ-19 ચેતવણી સ્તરો પર ન્યુઝીલેન્ડમાં જાહેર પરિવહન પર માસ્ક અને ચહેરાના આવરણો ફરજિયાત છે. સુપરમાર્કેટ્સ અથવા દુકાનમાં ભૌતિક અંતર મુશ્કેલ હોય તેવા સ્થળો પર માસ્ક અને ચહેરાના આવરણોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.

માસ્ક અને ચહેરાના આવરણ અંગેની માહિતી માટે અહીં ક્લિક કરો

મેળાવડા

મેળાવડાઓ પર કોઇ નિયંત્રણો નથી. તેમાં દફનવિધિ, લગ્નો, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ, રમતગમત અને મનોરંજનનો સમાવેશ થાય છે.

તમારા અંતરને જાળવી રાખવું

એલર્ટ લેવલ 1 પર કોવિડ-19 નિયંત્રિત હોય છે. તમે જેમને અને જેમના વિશે જાણતા ન હોય એવા લોકોથી સુરક્ષિત અંતર જાળવી રાખવું એ હજુ પણ એક સારો વિચાર છે. આ જો સમુદાયમાં કેસ જોવા મળતા હોય તો કોવિડ-19ના ફેલાવાને ધીમો પાડવામાં મદદ કરશે.

કાર્ય અને કારોબાર

કારોબારો અને કાર્યસ્થળો સામાન્યપણે કાર્ય કરી શકે છે. તેમણે ન્યુઝીલેન્ડ ટ્રેસર ક્યુઆર કોડ પ્રદર્શિત કરવાના રહેશે અને દરેક પરિસર પર વૈકલ્પિક કોન્ટેક્ટ ટ્રેસિંગ વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે.

પ્રવાસ અને પરિવહન

જાહેર પરિવહને કોન્ટેક્સ ટ્રેસિંગ માટે ક્યુઆર કોડ્સ પ્રદર્શિત કરવાના રહેશે.

જો તમે બિમાર હોય તો પ્રવાસ કરો તે પહેલા પરીક્ષણ કરાવવા અંગેની સલાહ માટે તમારા ડોક્ટર અથવા હેલ્પલાઇનને ફોન કરો. જો તમને જણાવવામાં આવ્યું હોય તો ઘરે રહો અને પરીક્ષણ કરાવો.

શિક્ષણ

શાળાઓ, પ્રારંભિક શિક્ષણ સેવાઓ અને તૃતીય શિક્ષણ સંસ્થાનો સામાન્ય સ્થિતિથી ખુલી શકે છે. બાળકોને શાળાએ મોકલવા સુરક્ષિત છે.

યોગ્ય માહિતી મેળવવી

ઘણી વખત લોકોને ખોટી માહિતી આપવા અથવા છેતરવા માટે ઇરાદાપૂર્વક માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે આપણે વાઇરસને હરાવવા માટે એક સાથે કાર્ય કરવાની જરૂર છે એવા સમયે આવી બાબત આપણી વિરુદ્ધ કાર્ય કરે છે.

સાચી માહિતી મેળવવા અંગેની સલાહ

સરહદને લગતા પ્રતિબંધો

કોવિડ-19 વિદેશોમાં અનિયંત્રિત છે. વિદેશમાંથી આવતા કોવિડ-19નાં જોખમને ઘટાડવા માટે આપણા સરહદને લગતા પગલાં યથાવત છે.

ન્યુઝીલેન્ડમાં આવતા લોકો જો તેમને એક્ઝેમ્પ્શન આપવામાં આવ્યું હોય અથવા તેઓ ક્વોરન્ટિન મુક્ત પ્રવાસ વ્યવસ્થાના ભાગરૂપે પ્રવાસ કરી રહ્યા હોય તો તેમના સિવાયના લોકોએ સંચાલિત આઇસોલેશન સુવિધામાં જવાનું રહેશે. જો તેમને મુક્તિ આપવામાં આવી હોય તેમ છતાં પણ તેમણે સેલ્ફ-આઇસેલેટ થવાનું રહેશે.  

ક્વોરન્ટિન મુક્ત પ્રવાસ અંગે વધુ જાણો

સંચાલિત આઇસોલેશન અને ક્વોરન્ટિન સુવિધાઓ ખાતેના કામદારો અને સરહદ ખાતે ઉચ્ચ જોખમની સ્થિતિમાં ભૂમિકા ભજવતા કામદારોનું નિયમિતપણે કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.