પરીક્ષણ | Testing

જો તમને શરદી અથવા ફ્લુના લક્ષણો હોય તો કૃપા કરીને ઘરે રહો અને પરીક્ષણ (ટેસ્ટ) કરવા અંગે સલાહ માટે 0800 358 5453 નંબર પર હેલ્થલાઇનને અથવા તમારા ડોક્ટરને ફોન કરો. યાદ રાખો કે પરીક્ષણ વિના મૂલ્યે થાય છે.

મહત્ત્વપૂર્ણ છે કે સમુદાયમાં વાઇરસ જ્યાં પણ હોય ત્યાં આપણે તેને શોધી કાઢીએ. તેનો અર્થ એ થાય છે કે અમે કોવિડ-19 લક્ષણો ધરાવતી કોઇ પણ વ્યક્તિને પરીક્ષણ કરાવવાનું જણાવી રહ્યા છીએ, પછી ભલે તમે ન્યુઝીલેન્ડના નાગરિક, રહેવાસી કે પ્રવાસી હોય.

કોવિડ-19 માટે પરીક્ષણ અને સંભાળ વિના મૂલ્યે થાય છે અને અહીં માન્ય વિઝા વિનાના લોકો સહિતના ન્યુઝીલેન્ડમાં રહેતા કોઇ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.

તમારું પરીક્ષણ પોઝિટિવ આવે તેમ છતાં પણ તમારી માહિતીની આપ-લે ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ સાથે કરવામાં આવશે નહીં.

પરીક્ષણ કરાવવા માટે તમારે નેશનલ હેલ્થ ઇન્ડેક્સ (એનએચઆઇ) નંબરની કે આઇડી બતાવવાની જરૂર નથી. પરીક્ષણ કરતા હોય એવા લોકને તમારે તમારી સંપર્કની વિગતો આપવાની હોય છે, જેથી તેઓ તમને પરીક્ષણનાં પરિણામો વિશે જાણ કરી શકે.

તમે પરીક્ષણ ક્યા કરાવી શકો છો

તમે પરીક્ષણ કરાવી શકો એવા સ્થળો નિયમિતપણે બદલાય છે. પ્રવર્તમાન યાદી મેળવવા માટેનાં શ્રેષ્ઠ સ્થળ તમારા સ્થાનિક ડિસ્ટ્રિક્ટ હેલ્થ બોર્ડ અને પબ્લિક હેલ્થ યુનિટ્સ છે.

તમે આ માહિતી અહીં મેળવી શકો છો

નોર્થ આઇલેન્ડ

સાઉથ આઇલેન્ડ

પરીક્ષણ કેવી રીતે થાય છે

જો તમારે કોવિડ-19 માટે પરીક્ષણ કરાવવાની જરૂર પડે તો તમારી પાસેથી નમૂનો લેવામાં આવે છે.

નમૂનો લેવાની 1 કરતા વધુ રીત છે. સૌથી સામાન્ય પદ્ધત્તિ તમારા નાકના પાછળના ભાગમાંથી સ્વેબથી લેવાની હોય છે. સ્વેબ નાના કોટન-બડ જેવું હોય છે અને તે લાંબી સ્ટિક પર હોય છે.

નમૂનો વિશ્લેષણ માટે લેબમાં જાય છે. લેબનાં પરિણામો આવતા થોડો સમય લાગી શકે છે.

જ્યારે તમારું પરીક્ષણ થાય ત્યારે તમને ક્યારે અને કેવી રીતે પરિણામો આવી શકે છે એ જણાવવામાં આવશે. તમારું પરીક્ષણ પોઝિટિવ આવે કે નેગેટિવ, તમને તમારા પરિણામ વિશે જાણ કરવામાં આવશે.

જો તમારું પરીક્ષણ કરવામાં આવે તો તમારે આગળ શું કરવાનું છે એ અંગે આપેલી સલાહને તમારે અનુસરવી જોઇએ.

પરીક્ષણ પોઝિટિવ આવે તો શું કરવું

જો તમારું પરીક્ષણ પોઝિટિવ આવે તો હેલ્થ પ્રોફેશનલ તમારા માટે તેનો અર્થ શું થાય છે તેની ચર્ચા કરવા માટે તમને ફોન કરશે, જેમાં સામેલ થાય છેઃ 

  • આઇસોલેશનમાં તમારે કેટલા સમય સુધી રહેવાની જરૂર રહેશે 
  • તમારા અને તમારા પરિવારના કોન્ટેક્ટ્સ માટે આઇસોલેશનની વ્યવસ્થાઓ
  • તાજેતરમાં તમે જેમની સાથે સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો 

તમે બીમાર હોય તે દરમિયાન તમને સરકારી સુવિધામાં જવાનું જણાવવામાં આવશે. આનાથી પરિવારોને ટેકો આપવાનું અને વાઇરસના ફેલાવાની શક્યતાને ઘટાડવાનું સરળ બને છે. આ તમારા પરિવાર અને સમુદાયને કોવિડ-19થી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

જો કોઇ બાળક અથવા તેમના માતા-પિતા કે સંભાળ લેનાર વ્યક્તિને કોવિડ-19 થાય અને ક્વોરન્ટિનમાં જવાની જરૂર પડે તો અમે એ સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરીશું કે બાળકો તેમના માતા-પિતા કે સંભાળ લેનારની સંભાળમાં સુરક્ષિત રહે.