ચહેરાનાં આવરણો અને માસ્ક્સ | Face coverings and masks

ચહેરાનાં આવરણો પહેરવાથી કોવિડ-19ના ફેલાવાને અટકાવવામાં મદદ મળે છે. તે જ્યારે કોઇ વ્યક્તિ બોલે, હસે, ઉધરસ કે છીંક ખાય ત્યારે ડ્રોપલેટ્સને ફેલાવતા અટકાવવામાં મદદ કરે છે. તેમા કોવિડ-19થી પિડાતી હોય, પરંતુ સારું લાગતું હોય એવી વ્યક્તિ અથવા કોઇ સ્વાભાવિક લક્ષણો ધરાવતી ન હોય એવી વ્યક્તિનો સમાવેશ થાય છે.

એલર્ટ લેવલ 1 પર ચહેરાનાં આવરણો

જ્યારે તમે ઘર છોડી રહ્યા હોય ત્યારે

અન્યોથી શારીરિક અંતર રાખવું મુશ્કેલ હોય એવા સ્થળો જેમ કે ભીડ ધરાવતા ઇન્ડોર સ્થળો પર અમે તમને ચહેરાનાં આવરણો પહેરવા માટે પ્રોત્સાહિત કરી છીએ.

તમારે કાયદાકીય રીતે ચહેરાનાં આવરણ પહેરવા જોઇએ કે જ્યારે તમેઃ

 • જાહેર પરિવહનમાં હોય
 • ફ્લાઇટ્સમાં હોય.

જ્યારે તમે કાર્ય પર હોય

તમારે કાયદાકીય રીતે ચહેરાનાં આવરણ પહેરવા જોઇએ, જો તમે નીચેના વાહનોના ડ્રાઇવર હોયઃ

 • ટેક્સી કે રાઇડ-શેર વાહન
 • જાહેર પહિવહન.

એલર્ટ લેવલ 2 પર ચહેરાનાં આવરણ

જ્યારે તમે ઘર છોડી રહ્યા હોય ત્યારે

તમારે કાયદાકીય રીતે ચહેરાનાં આવરણ પહેરવા જોઇએ કે જ્યારે તમેઃ

 • જાહેર પરિવહન, એરલાઇન્સનો (ટ્રેઇન સ્ટેશન્સ અને બસ સ્ટોપ્સ જેવા આગમન અને પ્રસ્થાન સ્થળો સહિત) ઉપયોગ કરો ત્યારે અને ટેક્સી કે રાઇડ-શેર વાહનમાં હોય ત્યારે
 • હેલ્થકેર અથવા એજ્ડ કેર સુવિધાની મુલાકાત લેતી વખતે
 • રિટેઇલ કારોબારો જેવા કે સુપરમાર્કેટ્સ, ફાર્મસીઝ, શોપિંગ મોલ્સ, ઇન્ડોર બજાર સ્થળો, ટેકઅવે ફૂડ સ્ટોર્સ અને જાહેર સ્થળો જેવા કે મ્યુઝિયમ અને પુસ્તકાલયોની અંદર હોય ત્યારે
 • કોર્ટ્સ, ટ્રિબ્યુનલ્સ, સ્થાનિક અને સરકારી એજન્સીઓમાં જાહેર સ્થળોની અને ગ્રાહક સેવા કાઉન્ટર્સ પર સામાજિક સેવા આપનારાની મુલાકાત લો ત્યારે.

જ્યારે તમે કાર્ય પર હોય

તમારે કાયદાકીય રીતે ચહેરાનાં આવરણ પહેરવા જોઇએ જ્યારે તમેઃ

 • કોર્ટ્સ, ટ્રિબ્યુનલ્સ, સ્થાનિક અથવા સરકારી એજન્સીઓમાં જાહેર જનતાનો સામનો કરતા સ્થળમાં અથવા સામાજિક સેવા આપવા સાથે કાર્ય કરો ત્યારે
 • રહેઠાણનાં સરનામા માટે ડિલિવરી ડ્રાઇવર હોય ત્યારે – ડિલિવરી ડ્રાઇવર્સે જ્યારે તેઓ તેમના વાહનોની બહાર હોય ફક્ત ત્યારે ચહેરાનાં આવરણ પહેરવાની જરૂર હોય છે.
 • કાફે, રેસ્ટોરેન્ટ, બાર, નાઇટક્લબ, સુપ કિચન અથવા અન્ય કોઇ ફૂડ કે ડ્રિંક કારોબાર ખાતે ગ્રાહકનો સામનો કરતી ભૂમિકા માટે કાર્ય કરતા હોય ત્યારે
 • ક્લોઝ કોન્ટેક્ટ સર્વિસ માટે કાર્ય કરતા હોય ત્યારે– દાખલા તરીકે હેરડ્રેસર અથવા બ્યુટી થેરાપિસ્ટ્સ
 • રિટેઇલ સ્ટોર ખાતે કાર્ય કરતા હોય ત્યારે —જેઓ એલર્ટ લેવલ 3 અને 4 ખાતે સંચાલિત હોય તે સહિત
 • ઇન્ડોર જાહેર સુવિધા ખાતે કાર્ય કરતા હોય ત્યારે – ઉદાહરણ તરીકે પુસ્તકાલય, મ્યુઝિયમ અથવા જીમ – સ્વિમિંગ પુલ ખાતે કાર્ય કરી રહેલા કર્મચારીઓએ ચહેરાનાં આવરણ પહેરવાની જરૂર નથી. 
 • જાહેર પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ટેક્સી, રાઇડ-શેર વાહન, ફેરી, બસ કે ટ્રેઇનના ડ્રાઇવર હોય ત્યારે – તેમાં નોર્થ આઇલેન્ડ અને સાઉથ આઇલેન્ડ વચ્ચેની સ્કૂલ બસ અને ફેરીનો સમાવેશ થતો નથી.

એલર્ટ લેવલ 3 પર ચહેરાનાં આવરણ

જ્યારે તમે ઘર છોડી રહ્યા હોય ત્યારે

તમે જ્યારે તમારું ઘર છોડો ત્યારે અમે તમને ચહેરાનું આવરણ પહેરવા માટે અને અન્યોથી 2 મીટરનું અંતર જાળવવા પ્રોત્સાહિત કરીએ છીએ. ખાસ કરીને જ્યારે અન્યોથી શારીરિક અંતર જાળવવું મુશ્કેલ હોય ત્યારે. ઉદાહરણ તરીકે જ્યારે ટેકઅવે લઈ રહ્યા હોય ત્યારે.

તમારે કાયદાકીય રીતે ચહેરાનાં આવરણ પહેરવા જોઇએ કે જ્યારે તમેઃ

 • જાહેર પરિવહન પર અને એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન્સ અને બસ સ્ટોપ્સ જેવા આગમન અને પ્રસ્થાન સ્થળો પર હોય ત્યારે
 • ફ્લાઇટ્સ પર
 • ટેક્સી અને રાઇડ શેર વાહનોમાં હોય ત્યારે
 • હેલ્થકેર સુવિધાની મુલાકાત લો ત્યારે
 • એજ્ડ કેર સુવિધાની મુલાકાત લો ત્યારે
 • તમે આ સ્તર પર સંચાલિત કારોબાર અથવા સેવામાં ગ્રાહક કે ક્લાયન્ટ હોય ત્યારે, ઉદાહરણ તરીકે સુપરમાર્કેક્ટ્સ, ફાર્મસીઝ અને પેટ્રોલ સ્ટેશન્સ
 • કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સ, સ્થાનિક અને સરકારી એજન્સીઓમાં જાહેર સ્થળોની અને ગ્રાહક સેવા કાઉન્ટર્સ પર સામાજિક સેવા આપનારની મુલાકાત લો ત્યારે

જ્યારે તમે કાર્ય પર હોય

જો તમે એલર્ટ લેવલ 3 પર સંચાલિત થતા કારોબાર કે સેવા ખાતે કાર્ય કરતા એવા કર્મચારી છો કે જેમાં ગ્રાહક સાથેનો સંપર્ક સામેલ છે તો તમારે કાયદાકીય રીતે ચહેરાનું આવરણ પહેરવું આવશ્યક છે. તમારે ચહેરાનું આવરણ પહેરવું આવશ્યક છે જો તમેઃ

 • સુપરમાર્કેટ, ડેરી, પેટ્રોલ સ્ટેશન, લાઇસન્સિંગ ટ્રસ્ટ, ફાર્મસી, ફૂડ બેંક, સેલ્ફ-સર્વિસ લોંડ્રી, હાર્ડવેર સ્ટોર, બચર, ફિશમોંગર, ગ્રીનગ્રોસર, શોપિંગ મોલ, બેંક કે ન્યુઝીલેન્ડ પોસ્ટ ખાતે કાર્ય કરતા હોય
 • કોર્ટ, ટ્રિબ્યુનલ કે સામાજિક સેવા આપનાર ખાતે જાહેર જનતાનો સામનો કરતા સ્થળ પર હોય ત્યારે
 • રહેઠાણ સરનામાં માટે ડિલિવરી ડ્રાઇવર તરીકે – ડિલિવરી ડ્રાઇવર્સે જ્યારે તેઓ તેમના વાહનોની બહાર હોય ફક્ત ત્યારે ચહેરાનાં આવરણ પહેરવાની જરૂર હોય છે
 • જાહેર પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ટેક્સી, રાઇડ-શેર વાહન, ફેરી, બસ કે ટ્રેઇનના ડ્રાઇવર હોય ત્યારે — તમારે નોર્થ આઇલેન્ડ અને સાઉથ આઇલેન્ડ વચ્ચેની સ્કૂલ બસ અને ફેરી પર ચહેરાનાં આવરણ પહેરવાની જરૂર નથી.

એલર્ટ લેવલ 4 પર ચહેરાનાં આવરણ

જ્યારે તમે ઘર છોડી રહ્યા હોય ત્યારે

તમે જ્યારે તમારું ઘર છોડો ત્યારે અમે તમને ચહેરાનું આવરણ પહેરવા માટે અને અન્યોથી 2 મીટરનું અંતર જાળવવા પ્રોત્સાહિત કરીએ છીએ. ખાસ કરીને જ્યારે અન્યોથી શારીરિક અંતર જાળવવું મુશ્કેલ હોય ત્યારે. ઉદાહરણ તરીકે જ્યારે ટેકઅવે લઈ રહ્યા હોય ત્યારે.

તમારે કાયદાકીય રીતે ચહેરાનાં આવરણ પહેરવા જોઇએ કે જ્યારે તમેઃ

 • જાહેર પરિવહન પર અને એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન્સ અને બસ સ્ટોપ્સ જેવા આગમન અને પ્રસ્થાન સ્થળો પર હોય ત્યારે
 • ફ્લાઇટ્સ પર
 • ટેક્સી અને રાઇડ શેર વાહનોમાં હોય ત્યારે
 • હેલ્થકેર સુવિધાની મુલાકાત લો ત્યારે
 • એજ્ડ કેર સુવિધાની મુલાકાત લો ત્યારે
 • તમે આ સ્તર પર સંચાલિત કારોબાર અથવા સેવામાં ગ્રાહક કે ક્લાયન્ટ હોય ત્યારે, ઉદાહરણ તરીકે સુપરમાર્કેક્ટ્સ, ફાર્મસીઝ અને પેટ્રોલ સ્ટેશન્સ
 • કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સ, સ્થાનિક અને સરકારી એજન્સીઓમાં જાહેર સ્થળોની અને ગ્રાહક સેવા કાઉન્ટર્સ પર સામાજિક સેવા આપનારની મુલાકાત લો ત્યારે

જ્યારે તમે કાર્ય પર હોય

જો તમે એલર્ટ લેવલ 4 પર સંચાલિત થતા કારોબાર કે સેવા ખાતે કાર્ય કરતા એવા કર્મચારી છો જેમાં ગ્રાહક સાથેનો સંપર્ક સામેલ છે તો તમારે કાયદાકીય રીતે ચહેરાનું આવરણ પહેરવું આવશ્યક છે. તમારે ચહેરાનું આવરણ પહેરવું આવશ્યક છે જો તમેઃ

 • સુપરમાર્કેટ, ડેરી, પેટ્રોલ સ્ટેશન, લાઇસન્સિંગ ટ્રસ્ટ, ફાર્મસી, ફૂડ બેંક, સેલ્ફ-સર્વિસ લોંડ્રી અથવા હાર્ડવેર સ્ટોર ખાતે કાર્ય કરતા હોય
 • કોર્ટ, ટ્રિબ્યુનલ કે સામાજિક સેવા આપનાર ખાતે જાહેર જનતાનો સામનો કરતા સ્થળ પર હોય ત્યારે
 • જાહેર પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ટેક્સી, રાઇડ-શેર વાહન, ફેરી, બસ કે ટ્રેઇનના ડ્રાઇવર હોય ત્યારે — તમારે નોર્થ આઇલેન્ડ અને સાઉથ આઇલેન્ડ વચ્ચેની સ્કૂલ બસ અને ફેરી પર ચહેરાનાં આવરણ પહેરવાની જરૂર નથી.

કોણે ચહેરાનાં આવરણ પહેરવાની જરૂર નથી ?

આપણે જાણીએ છીએ કે અમુક લોકો એવી અક્ષમતા કે સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા હોય છે કેજેને લીધે તેઓ ચહેરાનાં આવરણ સુરક્ષિત રીતે કે આરામદાયક રીતે પહેરી શકતા ન પણ હોઇ શકે. કૃપા કરીને આ બબાતનું ધ્યાન રાખો. તેઓ ખોરાક, ફાર્મસી અને અન્ય સેવાઓનો હજુ પણ અધિકાર ધરાવે છે.

જ્યાં શક્ય હોય ત્યાં, તમને ચહેરાનાં આવરણ પહેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ચહેરાના આવરણો પહેરવાની જરૂર નથીઃ 

 • 12 વર્ષથી નીચેની વયનાં બાળકો દ્વારા
 • સ્કૂલ બસમાં હોય એવા વિદ્યાર્થીઓ દ્વારા
 • ઉત્તર અને દક્ષિણ આઇલેન્ડ્સ વચ્ચે મુસાફરોને લઈ જતી ફેરી સેવાઓ પર
 • હોડી અથવા વહાણ જેમાં મુસાફરો માટે બંધ જગ્યા ન હોય, ઉદાહરણ તરીકે જેટ બોટ ટુર્સ
 • ચાર્ટર અથવા ગ્રુપ ટુર્સ પર
 • ખાનગી ફ્લાઇટ્સ પર
 • મુસાફરોથી સંપૂર્ણપણે અલગ હોય એવા સ્થળોએ સર્વિસના ડ્રાઇવર્સ, પાઇલટ્સ, સ્ટાફ અથવા ક્રૂ, ઉદાહરણ તરીકે કોકપિટમાં પાઇલટ્સ અથવા ટ્રેન કેબમાં ટ્રેન ડ્રાઇવર્સ.

તમારે અહીં પણ ચહેરાના આવરણ પહેરવાની જરૂર નથી જોઃ

 • તે સુરક્ષિત ન હોય, ઉદાહરણ તરીકે જો તે પહેરવાથી ડ્રાઇવર વાહનને સુરક્ષિત રીતે ચલાવી ન શકે
 • ઇમર્જન્સીની સ્થિતિ હોય
 • તમને એવી કોઇ શારીરિક અથવા માનસિક બિમારી કે સ્થિતિ કે અક્ષમતા હોય જેનાથી ચહેરાના આવરણ પહેરવા મુશ્કેલ બનતુ હોય
 • તમારે ઓળખ સાબિત કરવાની જરૂર હોય
 • તમારે બધિર હોય અથવા સાંભળવામાં મુશ્કેલી ધરાવતી હોય એવી વ્યક્તિ સાથે વાતચીત કરવાની જરૂર હોય
 • તમારે દવા લેવાની જરૂર હોય
 • તમારે ખાવું કે પીવું હોય, જો ખાવાની કે પીવાની પરવાનગી હોય તો
 • તેની કાયદાકીય રીતે આવશ્યકતા ન હોય 

ચહેરાના આવરણ માટે એક્ઝેમ્પ્શન કાર્ડ 

આપણે જાણીએ છીએ કે અમુક લોકો એવી અક્ષમતા કે સ્વાસ્થ્યની સ્થિતિ ધરાવતા હોય છે કેજેને લીધે તેઓ ચહેરાનાં આવરણ સુરક્ષિત રીતે કે આરામદાયક રીતે પહેરી શકતા ન પણ હોઇ શકે. જો તમે તે પહેરી ન શકો તો તમે એક્ઝેમ્પ્શન કાર્ડ મેળવી શકો છો. જ્યારે જરૂર હોય ત્યારે તમારે એક્ઝેમ્પ્શન કાર્ડ બતાવી શકો છો.

તમે 04 801 9100 પર અથવા info@dpa.org.nz પર સંપર્ક કરીને ડિસેબલ્ડ પર્સન્સ એસેમ્બ્લી ન્યુઝીલેન્ડ પાસેથી કાર્ડની વિનંતી કરી શકો છો.

ચહેરાના આવરણો કેવી રીતે પહેરવા

 1. તમારા ચહેરાના આવરણ તપાસો. સુનિશ્ચિત કરો કે તે:
  • સ્વચ્છ હોય
  • શુષ્ક હોય
  • ક્ષતિગ્રસ્ત ન હોય
 2. તમારા હાથ સાફ કરો. તમે તમારા ચહેરાનું આવરણ પહેરો તે અગાઉ તમારા હાથ સાફ કરો અને સૂકા કરો. નીચેમાંથી કોઇ પણ ચીજનો ઉપયોગ કરોઃ
  • સાબુ અને પાણી
  • હેન્ડ સેનિટાઇઝર (ઓછામાં ઓછું 60% આલ્કોહોલ).
 3. તમારા ચહેરાના આવરણને પહેરો. ચહેરાના આવરણને તમારા નાક અને મોં પર મૂકો, ત્યાર પછી તેને ગાંઠ લગાવીને અથવા કાનના લૂપ્સથી સુરક્ષિત કરો. ચહેરાના આવરણ નીચે  ના હોવા જોઇએઃ
  • તમારા નાક, મોં અને દાઢીને સંપૂર્ણપણે ઢાંકતા હોવા જોઇએ
  • તમારા ચહેરાની કિનારી પર આરામદાયક રીતે, પરંતુ સુરક્ષિત રીતે ફિટ થતા હોવા જોઇએ
  • તમે સરળતાથી શ્વાસ લઈ શકતા હોવા જોઇએ.
 4. તમારા હાથને ફરી વખત સાફ કરો. નીચેમાંથી કોઇ પણ ચીજનો ઉપયોગ કરોઃ
  • સાબુ અને પાણી
  • હેન્ડ સેનિટાઇઝર (ઓછામાં ઓછું 60% આલ્કોહોલ).

તમારા ચહેરાનું આવરણ પહેરતી વખતે

ચહેરાનું આવરણ પહેરતી વખતે તમારે નીચે પ્રમાણે કરવું જોઇએઃ

 • તમારા ચહેરાના આવરણની આગળની બાજુને સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ
 • તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ
 • તમારા ચહેરાના આવરણને ખસેડવાનું ટાળવું જોઇએ, જેમાં તમને તમારી દાઢીની નીચે ઉતારવાનો સમાવેશ થાય છે
 • જો ચહેરાનું આવરણ ભીનું થાય, નુકસાન પામેલ હોય અથવા ગંદુ થાય તો તે બદલી નાખવું જોઇએ.

ચહેરાનું આવરણ કેવી રીતે દૂર કરવું

 1. તમારા હાથ સાફ કરો. તમારા હાથ ધોવો અને સૂકવો. નીચેમાંથી કોઇ પણ ચીજનો ઉપયોગ કરોઃ
  • સાબુ અને પાણી
  • હેન્ડ સેનિટાઇઝર (ઓછામાં ઓછું 60% આલ્કોહોલ).
 2. તમારા ચહેરાના આવરણને દૂર કરો. તમારા ચહેરાના આવરણને પાછળથી ઉતારો અને તમારા ચહેરાથી દૂર ખેંચી લો. લુપ્સનો ઉપયોગ કરો અથવા તેને ખોલી દો. ચહેરાના આવરણની આગળની બાજુને સ્પર્શ કરશો નહીં અને તમારી આંખો, નાક અને મોંને સ્પર્શ નહીં કરવા અંગે સાવધાન રહો.
 3. તમારા ચહેરાના આવરણને સાફ કરો અથવા તેનો નિકાલ કરો.
  • કપડાથી બનેલા ચહેરાના આવરણને 60 ડિગ્રી સે. તાપમાને ડિટર્જન્ટ ઉમેરીને વોશિંગ મશીનમાં ધોઇને સાફ કરો. ચહેરાના આવરણનો ફરી ઉપયોગ કરતા પહેલા તેને સંપૂર્ણપણે સૂકવો. ભીના ચહેરાના આવરણનો ઉપયોગ કરશો નહીં.
  • એક જ વખત વપરાશ થતા ચહેરાના આવરણનો નિકાલ કરો. તેને ઢાંકણ ધરાવતી કચરા પેટીમાં નાખો અથવા સીલ થતી થેલીમાં મૂકીને બહાર ફેંકી દો. એક વખત વપરાયેલા ચહેરાના આવરણનો ફરી ઉપયોગ કરશો નહીં કે તેને ડિસઇન્ફેક્ટ કરવાનો પ્રયત્ન કરશો નહીં.
 4. તમારા હાથને ફરી વખત સાફ કરો. નીચેમાંથી કોઇ પણ ચીજનો ઉપયોગ કરોઃ
  • સાબુ અને પાણી હેન્ડ સેનિટાઇઝર (ઓછામાં ઓછું 60% આલ્કોહોલ).

Last updated: