કોવિડ-19 વાઇરસ અને લક્ષણો | The COVID-19 virus and symptoms

કોવિડ-19 શું છે

કોવિડ-19 એક નવા પ્રકારનો કોરોનાવાઇરસ છે, જે તમારા ફેફસાં અને શ્વસનમાર્ગને અસર કરી શકે છે.

કોરોનાવાઇરસ એ વાઇરસનો મોટો અને વૈવિધ્ય પરિવાર છે, જે સામાન્ય શરદી જેવી બિમારી કરી શકે છે.

કોવિડ-19ના લક્ષણો

લક્ષણોમાં સામેલ છેઃ

 • નવી અથવા કથળતી ઉધરસ
 • ઓછામાં ઓછો 38 ડિગ્રી સે.નો તાવ
 • શ્વાસ ચડવો
 • ગળું છોલાવું
 • છીંક અને નાકમાંથી પાણી નિકળવું  
 • હંગામી ધોરણે સુગંધ ન આવવી

આ લક્ષણોનો અર્થ એવો નથી થતો કે તમને કોવિડ-19 છે. લક્ષણો શરદી અને ફ્લુ જેવી અન્ય સામાન્ય બિમારી જેવા હોય છે.

શ્વાસ ચડવો એ ન્યુમોનિયાના સંભવિત સંકેત છે અને તેના માટે તાત્કાલિક તબીબી સહાયની આવશ્યકતા હોય છે.

જો તમને શરદી, ફ્લુ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો તમારા ડોક્ટર અથવા 0800 611 116 પર હેલ્થલાઇનને ફોન કરો અને પરીક્ષણ (ટેસ્ટ) કરાવવા અંગેની સલાહ મેળવો.

ઓછા સામાન્ય લક્ષણો

કેટલાક લોકો ઓછા સામાન્ય લક્ષણો પણ ધરાવી શકે છે, જેવા કે માત્રઃ 

 • તાવ
 • ઝાડા
 • માથાનો દુઃખાવો
 • સ્નાયુમાં દુઃખાવો
 • ઊબકા અને ઊલટી
 • મૂંઝવણ અને ચિડિયાપણું.

વ્યક્તિને ચેપ લાગે ત્યાર પછી લક્ષણો દેખાતા 14 દિવસ સુધીનો સમય લાગી શકે છે. વ્યક્તિને જાણ થાય કે તેમને ચેપ છે તેની પહેલા વાઇરસ અન્ય વ્યક્તિઓને લાગી થઈ શકે છે – લક્ષણો વિકસે તેના બે દિવસ અગાઉથી.

કોવિડ-19 ડ્રોપલેટ્સથી ફેલાય છે

કોવિડ-19 એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ડ્રોપલેટ્સથી ફેલાય છે. લોકોને તેમની આંખો, નાક અને મોં મારફતે વાઇરસનો ચેપ લાગી શકે છે. 

જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ, છીંક ખાય અથવા વાત કરે ત્યારે તેઓ વાઇરસ ધરાવતા ડ્રોપલેટ્સ ફેલાવી શકે છે. આ ડ્રોપલેટ્સ ઘણા મોટા હોવાથી લાંબા સમય સુધી હવામાં રહી શકતા નથી, જેથી તેઓ આસપાસની સપાટીઓ પર ઝડપથી બેસી જાય છે.