બ્લ્યુટુથ ટ્રેસિંગ ચાલુ કરો | Turn on Bluetooth tracing

ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર એપ બ્લ્યુટુથ ટ્રેસિંગ ટેકનોલોજીને સામેલ કરે છે. બ્લ્યુટુથ ટ્રેસિંગ જો તમે કોવિડ-19 માટે પોઝિટિવ આવેલા અન્ય એપ વપરાશકારની આજુબાજુ હોય તો તમને એલર્ટ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે.

બ્લ્યુટુથ ટ્રેસિંગ અમારી વર્તમાન કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્રક્રિયા અથવા ન્યુઝીલેન્ડ કોવિડ ટ્રેસર ક્યુઆર કોડ્સનું સ્થાન લેવાનો ઇરાદો ધરાવતું નથી. તમારે હજુ પણ તમે જ્યાં પણ જાઓ તેનો ટ્રેક રાખવા માટે ક્યુઆર કોડ્સ સ્કેન કરવા પડશે. બ્લ્યુટુથ ટ્રેસિંગ ઉમેરવામાં આવેલું ટુલ છે – તે આપણને જે લોકોની નજીક જઈએ છીએ તેમનો ટ્રેક રાખવામાં મદદ કરે છે.

તે કેવી રીતે કાર્ય કરે છે

તમે એક વખત બ્લ્યુટુથ ટ્રેસિંગ ચાલુ કરો ત્યાર પછી તે ખાનગી અને સુરક્ષિત રેન્ડમ આઇડી કોડ મોકલીને કાર્ય કરે છે. તમારો ફોન તમારી નજીક હોય એવા અન્ય ફોનને ડિજિટલ હાઇ-ફાઇવ આપે એવું છે. બ્લ્યુટુથ ટ્રેસિંગ ફંક્શન અન્ય ફોન કેટલો નજીક હતો અને કેટલા સમય માટે હતો તે નોંધે છે. તમે જે ફોનના સંપર્કમાં આવો છો તેમાં પણ બ્લ્યુટુથ ટ્રેસિંગ ચાલુ હોય તે જરૂરી હશે.

આનો અર્થ એ થાય છે કે જ્યારે કોઇ વ્યક્તિ કોવિડ-19 માટે પોઝિટિવ આવે ત્યારે તેઓ પાછલા 14 દિવસમાં તેમના ફોને મોકલ્યા હોય તેવા તમામ રેન્ડમ આઇડી ધરાવતા અજાણ્યા નોટિફિકેશન મોકલી શકે છે. જો તમારો ફોન આમાંથી કોઇ પણ આઇડી ઓળખે અને તમે એટલા લાંબા સમય સુધી અને એટલા નજીક રહ્યા હોય કે તમને ચેપ લાગવાનું જોખમ હોય તો એ અંગેનું તમને એલર્ટ મેળવશો. આ એલર્ટ તમને પોતાને અને તમારા વ્હાનાઉને સુરક્ષિત રાખવા માટે શું કરવું એ અંગેની સલાહ આપશે.

તે કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે આ પાના પર અમારો બ્લ્યુટુથ ટ્રેસિંગ વીડિયો જુઓ. (external link)

તેને કેવી રીતે ચાલુ કરવો

મોટા ભાગના ફોન એપને ઓટોમેટિકલી અપડેટ કરશે. તમે તમારા એપ સ્ટોર અથવા પ્લે સ્ટોરમાં તમારી એપને તમારી જાતે અપડેટ કરવાનું પણ પસંદ કરી શકો છો.

તમે એક વખત અપડેટ કરી લો ત્યાર પછી તમારી એપ તમે બ્લ્યુટુથ ટ્રેસિંગ ચાલું કરવા માગો છો કે કેમ એ અંગે તમને પૂછશે. એક વખત તમે તેને ચાલુ કરી લો ત્યાર પછી તમારી એપ બંધ હોય તેમ છતાં પણ કાર્ય કરશે.

બ્લ્યુટુથ ટ્રેસિંગ કોઇ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે નહીં, અને તે બ્લ્યુટુથ લો એનર્જીનો ઉપયોગ કરતી હોવાથી તમારી બેટરીને ડ્રેઇન કરશે નહીં.

તમારી ગોપનીયતા સુરક્ષિત કરવામાં આવી છે

જ્યારે તમે બ્લ્યુટુથ ટ્રેસિંગ સક્ષમ કરો ત્યાર પછી તમારી ગોપનીયતા હંમેશાં સુરક્ષિત રહે છે – તે તમારા લોકેશન, તમારું નામ અને તમારા અંગેની અન્ય કોઇ માહિતીની આપ-લે કરી શકતું નથી. બ્લ્યુટુથ ટ્રેસિંગ તમે કોની સાથે સંપર્કમાં આવ્યા છો અથવા તમે ક્યાં છો તેની નોંધ પણ લેતું નથી.

તેનો અર્થ એ થાય છે કે જો તમે કોવિડ-19 માટે પોઝિટિવ આવી હોય એવી વ્યક્તિની સાથે સંપર્કમાં આવ્યા હોય તેના માટે એલર્ટ પ્રાપ્ત કરો તો માત્ર તમે જાણો છો કે તમે એલર્ટ પ્રાપ્ત કર્યું છે. તમે એપથી એકત્રિત કરો છો એવી તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ માહિતી તમારા ફોન પર સુરક્ષિત રહે છે અને તમે કઈ માહિતીની આપ-લે કરવા માગો છો તે હંમેશાં તમારી પસંદગી રહેશે.