કારોબારો માટે આર્થિક સહાય | Financial support for businesses

કોવિડ-19 ફાટી નીકળવાને લીધે અસર પામેલા કારોબાર માટે સહાય

વર્ક એન્ડ ઇન્કમ પાસેથી શ્રેણીબદ્ધ કારોબાર સહાય ઉપલબ્ધ છે.

  • શોર્ટ ટર્મ એબસન્ટ પેમેન્ટ (ટૂંકા ગાળાની ગેરહાજરી માટે ચુકવણી) (external link) - સ્વરોજગાર ધરાવતા લોકો સહિતના કારોબારો માટે તેમના કામદારો કે જેઓ કોવિડ-19નાં ટેસ્ટનાં પરિણામોની રાહ જોઇ રહ્યા હોય તે દરમિયાન ઘરેથી કાર્ય કરી શક્યા ન હોય તેમને ચુકવણી કરવામાં મદદરૂપ થવું કોવિડ-19 શોર્ટ-ટર્મ એબસન્ટ પેમેન્ટ ઉપલબ્ધ છે.
  • લીવ સપોર્ટ સ્કીમ (external link) - લીવ સપોર્ટ સ્કીમ સ્વરોજગાર ધરાવતા લોકો સહિત લાયક ઠરતા કામદારો કે જેઓ ઘરેથી કાર્ય કરી શક્યા ન હોય અને કેટલાક સ્વાસ્થ્ય માપદંડો પૂરા કરતા હોય અથવા જેઓ ‘નિકટના સંપર્ક (ક્લોઝ કોન્ટેક્ટ)’ હોવાથી 14 દિવસ માટે સેલ્ફ-આઇસોલેશનમાં રહેવાનું જણાવ્યું હોય એવા લોકોને આવરે છે.
  • રિસર્જન્સ સપોર્ટ પેમેન્ટ (external link) - ઇનલેન્ડ રેવેન્યુનું રિસર્જન્સ સપોર્ટ પેમેન્ટ એલર્ટ લેવલ વધવાને લીધે અસર પામેલા દેશભરના કારોબારને મદદ કરે છે.

વર્ક એન્ડ ઇન્કમ તરફથી વધુ સહાય

  • વર્ક એન્ડ ઇન્કમ વેબસાઇટ દ્વારા, 0800 559 009 સંપર્ક કેન્દ્ર પર અને MyMSD દ્વારા સહાય ઉપલબ્ધ છે.
  • વર્ક એન્ડ ઇન્કમ સેવા કેન્દ્રો ચેતવણી સ્તરો 1 અને 2 પર ખુલ્લા છે અને ચેતવણી સ્તરો 3 અને 4 બંધ છે.
  • એલર્ટ લેવલ 3 અને 4 દરમિયાન એપોઇન્ટમેન્ટ્સ આયોજિત સમયે ફોન પર રાખવામાં આવશે, લેવલ 1 અને 2 પર રાખેલી એપોઇન્ટમેન્ટ્સ રાબેતા મુજબ જારી રહેશે.
  • વર્ક એન્ડ ઇન્કમ તરફથી નિયમિત ચૂકવણી રાબેતા મુજબ ચાલુ રહેશે.
  • વર્ક એન્ડ ઇન્કમ વેબસાઇટ (external link) રૂપરેખા આપશે કે શું ચુકવણી ઉપલબ્ધ છે.  આ ચુકવણી સ્વરોજગાર ધરાવતા લોકો માટે પણ ઉપલબ્ધ છે.